શું ભારે ઇયરિંગ્સ પહેરીને તમારા કાન દુખાવા લાગે છે?? તો અજમાવો આ ટ્રીકસ

how to carry heavy earrings

Image Source

શું ભારે ઇયરિંગ્સ પહેરીને કાનમાં દુખાવો થવા લાગે છે? તો અજમાવો આ રીત અને હવે બતાવો તમારા સુંદર ઇયરિંગ્સ.

આઉટફીટ ગમે તેવા હોય તે ઇયરિંગ્સ વગર પૂરો થઈ શકતો નથી. તમારા આઉટફિટ પ્રમાણે જ્યાં સુધી તમે સુંદર ઇયરિંગ્સ પહેરી હોય નહિ તો થોડું અધૂરું લાગે છે. પરંતુ ઘણીવાર ભારે ઇયરિંગ્સની ચાહમાં આપણા કાનને અસહનીય દુખાવો પણ સહન કરવો પડે છે.

તેમજ, જો બેક ટુ બેક કોઈ ફંકશન હોય, તો ઇયરિંગ્સ બદલતા બદલતા તો હાલત ખરાબ થઇ જાય છે. આ દુખાવાની સાથે તમારે સતત હસતા રહેવું પડે છે. હવે સુંદર ભારે ઇયરિંગ્સ પણ પહેરવી છે અને તેનાથી દુખાવો પણ ન થવો જોઇએ, આમ કેવી રીતે થઈ શકે? થઈ શકે છે, બિલકુલ થઈ શકે છે!

અમે તમારા માટે તેવાજ કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ, જેના વિશે તમને લગભગ ઓછી જાણ હશે. આ ટિપ્સ અજમાવી તમે ભારે ઇયરિંગ્સને આરામથી પહેરી શકો છો અને મેનેજ પણ કરી શકો છો.

use earlobe patch for heavy earrings

Image Source

ઇયરલોબ પેચનો ઉપયોગ કરવો

આ એક સિક્રેટ ટિપ્સ છે, જેના વિશે ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઇએ કે ઘણીબધી સેલિબ્રિટીઓ જે ભારે ઇયરિંગ્સ પહેરી શકે છે, તે આ કારણ છે. ઇયરલોબ પેચ, નાના એડહેસિવ પેચ હોય છે જે ટ્રાસપેરેંટ હોય છે અને જોવા પણ મળે અને તેની સાથેજ સરળતાથી તમારા કાનની પાછલ ચોંટી જાય છે. તે તમારા ઇયરલોબને પાછળથી ચુસ્ત રાખે છે, જેથી તે તમારા ઇયરિંગ્સના વજનથી પડે નહિ. આ પેચ તમારા ભારે ઇયરિંગ્સને લાંબા સમય સુધી પડ્યા વગર સેટ રાખવામાં મદદ કરે છે અને તેનાથી તમને દુખાવો પણ ઓછો થાય છે. આ અદૃશ્ય પેચ તમને કોઈપણ દુકાનમાં સરળતાથી મળી રહે છે.

લુબરિકેંટનો ઉપયોગ કરો

ઘણીવાર ભારે ઇયરિંગ્સ પહેરવાથી આપણા કાનના લોબમાં છિદ્ર બંધ થઈ જાય છે અને તેમાં ફરી બીજી ઇયરરીંગ પહેરતી વખતે ઘણો દુખાવો થાય છે. આ સમસ્યાથી બચવા માટે તમે નારિયેળનું તેલ અથવા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકો છો. તમારા ઇયરિંગ્સ અને તમારા ઇયરબોલના છિદ્ર પર વેસેલીન લગાવો અને પછી પેહરો. તેનાથી તમને દુખાવો પણ ઓછો થશે અને કોઈપણ બળતરા વગર તમે ઇયરિંગ્સ પેહરી શકો છો. ફક્ત એટલું ધ્યાન આપો કે તમારી કાનની ઇયરિંગ્સ પીઠ ચુસ્ત હોય, નહિતર ઇયરરીંગ નીકળી શકે છે.

wear lightweight earrings

Image Source

ભારે દેખાતા હળવા ઇયરરીંગ લો

હવે તેને સલાહ તરીકે લો અથવા ટીપ સમજો! જરૂરી નથી કે દરેક ઇવેન્ટ માટે તમારે એકદમ ભારે ઇયરિંગ્સ જ પહેરવા જોઈએ. તમે ભારે દેખાતા હળવા ઇયરિંગ્સ પણ ખરીદી શકો છો અને તેને પહેરી શકો છો. તેવા ઇયરિંગ્સ ભારે દેખાઈ છે, પરંતુ હોતા નથી. એવા ઘણા ઝૂમખાં, ચાંદબાલી ( અનુષ્કાની જેમ સ્ટાઇલિશ ચાંદબાલી અને હુપ્સ પહેરો ) હુપ્સ અને ડૈગ્લર્સ તમને બજારમાં મળી જશે.

kanser for heavy earrings

Image Source

કાનસેરનો‌ પ્રયત્ન કરો

ઘણા ઇયરિંગ્સ, ખાસકરીને ભારે ઇયરિંગ્સમાં એક ચેન અથવા થ્રેડ ટાઈપ લટકણ હોય છે, જેને કાનસેર કહેવાય છે. હવે ભારે ઇયરિંગ્સનો વજન તમે ઓછો કરી શકતા નથી, પરંતુ તેને ચેન સાથે અટેચ કરી બેલેન્સ કરી શકો છો. આ ચેન તમારા વાળમાં લગાવાય છે, જેનાથી ભારે ઝૂમખાં નું વજન સંપૂર્ણ રીતે નીચેની તરફ પડતું નથી. તેનાથી તમારો દુખાવો ઓછો થાય છે અને તે ફેશનેબલ પણ લાગે છે. જો કોઈ ચેન તમારા ઇયરિંગ્સ સાથે જોડાયેલ ન હોય, તો તમે એક બનાવી શકો છો અને તેને તમારી ઇયરિંગ્સ સાથે જોડીને પહેરી શકો છો.

hoops earrings

Image Source

કાનને થોડો આરામ આપો

જો તમે કોઈ લગ્ન પ્રસંગમાં ભારે ઇયરિંગ્સ પહેરી રહ્યા છો તો તમારે સ્વાભાવિક રીતે તેને લાંબા સમય સુધી પહેરવી પડશે. પ્રયત્ન કરો કે તમે દર લગ્ન પ્રસંગમાં ભારે ઇયરિંગ્સ પહેરવાનું ટાળો. તમારા કાનને થોડો આરામ આપો, જેથી તે ભારે ઝૂમખાથી થતા અસહનીય દુખાવામાં તમને થોડી રાહત મળી શકે. તમે ઘણા ફંકશનમાં જો ઇયરિંગ્સ ટાળશો તો પણ તમને રાહત મળશે. તેમજ, જો ઇયરિંગ્સ પહેરી રહ્યા છો, તો પછી એવી બીજી કોઈ વસ્તુ પહેરવાનું ટાળો જે તમારો દુખાવો વધારે. તમે હુપ્સ વાળા હળવા ઇયરરીંગ પણ ટ્રાઇ કરી શકો છો.

આ ઘણી ટિપ્સ તમારા ઉપયોગમાં જરૂર આવશે. આ ઉપરાંત જો તમને કોઈ નવી ટ્રિકની જાણ છે, તો અમારું જ્ઞાન પણ વધારો અને ફેસબુક પર કૉમેન્ટ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment