પ્રેગનન્સી વખતે તુલસી ખાવાથી સંકોચાઈ જાય છે ગર્ભાશય? જાણો તેના ફાયદા અને ગેરફાયદાઓ વિશે ..

તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપુર હોઈ છે. આયુર્વેદમાં તો તે જડીબુટ્ટીનું કામ કરે છે. તુલસીનો છોડ દરેકના ઘરમાં હોવો જ જોઈએ. તેને ઘરે રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. શરદી-ઉધરસ અને કફ દૂર કરવામાં તુલસીને રામબાણ માનવામાં આવે છે. તેના થી કોઇ નુકસાન પણ થતુ નથી. આજે આપણે જાણીશું ગર્ભાવસ્થા દરમ્યાન તુલસી ખાવું યોગ્ય છે કે નહી ? આવો જાણીએ ..

ગર્ભવસ્થામાં તુલસીનું સેવન કરાય કે નહીં –

રોજ સવારે ખાલી પેટે તુલસીનું એક પાન ચાવવાથી માથાનો દુખાવો દૂર રહે છે. તાવમાં આરામ મળે છે. ગળુ ખરાબ હોય કે તેમા બળતરા થઇ રહ્યા હોય તો તે સમસ્યા પણ દૂર કરે છે. પરંતુ પ્રેગનેન્સીમાં તેનું સેવન કરવું જોઇએ કે નહીં. ઘણા લોકો કહે છે કે તેનું સેવન કરવું જોઇએ તો ઘણા લોકો કહે છે કે ગર્ભવતી મહિલાઓએ તુલસી ન ખાવી જોઇએ. આખરે શુ સત્ય છે તે જાણીએ…

તુલસી ખાવાના ફાયદા –

લોહી બનાવવા માટે –

તુલસીમાં રહેલા ફોલેટ શરીરમાં વધારે લોહી બનાવવામાં મદદ કરે છે. જેની પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જરૂરત હોય છે. પ્રેગનેન્સી દરમિયાન માતામાં લોહીની ઉણપ થઇ જાય તો માતા અને બાળક બન્ને માટે ખતરો વધી શકે છે. જોકે, તુલસીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણકે તુલસીના સેવનથી શરીરમાં લોહી વધારે પ્રમાણમાં બને છે.

બ્લડ ક્લોટિંગમાં મદદરૂપ –

તુલસીના પાનમાં વિટામીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે પ્રેગનેન્સી દરમિયાન ગર્ભમાં રહેલા બાળક માટે ફાયદાકારક હોય છે. વિટામીનના બ્લડ ક્લોટ બનાવે છે જેનાથી બ્લડ લોસનો ખતરો ઓછો થાય છે. સાથે જ પ્રેગનેન્ટ મહિલાઓને વધારે લોહીની જરૂરત હોય છે અને તુલસીના સેવનથી શરીરમાં બ્લડ સપ્લાઇ વધે છે. જેનાથી ભ્રુણના વિકાસમાં મદદ મળે છે.

એનીમિયા થવાથી રોકે છે –

તુલસીના પાન આયરનનો પણ બેસ્ટ સોર્સ છે અને આયપનના સેવનથી લોહીમાં હીમોગ્લોબિનનું સ્તર વધે છે. રેડ બ્લડ સેલ્સની સંખ્યા વધે છે. જેની પ્રેગનેન્સીમાં ખૂબ જરૂરત હોય છે. જોકે, તુલસીનું સેવન પ્રેગનેન્સી દરમિયાન એનીમિયા થવાનો ખતરો ખૂબ ઓછો થઇ જાય છે. સાથે જ તુલસીના સેવનથી એનર્જી પણ મળે છે. જેનાથી થાક લાગતો નથી.

તુલસી ખાવાના નુકસાન –

સંકોચાઇ જાય છે ગર્ભાશય –

તુલસીનું સેવન કરવાથી ઘણી વખત યુટ્રસ એટલે ગર્ભાશયમાં કોન્ટ્રેક્શન્સ એટલે સંકોચાઇ મરોડ આવવા લાગે છે. પરંતુ આ અંગે હાલ કોઇ પણ અભ્યાસમાં સ્પષ્ટતા સામે આવી નથી. કદાચ આજ કારણ છે કે ડોકટર્સ પ્રેગનેન્ટ મહિલાઓને તુલસીનું સેવન ન કરવાની સલાહ આપે છે.

Doctor talking to her male patient at office

સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યા –

તુલસીમાં યુજેનૉલ હોય છે જે કારણથી હાર્ટ રેટ વધી શકે છે. મોંમા ચાંદા પડી શકે છે. ચક્કર આવી શકે છે અને કદાચ આજ કારણથી પણ ડોક્ટર ગર્ભવતી મહિલાઓને તુલસીનું સેવન કરવાથી ઇન્કાર કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *