શું ઘી ખાવાથી ખરેખર વજન વધે છે? આ સાચું છે કે એક ખોટી માન્યતા?

આપણે રોજબરોજ ઘણી જાતનો ખોરાક લેતા હોઈએ છીએ. એમાં અમુક ચીજ માટેની ખોટી માન્યતા ફેલાઈ ગઈ હોય છે. ઘણા લોકો માને છે કે ઘી ખાવાથી વજન વધે છે અને ચરબીના થર જામે છે. તો આ બાબતમાં સત્ય શું છે એ જાણવા માટે આજનો લેખ વાંચવો જરૂરી છે.

વજન વધવાનું કે ઘટવાનું સાચું કારણ શું છે?

આપણે દરરોજ જે ખોરાક લઈએ છીએ એ જીવન જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે, આવું પણ કહી શકાય કે ખોરાક એ શરીર માટેનું ઇંધણ છે. ઈંઘણ જ્યાં સુધી મળતું રહે ત્યાં સુધી શરીર ચાલતું રહે. ખોરાકમાં રહેલી શક્તિથી શરીર કોઇપણ કાર્ય કરવા માટે ઉર્જા મળે છે.

વધતું વજન કે વજનનું ઉતરી જવું એ વ્યક્તિની લાઈફ સ્ટાઈલ પર આધાર રાખે છે. જો ખોરાક રેગ્લ્યુલર લેતા હોઈએ પણ આખા દિવસ દરમિયાન શરીરની શક્તિ વપરાય એવું કોઈ કામ રહેતું ન હોય તો વજન વધે એ એક સામાન્ય વાત છે. એવી રીતે જે ખોરાક લઈએ છીએ અને એમાંથી મળતી ઉર્જાના પ્રમાણમાં રૂટીન કામમાં વધુ ઉર્જા ખર્ચાઈ જતી હોય તો વજન ઘટી શકે છે.

શું ઘી ખાવાથી વજન વધે છે?

ઘી ની અંદર ફૉસ્ફોલિપિડ્સ હોય છે, જે શરીરને એક પ્રકારનું ઓઈલીંગ પુરૂ પાડે છે. ઉપરાંત ઘી માં ફેટ અને એક ટકા જેટલું મોસ્ચ્યુંરાઈઝર પણ હોય છે. ઓમેગા ૩ પણ ઘી ની અંદર હોય છે. ઘી માં રહેલું એમીનો એસીડ પાચનની ક્રિયા માટે સારૂ કામ કરે છે, એ શરીરની અંદરથી ગંદકી સાફ કરે છે.

ઘી ખાવાથી વજન વધે આ પ્રશ્નના જવાબમાં એક અગત્યની વાત એ પણ છે જે ઉપર દર્શાવી. જેમ કે ઘી ખાવાની આદત હોય તો એમાંથી મળતી એનર્જી રૂટીન કામમાં બર્ન થઇ જતી હશે તો વજન વધવાના ચાન્સ ઓછા છે બાકી ઘી જ નહીં કોઇપણ ખોરાક ખાવાથી વજન વધી શકે છે.

આશા છે કે આ માહિતી પસંદ આવી હશે. જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે પણ આ માહિતીને શેયર કરવાનું ભૂલશો નહીં.

“ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજ પર હંમેશા અવનવી અને મજેદાર પોસ્ટ આવતી રહે છે તો આ પેજને અત્યારે જ લાઈક કરી લો. તમામ જાણવા જેવી માહિતી મેળવો તમારા મોબાઈલ પર આંગળીના ટેરવે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *