બીજાની સિગારેટના ધુમાડા પણ તમારા માટે સિગારેટ પીવા જેટલું જ જોખમી છે, આ પ્રકારના લક્ષણોનો અનુભવ થતાં જ સાવધાન થાઓ

સેકન્ડહેન્ડનો ધુમાડો પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. સ્મોક એ ગરમ કણો, ધુમાડો અને ગેસનું મિશ્રણ હોય છે. એક અહેવાલ મુજબ, સેકન્ડહેન્ડ સ્મોકથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકોના જીવ જાય છે. આગમાંથી નીકળતા ધૂમાડાથી ઘણા લોકો માર્યા જાય છે. આ ધુમાડાને લીધે લોકો ફેફસાનું કેન્સર, અસ્થમા, શ્વસન સંક્રમણ જેવા ઘણા બીજા રોગોથી પીડાય છે. કોઈપણ પ્રકારના ધુમાડાની વ્યક્તિના જીવન ઉપર અસર પડે છે. ધુમાડો કારખાના, સિગારેટ પીનારા, રસોઈ ઘર કે પછી બીજા કોઈપણ સ્થળનો હોય તે તમને બીમાર કરી શકે છે. કોઈપણ પ્રકારના ધુમાડાના સંપર્કમાં આવવાની સ્થિતિને સ્મોક એક્સપોઝર કહેવાય છે. જો તે આપણા શરીરની અંદર જતો રહે તો તેનાથી આપણા શરીરમાં ઓક્સિજનની ઉણપ થવા લાગે છે. તેની સાથે સાથે આ ધુમાડા દ્વારા ઘણા બીજા રસાયણો અને થર્મલ ઇરિટેશન વગેરે આપણા શરીરમાં જઇ શકે છે.

ગંગારાજ હોસ્પિટલના ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અરવિંદ જણાવે છે કે બહારનો ધુમાડો તમારી છાતીને સૌથી વધારે અસર કરે છે. તેના લીધે તમારું શરીર અંદરથી ખોખલું થઈ શકે છે. તેથી બહારના ધુમાડાથી બચીને રહેવું એ જ તમારા માટે યોગ્ય છે. આ ઉપરાંત જો તમે સિગારેટનું સેવન કરી રહ્યા છો, તો તમારા બાળકો અને પરિવારજનોથી દુર રહો. આમ તો સિગારેટનું સેવન જ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે, પરંતુ તે પીનારાઓ કરતા તેની આસપાસ રહેનારાઓને વધારે અસર કરે છે. સ્મોક એક્સપોઝરને લીધે આપણા શરીરમાં ઓક્સિજનનો અભાવ ઘણો વધારે રહે છે, જેનાથી મૃત્યુનો ભય વધે છે

હાલના સમયમાં સિગરેટ પીનારાઓથી જ સૌથી વધારે લોકો સ્મોક એક્સપોઝરનો શિકાર બની રહ્યા છે. તો ચાલો વિસ્તૃતમાં જાણીએ સ્મોક એક્સપોઝરના લક્ષણો, કારણો અને તેના ઉપાય માટેની રીતો

સ્મોક એક્સપોઝરના લક્ષણો:

સ્મોક એક્સપોઝર એ સામાન્ય રોગની જેમ હોય છે. તેથી લોકોને સમજવામાં મુશ્કેલી પડે છે કે આખરે આ સમસ્યા તેમને કયા કારણોસર થઈ છે. તેમના લક્ષણો કંઈક આ પ્રકારે છે.

  • આંખમાં દુખાવો થવો
  • આંખમાં ખટકવું
  • આંખોની આસપાસ સોજા
  • આંખમાંથી વારંવાર આંસુ આવવા
  • નાકમાંથી પાણી વહેવું
  • ખાંસી થવી

જો તમને એક અઠવાડિયાથી સતત આ પ્રકારના લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. કેમકે વધારે સમય સુધી ધુમાડાના સંપર્કમાં રહેવાથી તમને ફેફસાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત તે તમારા હૃદય પર પણ અસર કરી શકે છે.

સ્મોક એક્સપોઝરના કારણો:

ધુમાડાના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી લોકોના શરીરમાં ઓક્સિજનની ઉણપ થવા લાગે છે. તેના લીધે રસાયણ કે બીજા થર્મલ ઇરિટેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી શરીરને ઘણું નુકસાન પહોંચે છે. સ્મોક એક્સપોઝરના કારણો આ રીતે છે-

હેરાન કરનારી વસ્તુઓ:

કોઈપણ રીતે બળતી વસ્તુઓમાંથી કેમિકલ (એમોનિયા, હાઈડ્રોજન કલોરાઇડ, સલ્ફર ડાયોક્સાઈડ અને ક્લોરિન) નીકળે છે, જે આપણી ત્વચા અને શરીરને સીધી રીતે નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત તે મ્યુકોસ મેમ્બ્રેનને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં તે શ્વાસનળીને પણ નુકસાન પહોંચાડે છે. તેના લીધે શ્વાસ નળીમાં સોજા અને વાયુ માર્ગ તૂટી જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.

સિમ્પલ એસિફિક્સ:

ધુમાડાને કારણે શરીરમાં ઓક્સિજનનો અભાવ રહે છે અને શ્વાસ લેવાથી જ્યારે તમારા શરીરને ઓક્સીજન મળતો નથી ત્યારે તમારું મૃત્યુ થઈ શકે છે. ધુમાડા માં એવી વસ્તુઓ હોય છે, જે તમારા શરીરને સીધી રીતે નુકસાન પહોંચાડે છે. ધુમાડાથી ઓક્સિજન ન મળવાને લીધે ખૂબ વધારે મુશ્કેલી પડે છે. તેમાં કાર્બન ડાયોક્સાઇડ જેવાં રસાયણો હોય છે, જેનાથી તમને મુશ્કેલી પડે છે.

રસાયણ:

આગને લીધે એવા તત્વો ઉત્પન્ન થાય છે જેનાથી શરીરનું ઓક્સિજન સ્તર ખૂબ જ ઓછું થઈ જાય છે. આગમાં હાઈડ્રોજન સાઈનાઈડ, કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા રસાયણો ઉત્પન થાય છે જેનાથી શરીરના દરેક કોષો પર અસર પડે છે કાર્બન મોનોક્સાઈડ જેવા વાયુ માણસના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

સ્મોક એક્સપોઝરના ઉપચાર:

ડોક્ટર સ્મોક એક્સપોઝર ની સ્થિતિ જાણવા માટે નીચેના પરીક્ષણોની મદદ લે છે. આ પરીક્ષણો દ્વારા તમે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ વિશે જાણી શકો છો

  • છાતીનો એક્સ-રે
  • રક્ત ગણતરી (સીબિસી)
  • પલ્સ ઓક્સિમેટ્રી
  • રસાયણશાસ્ત્ર (તેમાં મેટાબોલિક પ્રોફાઈલ ની તપાસ કરવામાં આવે છે)
  • આર્ટરિયલ બ્લડ ગેસ
  • કાર્બોક્સીહેમોગલોબીન
  • મેથેમોગ્લોબિન સ્તરનું પરીક્ષણ

સ્મોક એક્સપોઝરની સ્થિતિમાં શરીરમાં ઓક્સિજનની ઉણપ થવા લાગે છે. તેથી ડોક્ટર શરીરમાં ઓક્સિજનના અભાવને પૂર્ણ કરવા માટે આ પ્રકારના ઉપચારો ની મદદ લે છે.

હાઇપરબેરિક ઓક્સિજનેશન:

સ્મોક એક્સપોઝરની સ્થિતિમાં દર્દીના શરીરમાં કાર્બન મોનોક્સાઈડનું ઝેર શરીરમાં ફેલાવા લાગે છે. આ ઝેરને ઓછું કરવા માટે ડોક્ટર હાઇપરબેરિક ઓક્સિજનેશનનો ઉપયોગ કરે છે.

ઓક્સિજનથી ઉપચાર કરે છે:

સ્મોક એક્સપોઝરને લીધે આપણા શરીરમાં ઓક્સિજનનો અભાવ રહે છે. તેથી દર્દીના શરીરમાં જો ઓક્સિજન નો અભાવ રહે, તો તેમને શરીરમાં નોઝ ટ્યુબ કે પછી શ્વાસનળી દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે. ગંભીર સ્થિતિ હોય ત્યારે જ ડોક્ટર આ ઉપચારને અપનાવે છે.

સ્મોક એક્સપોઝરના ઉપાયો:

  • ઘરના દરેક રૂમમાં સ્મોક ડિટેક્ટર મૂકો. તેનાથી તમને ધુમાડાની જાણ થઈ શકશે અને તેના નિકાસ માટે તમે સમય નક્કી કરી શકશો.
  • જે રીતે કાર્બન મોનોક્સાઈડ નીકળવાની સંભાવના હોય ત્યાં મોનોક્સાઈડ રાખો.
  • જ્યારે આગ લાગે ત્યારે તે સ્થાનથી અંતર રાખો.
  • જો તમે સ્મોક એક્સપોઝરના શિકાર હોય તો વધુમાં વધુ આરામ કરો.
  • કટોકટીની સ્થિતિમાં, ફાયર વિભાગ અને સ્થાનિક ઝેર નિયંત્રણ કેન્દ્રનો સંપર્ક કરો.
  • ધુમ્રપાન કરનારાઓથી અંતર રાખવું અને ધુમ્રપાન ન કરવાની સલાહ આપવી.
  • ફેફસાની સમસ્યાઓથી બચવા માટે બ્રીધિંગ એક્સરસાઇઝ કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment