શું વધારે સનસ્ક્રીન લગાવવાથી ત્વચા ખરાબ થઈ જાય છે? તો ચાલો જાણીએ સ્વસ્થ ત્વચા માટે કેટલુ સનસ્ક્રીન લગાવવું જોઈએ

Image Source

એક સ્વસ્થ સ્કિન કેર રૂટિન તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એવા ઘણા ઉત્પાદનો છે જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો. સનસ્ક્રીન તેમાનું એક છે. તે નુકશાનકારક સૂર્યના કિરણો સામે લડવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વના લક્ષણોને અટકાવે છે. વધારે સુરક્ષા માટે હંમેશા દર બે- ત્રણ કલાક પછી સનસ્ક્રીન લગાવવાની સલાહ આપવામાં આવે છે. તમારી ત્વચાને કોઈપણ પ્રકારના નુકશાનથી બચાવવા માટે તમારે ઘરની અંદર અને બહાર પણ સનસ્ક્રીન લગાવવુ જોઈએ, પરંતુ હવે સવાલ એ છે કે તમારે કેટલુ સનસ્ક્રીન લગાવવું જોઈએ? જો તમે સરખી માત્રામાં સનસ્ક્રીન નથી લગાવી રહ્યા તો તે તમારી ત્વચાની સરખી રક્ષા કરશે નહિ. તે જાણવા માટે અહી વાંચો કે તમારે હકીકતમાં કેટલી માત્રાની જરૂર છે.

ડૉ. ગીતિકા મિત્તલ ગુપ્તા એ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તમારે એક વખતમાં કેટલુ સનસ્ક્રીન લગાવવુ જોઈએ. ચેહરા માટે તમે એક સરળ નિયમનું પાલન કરી શકો છો. જે હાલના દિવસોમાં ટ્રેડિંગ કરી રહ્યું છે. જે ટુ ફીંગર રૂલ છે. ઉપાય માટે હાથની બે આંગળીઓના આધારે સનસ્ક્રીન ના બે ટીપા લો અને શરીરના બધા ભાગ પર લગાવો.” જે તમારા ચેહરા, ગળા અને કાન માટે પુરતુ છે. ન્યુનત્તમ એસપીએફ ૩૦-૫૦ દર બે થી ત્રણ કલાકે લાગુ પાડવું જોઈએ.

Image Source

ડૉ. ગુપ્તા કહે છે “ભલે વાદળ છવાયેલા હોય કે ઋતુ ઠંડી હોય અથવા તમે ઘરની અંદર બેઠા હોય, તમારે સનસ્ક્રીન લગાવવુ પડશે. તમારા ઉપકરણોમાંથી નીકળતા વાદળી કિરણો તમારી ત્વચા માટે પણ નુકશાનકારક હોય છે. વાદળી રંગના સંપર્કમા આવવાના લગભગ ૩ કલાક પછી અને સનસ્ક્રીન વગરના એક કલાક સૂર્યના નુકશાન બરાબર હોય છે.

જો તમારા માટે બે આંગળીનું સનસ્ક્રીન ખૂબ વધારે છે, તો તમે એક આંગળી સનસ્ક્રીન લગાવીને શરૂ કરી શકો છો, પરંતુ આ બાબતે તમારે તે યાદ રાખવું જોઈએ કે તેના ગુણ ઘટીને અડધા થઈ ગયા છે જેનો અર્થ છે કે તમારે દર અડધા કલાક પછી ફરીવાર લગાવવુ જોઈએ.

ત્વચાના નિષ્ણાંત એક સલાહ આપે છે કે તમારે તે નક્કી કરવું જોઈએ કે તમારું સનસ્ક્રીન યુવીએ અને યુવીબી કિરણો સામે રક્ષણ આપે છે.

જો તમે મેકઅપ લગાવી રહ્યા છો તો તમારા મેકઅપ ઉપર તેને લગાવવા માટે બ્યૂટી બ્લેન્ડરનો ઉપયોગ કરો અથવા સનસ્ક્રીન સ્પ્રેનો ઉપયોગ કરો. કેટલાક મેકઅપ ઉત્પાદનોમાં સનબ્લોક પણ હોય છે પરંતુ તમારે વધારે પડતા સ્તરો લાગુ કરવાનું ચૂકવવું જોઈએ નહી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *