પૈસાની તંગીમાંથી કાયમી રાહત અપાવશે આ પાંચ અસરકારક બચતના ઉપાય..

આખા મહિનાના ત્રીસ દિવસ મહેનત કરીએ ત્યારે પગારની તારીખ નજીક આવે અથવા ધંધાદારી માણસને મહામેહનતથી આખર તારીખ પસાર થાય ત્યારે તેજીની તારીખ ખુશી આપે. શું તમને પણ પૈસાની તંગી સતાવે છે કે પછી તમને પણ બધા પૈસા ખર્ચ કરી દેવાની આદત છે? જો તમારી સાથે આવું બનતું હોય તો આ લેખ તમને ખુબ જ ઉપયોગી થશે.

આ લેખમાં અમે અમુક એવા પ્રયોગો જણાવ્યા છે જેના ઉપાયથી તમને પૈસાની તંગી પડવાની સમસ્યા ઓછી તકલીફ આપશે. અહીં જણાવેલા ઉપાયોને વ્યવસ્થિત રીતે ફોલો કરશો તો ખેચતાણની જિંદગીમાંથી રાહત મળશે.

ઈમરજન્સી ફંડ :

કોઇપણ પરિવાર કે પછી વ્યક્તિ તેના પગાર કે બીઝનેસમાંથી મળતા પૈસાનો યોગ્ય ઉપયોગ કરે તો મહિનાના અંતે પૈસાની તંગી પડતી નથી. એથી વિશેષ જયારે ઈમરજન્સીમાં એકસાથે વધુ પૈસાની તંગી પડી જાય છે ત્યારે મહિનાનું બજેટ ખોરવાઈ જાય છે. જેની અસર એવી થાય છે કે આગળના બે. ત્રણ કે પાંચ મહિના સુધી આર્થિક પરિસ્થિતિ સારી કરવામાં લાગી જાય છે. એટલા માટે જ ઈમરજન્સી ફંડની વ્યવસ્થા કરવી જરૂરી બને છે.

શોખ અને જરૂરિયાત બંને અલગ વાત છે. આ બંને પર થોડું ધ્યાન દેવામાં આવે તો તેમાંથી બચેલા પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. એ બચેલ પૈસામાંથી ઈમરજન્સી ફંડ ક્રિએટ કરો જે તમને ગમે ત્યારે મદદરૂપ થશે.

નકામું દેવું ન કરવું :

જરૂરિયાત કરતા વધારે ચીજવસ્તુ ખરીદવાના શોખ ન રાખવા જોઈએ. એક નકામી વસ્તુ ખરીદવા માટે એક કામની વસ્તુ વહેંચવી પડે છે એટલા માટે ઉછીના પૈસા લઈને કોઈ યોજના ન બનાવવી જોઈએ. અતિ જરૂરિયાતની સ્થિતિ બને ત્યારે પણ એ વિચારી લો કે દેવું થશે એ કઈ રીતે ભરપાઈ થશે? આ સવાલ પહેલા ખુદને જ પૂછી લો ત્યાર બાદ જ કોઈ કાર્ય કરો.

ક્રેડીટકાર્ડની ખરીદી પર કાબૂ રાખવો :

ઘણા લોકો સામાન્ય પણે એવું કરતા હોય છે કે ક્રેડીટકાર્ડથી ખરીદી કરતા હોય છે ત્યારે નકામી અને યોજના બહારની વસ્તુઓ ખરીદી કરી લે છે અથવા તો પૈસાનો દુર્વ્યવ કરે છે. જે ભવિષ્યના સમયમાં પૈસાની તંગી ઉત્પન્ન કરે છે. ક્રેડિટકાર્ડને કેસલેસ ઓપ્શન સમજો, ક્રેડિટકાર્ડને ખરીદી કરતી વખતે બ્રેક વિનાની ગાડી ન બનાવો.

ખર્ચની લીસ્ટ બનાવો :

ખુદ માટે અથવા પરિવાર કે ઘર માટે જે પણ ખર્ચ થાય છે એ ‘ખર્ચ’ જ કહેવાય. દરેક પ્રકારના ખર્ચનું એક લીસ્ટ બનાવો જેમાં તમામ ખર્ચની યાદીને લખો. આવું કરવાથી તમને ખુદને પૈસા ક્યાં વેડફાઈ છે એ ખબર પડશે અને વધારાના બિનજરૂરી ખર્ચ પર કાબૂ મેળવી શકશો.

તમારી કમાણી જેટલી છે એ મુજબનું જ આયોજન બનાવો. ખોટા દેખાડા માટે અને લોકો વચ્ચે ઉંચી આબરૂ બનાવવા માટે પૈસાનો ખર્ચ અટકાવજો. આજે તમારી પાસે પૈસા હશે તો જ આવતીકાલે તમારી સાથે કોઈ સંબંધ રાખશે. આજના સમયમાં પૈસા ભગવાન સમાન ગણાય છે.

જરૂર હોય તો જ લોન લેવી :

મધ્યમ વર્ગના ઘરમાં લોન દ્વારા ઘર વસાવવાની આદત હોય છે પણ આ લોન ક્યારેક વધારે વજન આપે છે. લોનના હપ્તા અને વ્યાજની ગણતરી આપણે સામાન્ય ગણતરીમાં લેતા નથી પણ આ આંકડા પર નજર કરીએ તો લોન ન લેવી જોઈએ એવું સાબિત થાય. લોન પણ પૈસાનું તંત્ર ખોરવી શકે છે કારણ કે લોનને ભરપાઈ કરવા માટેનો સમય બહુ લાંબો હોય છે, જ્યાં સુધી હપ્તામાંથી રાહત ન મળે ત્યાં સુધી એક ને એક પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે છે.

આશા છે કે આ લેખ તમને ખુબ પસંદ આવ્યો હશે અને તમારા મિત્રો સાથે પણ આ લેખને શેયર કરજો. ગુજરાતી ભાષાનું અને વિશાળ ગુજરાતી લોકોનો વર્ગ ધરાવતું ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” સાથે જોડાયેલા રહેજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *