આટલું કરો એટલે વિદેશમાં નોકરી થઇ જશે ફાઈનલ – ધાર્મિક ઉપાય…

મોટાભાગના લોકોનું સપનું એવું હોય છે કે વિદેશમાં ફરવા જવું અથવા નોકરી-ધંધા અર્થે ત્યાં સેટલ થવું. પણ તકલીફ કાંઈ ઓછી થોડી હોય!! કારણ કે વિદેશમાં જવા માટે પહેલા તો પાસપોર્ટ જોઈએ અને સેકન્ડથિંગ એ કે વિઝા મળવી જોઈએ. અમુક વ્યક્તિ એવા પ્રશ્નોથી પીડિત હોય છે કે તેની પાસે પાસપોર્ટ તો છે પરંતુ વિઝા એપ્રુવ થતી નથી. તો આ સમયે શું કરવાનું? તો જો તમારી પણ આવી પરિસ્થિતિ હોય અથવા તો વિદેશ જવા માંગતી હોય એવી વ્યક્તિ આ ઉપાયને અજમાવે તો ધાર્યા મુજબનું કામ થાય.

પહેલા પાસપોર્ટ માટે એપ્લાય તો કરી જ દેવાનું પછી તમારે અમે નીચે જણાવેલ ઉપાયોને ફોલો કરવા એટલે તમારૂ કામ ચપટીમાં થઇ જશે. ધાર્મિક રીત મુજબ વિદેશ જવામાં પડતી તકલીફનું સમાધાન કરી શકાય છે. અમુક એવા ઉપાયો છે જેને અનુસરવાથી ભગવાનના આશીર્વાદ તમને મળશે જે તમારા વિદેશયોગને મજબૂત બનાવશે. તો ખાસ નીચનો પેરેગ્રાફ વાંચવાનું ભૂલાય નહીં.

જો તમારે વિદેશ જવા માટેના વિચારમાં અથવા વિદેશ જવા માંગો છો તો વિઝામાં અડચણો આવી રહી છે તો માત્ર નીચે જણાવ્યું છે એ મુજબનું કરો એટલે બધા પ્રશ્ન થઇ જશે સોલ્વ….,

ઉપાય ૧ : આ ઉપાયને મંગળવારના દિવસે અજમાવવો. હનુમાનજીનો એક ફોટો લેવો. ખાસ યાદ રાખવું કે ફોટો એવો હોવો જોઈએ જેમાં હનુમાનજી બે હાથ જોડીને બેઠા હોય. આ ફોટાને પાસપોર્ટની વચ્ચે રાખી દેવો. હવે, આ પાસપોર્ટને ભગવાન રામના ચરણ પાસે રાખીને ભગવાન રામની પૂજા કરવી. પૂજા કરતી વખતે નીચે લખેલ મંત્ર બોલવો :

આ મંત્રને જો કોઈ વ્યક્તિ અમે જણાવ્યા મુજબ અગિયાર વખત કરે તો તેને અવશ્ય લાભ થશે. ભગવાનની પૂજા કરતી વખતે વિદેશમાં વિઝા કે નોકરી માટેની પ્રાર્થના કરવી. અગિયાર મંગળવાર સુધી સતત આવું કરવાથી જલ્દીથી સારા સમાચાર મળે છે.

ઉપાય ૨ : તમારે આ ઉપાય માટે ગુલાબી કે લાલ કાગળ લઈને તેમાં હળદરથી સ્વસ્તિકનું નિશાન બનાવવું. તેમાં તમારો પાસપોર્ટ નંબર બોલપેનથી લખી નાખો તો પણ સારૂ રહે. એ કાગળમાં પાસપોર્ટ રાખીને કાગળને બંધ કરી દો અને દુર્ગામાતાની પૂજા કરવી. માં ભગવતીને મનની પ્રાર્થના કરવી. આવું શુક્રવારના દિવસે કરવાથી ભગવાન જરૂરથી તમારી મનોકામના પૂર્ણ કરશે.

ઉપાય ૩ : મંગળવારના દિવસે હનુમાનજીની સેવા-પૂજા કરવી. હનુમાન ચાલીસા કરવી એ સાથે હનુમાનજીને મનની વાત જણાવવી અને વાંદરાઓને તમારા સ્વચ્છ હાથે ચણા અને કેળા ખવડાવો પછી જુઓ વિદેશયોગનો ચમત્કાર…

ઉપાય ૪ : તમે કોઈ વિદેશી પક્ષીઓને તમારા જ હાથે દાન કે ચણ ખવડાવો તો પણ સારૂ ફળ મળે છે. જે વિદેશમાં નોકરી મળવાની સંભાવના વધારે છે.

ઉપાય ૫ : જ્યાં તમે જવા માંગો છો ત્યાંની ચલણીનોટ લો. તેમાં ભગવાનના નામનું તિલક લગાવો. પછી તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો લો. ચલણીનોટમાં એ ફોટોને રાખી દો. થોડા સમયમાં જ તમને સંભાવના જોવા મળશે. આવું કરવાથી વિદેશમાં જલ્દીથી નોકરી મળવાની સંભાવના વધે છે.

તો વિદેશયોગને પ્રભાવિત કરવા માટે આ એવા ઉપાયો છે જે ઘરે જ કરી શકાય છે. એ સાથે સચોટ માહિતી આપતા ફેસબુક પેઇઝ “ફક્ત ગુજરાતી” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *