શું તમારે પોલ્કા ડોટ સ્ટાઈલને તમારા લુકનો હિસ્સો બનાવવો છે? તો આ ટોચની અભિનેત્રીઓના લુક પરથી તમે પ્રેરણા લઈ શકો છો

જો તમે પોલ્કાડોટ સ્ટાઈલને ઘણી અલગ અલગ રીતે પહેરવા માંગો છો, તો બોલિવુડની ટોચની અભિનેત્રીઓના લુક પરથી પ્રેરણા લઈ શકો છો.

Image Source

ફેશન જગતમાં સ્ટાઈલ બદલતી રહે છે અને દરેક બદલાતા વર્ષની સાથે આપણે આપણો વોર્ડરોબ અપડેટ કરીએ છીએ. પરંતુ કેટલીક સ્ટાઇલ અને ફેશન એવી હોય છે, જે ક્યારેય પણ ટ્રેન્ડ થી બહાર હોતા નથી અને આવી જ એક સ્ટાઈલ છે પોલ્કા ડોટ સ્ટાઈલ. આ એક એવી પેટન છે જેને છોકરીઓ મોટાભાગે પોતાના લૂકનો હિસ્સો બનાવે છે.

આમ તો ફક્ત સામાન્ય છોકરીઓ જ નહીં, પરંતુ બોલીવૂડની અભિનેત્રીઓને પણ પોલ્કા ડોટ સ્ટાઈલ રાખવી ગમે છે. એવામાં જો તમે એક જ પ્રકારના પોલ્કા ડોટ પહેરીને કંટાળી ગયા હોય કે પછી પોલ્કા ડોટ સ્ટાઈલની મદદથી તમારા લુકમાં કેટલાક બદલાવ કરવા માંગો છો તો એવામાં બોલિવૂડ અભિનેત્રીઓના વોર્ડરોબ માંથી આઈડિયા લઈ શકાય છે. તો ચાલો આજે અમે આ લેખમાં તમને બોલીવૂડ અભિનેત્રીઓની કેટલીક પોલ્કા ડોટ સ્ટાઈલ વિશે જણાવી રહ્યા છીએ જેને જોઈને તમે પણ તમારી સ્ટાઇલ અને વોર્ડરોબ અપડેટ કરી શકો છો.

અનુષ્કા શર્મા:

Image Source

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ જ્યારે પોતાની ગર્ભાવસ્થાના સમાચાર દુનિયા સાથે શેર કર્યા હતા, ત્યારે તેમણે પોલ્કા ડોટ આઉટફીટ જ પહેર્યા હતા. અનુષ્કાએ સફેદ પોલ્કા ડોટની ડિઝાઇનનું બનેલું બ્લેક કલરનું લાઇટવેટ આઉટફીટ પહેર્યું હતું. આ પોલ્કા ડોટ વ્હાઈટ અને બ્લેક આઉટ ફીટ સાથે અનુષ્કાએ નો મેકઅપ અને ઓપન હેર નો દેખાવ કર્યો હતો. તેમના ચેહરા નું સ્મિત તેમના દેખાવ ને ખૂબ જ સુંદર બનાવી રહ્યું હતું.

સોનાક્ષી સિંહા:

Image Source

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહ પોલ્કા ડોટ સ્ટાઈલને એક નહીં પરંતુ ઘણીવાર વહન કરી ચૂકી છે અને દર વખતે તેમનો લુક અલગ તેમજ ખાસ હોય છે. આ લુકમાં પણ સોનાક્ષી લાલ કલરનું આઉટ ફીટ પહેર્યું છે, જેના પર સફેદ કલરના મોટા પોલ્કા ડોટ ની ડિઝાઇન છે. આ આઉટફિટ સાથે સોનાક્ષી મેચિંગ બિગ ફેબ્રિક બેલ્ટ પણ પહેર્યો છે. આ આઉટફિટ નો લુક પફ સ્લિવ લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે.આ પોલ્કા ડોટ આઉટફિટ સાથે સોનાક્ષીએ ફ્લોર હીલ્સ સ્ટાઇલ કરી છે. તે જ સમયે, સોનાક્ષીએ મેકઅપને ખૂબ સરળ રાખ્યો છે અને વાળને સાઈડ પાર્ટિંગ ઓપન લુક આપ્યો છે.

સોનમ કપૂર:

Image Source

જો તમે કેઝ્યુઅલ માં પોલ્કા ડોટ સ્ટાઈલ પહેરવા માંગો છો, તો બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર ના આ લુક પરથી આઈડિયા લઈ શકો છો. આ લુકમાં સોનમે બ્લેક કલરનું જંપશુટ પહેર્યું છે, જેના પર બલ્બ સ્ટાઇલ ગોલ્ડન પોલ્કા ડોટ લુકને શામેલ કર્યો છે. આ વી નેક જંપશુટ ની સાથે સોનમે બ્લેક કલર ના શુઝ પહેર્યા છે. તેમજ આ સાથે સોનમે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ ને સ્ટાઇલ કરી છે.

સારા અલી ખાન:

Image Source

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને આ લૂકમાં કો – આર્ડ પોલ્કા ડોટ આઉટફીટ પહેર્યું છે. સારાએ વ્હાઈટ વી આકારના જેકેટની સાથે શોર્ટ્સ પહેર્યું છે. આ જેકેટ અને શોર્ટ્સ માં બ્લેક પોલ્કા ડોટ સ્ટાઈલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ આઉટફીટ સાથે સારાએ મલ્ટી કલરનો બેલ્ટ પહેર્યો છે. તેમજ ફૂટવેર માં સારાએ યલો અને બ્લેક પવાઇન્ટેડ પમ્પસ પહેર્યા છે. સારાએ મેકઅપ ખૂબ જ હળવો રાખ્યો છે અને વાળને મિડલ પાર્ટિંગ ઓપન વેવ્સ લુક આપ્યો છે.

તમને કઈ બોલિવૂડ અભિનેત્રીનો પોલ્કા ડોટ લુક સૌથી સારો લાગ્યો, તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવો. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો તેમજ આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *