શું તમારા મોંઘા આઉટફિટ ફાટી ગયા છે? તો આજે જ જાતે કરો આ રીતે તેને રફુ

Image Source

કપડામાં જો કાણું પડી જાય અથવા કટ લાગી જાય, તો ઘર પર તમે સરળતાથી તેને રફ કરી શકો છો. લેખ વાંચો અને રીત જાણો.

મોંઘા કપડાની યોગ્ય સંભાળ રાખવામાં ન આવે અથવા તો તેને બેદરકારીપૂર્વક પહેરવામાં આવે, તો તેનુ બગાડવું લગભગ નક્કી હોય છે. ખાસકરીને બેદરકારીપૂર્વક કપડા પહેરવાથી તે ફાટવાનું અને કાપવાનું જોખમ વધારે થાય છે. જો કોઈ મોંઘા અને નવા ડ્રેસમાં કટ અથવા હોલ થઈ જાય તો પછી પસ્તાવા સિવાય બીજું કંઈ બચતું નથી.

પરંતુ, કપડા ફાટવા અને તેમાં કાણા પડવા પર તેને રફ કરી શકાય છે. પરંતુ તેમાં પૈસા પણ ખૂબ વધારે ખર્ચ થઈ જાય છે અને એક નિશાન પણ રહી જાય છે. આવી સ્થિતિમાં, તમને ખૂબ વધારે દુઃખ થતું હશે. પરંતુ આજે અમે તમને એક એવી પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ઘરે જ સોય દોરા અને સિલાઈ મશીન વગર જ ફાટેલા કપડાને રફ કરી શકો છો.

વાસ્તવમાં, બજારમાં તમને કોઈપણ એવા સ્ટોર જ્યાં સિલાઈનો સામાન મળતો હશે, ત્યાંથી રિવિલ સિવિલ ટેપ મળી જશે. આ ટેપના માધ્યમથી તમે કપડામાં લાગેલા કટ અને કાણાને સરળતાથી છૂપાવી શકો છો. આજે અમે તમને આ ટેપ વિશે અને તેનો ઉપયોગ કરવાની રીત વિશે જણાવીશું.

Image Source

રિવિલ સિવિલ ટેપ શું છે?

રિવિલ સિવિલ ટેપ એક સફેદ રંગની ખૂબજ પાતળી ટેપ હોય છે. તેને ડબલ સાઈડ ટેપ, ફેબ્રિક ફ્યુજીંગ ટેપ અને ફેબ્રિક ટેપ પણ કેહવામાં આવે છે.બજારમાં આ ટેપ તમને 100 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીમાં મળી જશે. આ ટેપ સફેદ રંગની જ આવે છે અને તેમાં એક પ્રકારનું એડહેસિવ હોય છે, જેનાથી કપડાને ચોંટાડવામાં સરળતા રહે છે.

કેવી રીતે આ ટેપનો ઉપયોગ કરવો?

આ ટેપનો ઉપયોગ કરવો ખૂબજ સરળ છે. તમે આ સ્ટેપને ફોલોવ કરી આ ટેપના માધ્યમથી ફાટેલા કપડાને રફ કરી શકો છો –

  1. સૌથી પેહલા જે કપડાને રફ કરવાની છે, તેને પ્રેસ કરી લો જેનાથી તેની કરચલીઓ દૂર થઈ જશે. કરચલીઓ થવા પર કપડાને રફ કરવામાં સમસ્યા આવશે.
  2. હવે તમારે કપડાના રંગને મેચ કરતું કપડું લેવાનું છે. જો તમે બીજા રંગનુ કપડું લેશો તો રફ પછી તે અલગથી જોવા મળશે.
  3. મેચિંગ કલરના કપડાને તેટલું જ કાપો જેટલું મોટું કાણું તમારા કપડા પર જોવા મળી રહ્યું છે.
  4. જેટલુ મોટું કપડું તમે કાપ્યું છે, તેટલી જ મોટી ટેપ પણ કાપી લો. ( સિલાઈ કરતી વખતે આ ટિપ્સ અજમાવો )
  5. હવે તમે કપડાની પાછળની સાઈડ પર, જ્યાં કાણું છે ત્યાં પેહલા કપડાને રાખો અને પછી ઉપરથી ટેપને રાખી દો.
  6. ત્યારબાદ તમારે એક સુતરાઉ કાપડ રાખવાનું છે અને તેના પર હોટ પ્રેસ ચલાવવાનું છે.
  7. આ રીતે આઉટફીટમા જ્યાં કાણું છે, તે રફ થઈ જશે.

Image Source

આ ટેપનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

  • જો તમે પ્રિન્ટેડ ફેબ્રિક પર આ ટેપનો ઉપયોગ કરશો, તો તમને વધુ સારું પરિણામ જોવા મળશે.
  • તમે આ ટેપનો ઉપયોગ ફેબ્રિક પર તેવી જગ્યાએ કરો જ્યાં તે ઢીલું હોય. જો તમે એકદમ ફિટિંગ વાળા કપડા પર આ ટેપનો ઉપયોગ કરો છો, તો તમને ખેંચાણ જોવા મળશે.
  • ખૂબ ગરમ પ્રેસને કપડા પર ચલાવશો નહિ. તેમ કરવા પર તમને કપડા બળી પણ શકે છે.
  • જ્યારે પણ આ ટેપથી કપડા પર રફ કરો ત્યારે પેહલા ઉપરથી એક કોટનનું કપડું જરૂર રાખી લો નહિતર કપડામાં કાળાશ આવવા લાગશે.
  • ક્યારેય પણ કપડાની સીધી બાજુએ આ ટેપનો ઉપયોગ કરશો નહીં.
  • નેટ, સાટીન, શિફ્રોન અને જોર્જટ જેવા ફેબ્રિક પર પણ આ ટેપનો ઉપયોગ કરશો નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment