શું તમે બજાર જેવા જ સ્વાદિષ્ટ અને ક્રંચી ઢોસા બનાવવા ઇચ્છો છો!!! તો આ ટિપ્સ અજમાવો

Image Source

સાઉથ ઇન્ડિયન ભોજનમાં ઢોસા દરેક લોકોને પસંદ હોય છે. તેમજ ઢોસાને દરેક લોકો અલગ-અલગ રીતે બનાવે છે. જો સાઉથમાં જોવામાં આવે તો તેને બનાવવાની અલગ જ રીત છે. પરંતુ આ બધાની વચ્ચે ઢોસાનો સ્વાદ અને ટેક્સચર એક જેવોજ હોય છે. જોકે, કેટલાક લોકોની સમસ્યા હોય છે કે ઢોસા ક્રંચી બનતા નથી. તેની પાછળ ઘણા બધા કારણ હોઇ શકે છે. જો ઢોસા ક્રંચી બનતા નથી તો તેનો અર્થ એ છે કે બેટરમાં કઈક ઉણપ છે. તો ચાલો જાણીએ ઢોસા બનાવવાની ટીપ્સ વિશે.

1. ઢોસાનું બેટર જો તમે ઘરે બનાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે દાળ ચોખા ને પીસતી વખતે તેમાં એક મુઠ્ઠી પૌવા મિક્સ કરો. તેને ઉમેરવાથી જ્યારે તમે ઢોસા બનાવશો ત્યારે તે ક્રંચી બનશે. આ ઉપરાંત ઢોસાનો કલર પીળા રંગનો ઈચ્છો છો તો બેટરમાં મેથીની પેસ્ટ પણ ઉમેરી શકો છો.

Image Source

2. ઢોસાનું બેટર બનાવતી વખતે તમે તેમાં રવો મિક્સ કરી શકો છો. આ બેટરનો સરખી રીતે આથો આવી જાય તો ઢોસા બનાવતા પેહલા એક કપ રવો, મેંદો અને થોડો ચણાનો લોટનું મિશ્રણ તૈયાર કરો અને તેને બેટરમા મિક્સ કરી દો. તમે ઇચ્છો તો બેટરની માત્રાનું ધ્યાન રાખીને મિશ્રણ તૈયાર કરી શકો છો.

3. ઢોસાનું બેટર બનાવવા માટે અડદ, ચણાની દાળ, મેથીના દાણા અને ચોખાને એક સરખી માત્રામાં મિક્સ કરવામાં આવે છે. તેમજ બેટર બનાવવા માટે જ્યારે તમે પાણી મિકસ કરો ત્યારે ધ્યાન રાખો કે બેટર વધારે પાતળું ન થાય, તેથી પાણી ધીમે ધીમે મિક્સ કરો.

4. બેટરમાં આથો લાવવા માટે તેને ઓછામાં ઓછી 8 થી 9 કલાક ઢાંકીને રાખો. કોઈ ગરમ જગ્યા પર રાખવાનો પ્રયત્ન કરો.

5. ઢોસા બનાવતી વખતે તવાને જ્યારે સાફ કરો ત્યારે ધ્યાન રાખો કે તમે કપડાનો નહિ પરંતુ કાપેલા કાંદાનો ઉપયોગ કરો. તેનાથી ઢોંસામાં એક અલગ જ સ્વાદ આવે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *