ગર્ભાવસ્થા સમયે આ એકસરસાઈસ કરવાથી સ્વસ્થ રહે છે બાળક અને માતા…જાણો તમામ એકસરસાઈસ વીશે

માતા બનવાનું સુખ દરેક સ્ત્રી માટે દુનિયાનું સૌથી મોટું સુખ હોય છે. અને દરેક સ્ત્રી માતા બનવા ઈચ્છતી હોય છે. પરંતુ ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવાની પડે છે. ખાસ કરીને ખાવા પિવામા પણ ખુબ સાવધાની રાખવી પડે છે. પરંતુ આપને જણાવી દઈએ કે ગર્ભાવસ્થામાં ખાવા પિવાની સાથે એક્સરસાઈસ કરવી પણ ખુબ જરૂરી છે. કારણકે ગર્ભાવસ્થા દરમિયાન એકસરસાઈઝ કરવાથી માનસીક શાંતિ મળતી હોય છે. જેમા ખાસ કરીને પ્રાણાયમ અને યોગાતો જરૂરથી કરવા જોઈએ. જેથી મગજમાં હંમેશા પોઝિટીવ વિચારો રહે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ગર્ભાવસ્થા દરમિયાન કેવી એકસરસાઈઝ કરવી જોઈએ…કે જેથી કરીને માતા અને બાળક સ્વસ્થ રહે…

કેટ કાઉ વધું ફાયદાકારક

Image source

કેટ કાઉ કરવા માટે સૌથી પહેલા ઉંધા પેટ પર ઘુટણ ટેકીને બેસવું પડશે. બાદમાં તમારું માથું ઉપરની તરફ કરીને ઉંડો શ્વાસ લો અને જ્યારે શ્વાસ છોડો ત્યારે ધીમે ધીમે તમારે તામરું માથું નીચેની તરફ લઈ જવું પડશે. આ એક્સરસાઈઝ કરવાથી તમને જો કોઈ વાતે ચીંતા હશે તે દૂર થશે. સાથેજ શરીરમાં પણ મુવમેન્ટ થશે. જેના કારણે બાળક પણ સ્વસ્થ્ય રહેશે…

સ્પાઈનલ લેટ્રલ ફેક્શન

Image source

આ એક્સરસાઈઝમાં એક જગ્યાએ ઉભા રહીને કમરનો ભાગ કોઈ પણ એક બાજું વાળું અને તનમારા બંને હાથ ઉપરની તરફ રાખો. જેમા એક હાથ સહેજ નીચેની તરફ નમાવો અને યુ આકારમાં તમારે બોડીને શેપ આપો. અને આજ રીતે તમે બીજી તરફ પણ તમારા શરીરને વળાંક આપો. મહત્વનું છે કે આ એક્સરસાઈઝ કરવાથી પણ માતાનું અને બાળકનું સ્વાસ્થ્ય સારુ રહેતું હોય છે.

સીટેડ ફોરવર્ડ ફોલ્ડ

Image source

સૌથી પહેલા વાત તો એ છે કે ગર્ભાવસ્થાના ત્રણ મહિના સુધીજ તમે સીટેડ ફોરવર્ડ ફોલ્ડ આસન કરી શકો છો. ત્યાર બાદ આ આસાન યોગ્ય નથી. આ આસનમાં તમારે જમીન પર બેસીને પગ સીધા કરવાના અને હાથની હથેળીઓ તમે પગના પંજા સુધી લઈ જાવ. અને માથું તમારું ઘુટણે ટેકી દેજો.સાથેજ ઉંડો શ્વાસ લેવાનું રાખો. અને જેમ જેમ તમે શ્વાસ છોડો. તેમ તેમ તમારે બોડીને ઢીલી કરીને આસન છોડવાનું રહેશે.

Image source

પ્રાણાયામ તો નોર્મલ દિવસોમાં પણ મહિલા કરીજ શકે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન પ્રાણાયમ કરવા ખુબજ ફાયદા કારક છે. જેમા તમારે પલાઠી વાળીને હાથ તમારા ઘુટણ પર રાખવા પડશે. અને શ્વાસ ઉંડો લઈને છોડવા નું રહેશે. મહત્વનું છે. સવારના સમયે પ્રાણાયમ કરવુંજ ફાયદાકારક છે. કારણકે સવારની હવામાં ઓક્સિજન વધારે હોય છે. જેથી સવારની હવામાં પ્રાણાયમ કરવાથી તમને ઓક્સિજન પણ મળી રહેશે. જે બાળક માટે ખુબજ ફાયદાકારક છે.

ઉલ્લેખનિય છે કે એક્સરસાઈઝ કરવી આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે, અને આજના સમયમાં ભાગદોડ વાળી જીંદગીમાં લોકોને કામનો સૌથી વધારે સ્ટ્રેસ હોય છે. જેના કારણે મગજને યોગ્ય રીકતે આરામ નથી મળતો. જેથી ખાસ કરીને ગર્ભાવસ્થા સમયે મહિલાઓએ નોકરી મુકીને બાળકનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. જેથી તામરુ બાળક સ્વસ્થ્ય રહેશે.

સાથેજ એક્સરસાઈઝ નીયમીત કરવાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે. સાથેજ નોર્મલ ડીલીવરીના ચાન્સ પણ વધી જતા હોય છે. ખાસ તો સ્ટ્રેસને દૂર કરવા માટે એક્સરસાઈઝ ખુબજ જરૂરી છે. જેથી ખાસ કરીને ગર્ભાવસ્થા સમયે તો એક્સરસાઈઝ કરવીજ જોઈએ . જેથી માતાની સાથે સાથે બાળકનું સ્વાસ્થ્ય પણ સારુ રહે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *