શું તમે શિયાળામાં તંદુરસ્ત રહેવા માંગો છો? તો રહ્યા બેસ્ટ ઘરેલુ ઉપાય

શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ઋતુ માનવામાં આવે છે. આ સમયે પાચન શક્તિ સારી રહે છે, ભુખ પણ સારી લાગે છે, ખાધેલું પીધેલું સારી રીતે પચી જાય છે, રાત લાંબી હોય છે જેમાં આરામ કરવાનો પણ પૂરતો સમય મળી જાય છે, જે પ્રકારે એક વ્યાપારી વ્યાપારના સિઝનમાં ખૂબ મહેનત કરીને પુરતુ ઘન ભેગુ કરી લે છે અને પછી વર્ષના બાકીના સમયમાં ઓછી કમાણી હોવા છતાં આરામથી જીવન ગુજારી શકે છે, તે પ્રકારે આપણે ઠંડી ઋતુમાં પૌષ્ટિક ખોરાક અને વ્યાયામ, યોગા વગેરે દ્વારા પૂરતા પ્રમાણમાં બળ અને ઊર્જા મેળવી લેવી જોઈએ, જેથી વર્ષ દરમિયાન તંદુરસ્ત રહી શકીએ.

શિયાળામાં આ વાતોનું ધ્યાન રાખવું:

Image by silviarita from Pixabay

પૌષ્ટિક ખોરાક લો-

આ સમયે પાચન શક્તિ ઝડપી હોય છે, ભૂખ્યા રહેવું નુકશાનકારક હોય છે. આ દરમિયાન ઘી, માખણ, અડદની દાળ, ગાજરનો હલવો, ગુંદીના લાડુ, તલના લાડુ, ચમનપ્રાશ, બદામ પાક, મગફળી, ગોળ પાપડી જેવી બળ અને શક્તિવર્ધક પદાર્થોનું સેવન સીમિત માત્રામાં કરવું શ્રેષ્ઠ હોય છે.

Image by Shiuli Debnath from Pixabay

સૂકામેવા ( ડ્રાઈ ફ્રૂટસ ) ખાઓ –

બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ, અખરોટ, મગફળી આ બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. વિટામિન, ખનીજ તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ તત્વોનો ભંડાર છે, તેનો શિયાળાની ઋતુમાં સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે સાથેજ દૂધ, દહીં, છાશનું નિયમિત સેવન શરીર માટે ઘણું લાભદાયક હોય છે, ઠંડી ઋતુમાં મકાઈ બાજરાની રોટલી, ઘી, માખણ, ગોળનું સેવન કરવું સ્વાદિષ્ટ અને ગુણકારી હોય છે.

 

Image by Shutterbug75 from Pixabay

મૌસમી ફળ અને લીલા શાકભાજી ખાઓ –

અનાનસ, આંબળા, સફરજન, સંતરા, જમરૂખ જેવા ફળ અને ગાજર, મૂળા, પાલક, શક્કરિયા, કોબી, ટામેટા, વટાણા જેવી શાકભાજીમાં વિટામિન, ખનીજ અને ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે, જેમાં આ ફળ અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

શારીરિક રૂપે સક્રિય રહેવું –

શિયાળાની ઋતુ દરમિયાન ભારે પદાર્થોનું સેવન વધારે કરવામાં આવે છે તથા રાત લાંબી હોવાને કારણે શરીરને આરામ પણ વધારે મળે છે, તેના લીધેથી શરીરનું વજન વધવાની પૂરી સમભાવના રહે છે, તેથી વ્યાયામ, યોગા વગેરેનો નિયમિત રૂપે અભ્યાસ કરવો જોઈએ. સવારે ઉઠીને પાર્કમાં ફરવા જાઓ, ઝડપી ડગલાથી ચાલો કે દોડ લગાવો, આ ઉપાયોથી શરીરમાંથી પરસેવાના રૂપમાં હાનિકારક તત્વ બહાર નીકળી આવે છે, શરીરમાં લોહીનું ભ્રમણ વધે છે, તન મન તંદુરસ્ત રહે છે તથા જરૂરતથી વધારે વજન પણ વધતું નથી અને શરીરની અંદરની શક્તિ નો વિકાસ થાય છે.

Image by andreas160578 from Pixabay

માલિશ કરો –

સવારે ભ્રમણથી આવ્યા પછી થઈ શકે તો થોડી વાર સૂર્યના તાપમા બેસીને સરસવ, બદામ વગેરેના તેલથી માલિશ કરો. સૂર્યના કિરણોથી વિટામિન ડી મળે છે જે હાડકાના મજબૂત અને તાકાત માટે ખૂબ જરૂરી હોય છે. માલિશથી સ્વાસ્થ્ય સુધરે છે, ત્વચાની સુંદરતા નિખરે છે ઠંડી ઋતુમાં વાતાવરણમા શુષ્કતા હોય છે જેમાં ત્વચા અને હોઠ ફાટવા લાગે છે, ત્વચા સૂકી થઈ જાય છે, માલિશ કરવાથી ત્વચામાં ચીકણાપણુ આવે છે, સ્નાયુઓ મજબૂત થાય છે, શરીરમાં લોહીનું ભ્રમણ નિયમિત રીતે ચાલે છે,શરીર સુંદર અને સુગંઠિત થઈ જાય છે. તેથી નિયમિત માલિશ જરૂર કરો.


Image by Anja🤗#helpinghands #solidarity#stays healthy🙏 from Pixabay

પાણી પીવામાં આળસ ન કરો –

શિયાળામાં મોટાભાગે લોકો પાણી પીવામાં આળસ કરે છે કે તેમ કહો કે તરસ જ ઓછી લાગે છે, જેનાથી શરીરમાં પાણી ઓછું થઈ જાય છે, ત્વચા ફાટવા લાગે છે, નબળાઈ આવી શકે છે, તેથી દિવસમાં ૭-૮ ગ્લાસ પાણી જરૂર પીઓ. શિયાળામાં ઇચ્છો તો પાણી ગરમ કરીને પી શકાય છે. મોટપણુ ઓછું કરવા માટે સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને એક ચમચી મધ નાખીને પીઓ.

વિવાહિત પુરુષ કરી શકે છે વાજીકરણ દ્રવ્યોનું સેવન –

આયુર્વેદમાં વિવાહિત સ્ત્રી પુરુષો હેતુ અનેક બળવર્ધક અને યૌન શક્તિ વર્ધક દ્રવ્યો વિશે જણાવવામાં આવ્યુ છે. જે કુદરતી તો છે જ સાથેજ યૌન જીવનને ખુશહાલ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે, વિશેષ રૂપે ઉંમર ની અસર અને અનેક બીમારીઓને કારણે થનારી નબળાઈમાં ખૂબ ફાયદાકારક છે, આયુર્વેદની જડ્ડી બુટીઓ જેમકે અશ્વગંધા, મુસલી , ગોખરુ, મુલેઠી,શિલાજીત, વિદારિકાંદ, બલા, અકરકરા વગેરેથી બનેલી ઔષધી યોગ જેવા ચમનપ્રાશ, મસુલી પાક, બદામ પાક, કૌચ પાક વગેરે વૈવાહિક જીવન સંબધી તકલીફોમાં ખૂબ ઉપયોગી છે.

Image by Jill Wellington from Pixabay

ઠંડી ઋતુમાં બીમારીઓથી બચી રહો –

શિયાળામાં ઠંડી વસ્તુ જેમકે આઈસક્રીમ, ઠંડા પીણા અને અને વાસી ભોજનનું સેવન ન કરો, વધારે ઠંડી હોય તો સારી રીતે ગરમ કપડા પહેરીને જ બહાર નીકળવું, વિશેષ રૂપે બાળકો, વૃદ્ધ લોકો અને સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખો, તાપમાન ઘટવાથી આ સમયે લોહી ઘાટુ થઈ જાય છે, તેથી ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર,અને હદયના દર્દીઓને વધારે સાવચેતી રાખવી જોઈએ.

Image by Anastasia Gepp from Pixabay

શરદી, તાવ, ઉધરસ થવા પર નિમ્ન ઘરેલુ ઉપાય કરી શકો છો-

  • એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી સુઠ પાવડર અને ચોથા ભાગની હળદર પાવડર નાખીને પીવાથી ગળા નો દુખાવો, ઉધરસ, તાવ શરદીમાં તરત આરામ મળે છે.
  • શરદી, તાવ અને નાક બંધ થઇ જાય તો મીઠાના પાણીના કોગળા કરો અથવા ગરમ પાણીમાં વીક્સ જેવી દવા કે કપુર નાખીને બાફ લેવો ખૂબ ફાયદાકારક છે.
  • વારંવાર તાવ આવવો , છીંક આવવી, નાક બંધ થવુ જો સતત થતું રહે તો સાઇનોસાઇટીસ, દમ, ટોનસી લાયટીસની સંભાવના વધી જાય છે અને ઇન્ફેક્શન કાનના પડદા સુધી પહોંચી જાય છે. જેનાથી જ્યાં સુધી અંગ્રેજી દવા ખાવાથી આરામ રહે છે, દવાઓ બંધ કરતાં જ સમસ્યા ફરીથી શરૂ થઈ જાય છે અથવા ડોક્ટર ઓપરેશન માટે બોલે છે. ઘણીવાર ઓપરેશન કર્યા પછી પણ સમસ્યા બીજીવાર શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં આયુર્વેદની દવાઓ લક્ષ્મી વિલાસ રસ, વસંત માલતી રસ, સિતોપલાદી ચૂર્ણ, કંટકારી અવલેહ, ગોજીગાનદી, ગોદંતી, ષડબિંદુ વગેરે દવાઓ ખૂબ ફાયદાકારક હોય છે, તેનું સેવન આયુર્વેદના ડોક્ટરની સલાહ લઈને જ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *