શું તમારે 50 વર્ષની ઉંમર પછી પણ વાળની સુંદરતા જાળવી રાખવી છે?? તો ફોલો કરો આ ટિપ્સ

Image Source

જો તમે 50 વર્ષની ઉંમર પછી પણ વાળની સુંદરતા જાળવી રાખવા ઈચ્છો તો તો અહીં જણાવેલ નિષ્ણાતની હેર કેર ટિપ્સ ફોલો કરી શકો છો.

ઘણીવાર જોવામાં આવે છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ લોકો પોતાની ત્વચાનું ધ્યાન તો સારી રીતે રાખે છે પરંતુ પોતાના વાળની સંભાળ રાખવાનું ઓછું કરી દે છે. ખાસ કરીને 50 વર્ષની ઉંમરે, જ્યારે વાળને વધુ કાળજીની જરૂર હોય ત્યારે થોડી બેદરકારી પણ તમારા વાળ ખરવાનું કારણ બની શકે છે. 50 વર્ષની ઉંમર પછી જવાબદારીઓ તો વધી જાય છે અને સાથે તણાવને કારણે વાળ ખરવાનું પણ વધી જાય છે.

આ તમામ પરિબળો વાળની સુંદરતા છીનવી લે છે અને તમારા ઇચ્છવા છતાં પણ કાયમી સુંદરતા જાળવી શકતા નથી. આ ઉંમરે વાળની સંભાળ કઇ ખાસ પ્રકારે કરવી જોઈએ જેથી તેની ચમક જાળવી શકાય. જાણીતા કોસ્મેટોલોજિસ્ટ એસ્થેટિશિયન તેમજ આલ્પ્સ બ્યુટી ક્લિનિક અને એકેડેમીની ફાઉન્ડર ડાયરેક્ટર, ભારતી તનેજા પાસેથી જાણીએ કે, 50 વર્ષથી વધુ ઉંમરે કઈ રીતે તમારા વાળની કાળજી કરવી જોઈએ જેથી વાળને ચમકદાર અને હેલ્ધી બનાવી રખાય.

Image Source

રેગ્યુલર મસાજ જરૂરી છે

ભારતી તનેજાજી જણાવે છે કે પચાસ વર્ષની ઉંમર સુધી પહોંચતા દૈનિક સ્ટાઇલ અને કેમિકલ્સના ઉપયોગથી આપણા બધા નવા શુષ્ક થઈ જાય છે, આવી સ્થિતિમાં તેની ચમક પાછી લાવવા માટે અને તેને કોશિશ કરવા માટે કેટલાક ચમત્કારી ઓઇલ જેવા કે આર્ગન ઓઇલ અથવા મેકાડેમિયા ઓઈલનો ઉપયોગ ખૂબ સારું હોય છે. હા તેલ વાળને ઊંડેથી પોષણ આપવાની સાથે સાથે તેને મજબૂતી તેમજ ચમક પણ પ્રદાન કરે છે. જે વધતી ઉંમરે પણ વાળને પોષણ આપવામાં મદદ કરે છે. આ તેલ સરળતાથી સંપૂર્ણ વાળમાં ફેલાય છે તેથી તેના થોડા ટીપા વાળને પોષણ આપવા માટે પૂરતા છે. આ તેલનો ઉપયોગ કરવા માટે તેના થોડા ટીપા આંગળીઓ પર ઘસો અને પછી તેને સંપૂર્ણ વાળમાં કોમ્બીંગ સ્ટાઇલ કરતા ફેરવો. તેલને ખોપરી ઉપરની ચામડીમાં સારી રીતે શોષી લેવા દો.

Image Source

શેમ્પૂ પછી પોષણ

પચાસની ઉંમર પછી વાળને વધારે પોષણ આપવું જરૂરી છે. શેમ્પુ પછી તમારી ખોપરી ઉપરની ચામડી ને પોષણ માટે હેર ટોનિકથી મસાજ કરો. હેર ટોનિક વોટર ફોર્મમાં હોય છે અને તેમની અંદર હર્બ કોન્સનટ્રેટિવ ફોર્મમાં હોય છે. જેના કારણે તે મૂળમાં ઊંડે સુધી શોષાય જાય છે અને ખોપરી ઉપરની ચામડી ને ઑયલી કર્યા વગર પોષણ આપે છે. જ્યારે વાળની સંપૂર્ણ પાણી પોષણ મળે છે તો તેની ચમક પણ જળવાઈ રહે છે અને ખરતા પણ ઓછા થઈ જાય છે.

Image Source

હોમમેડ પેક ટ્રાય કરો

ભારતી જી જણાવે છે કે વાળની યોગ્ય સંભાળ માટે અઠવાડિયામાં એક વાર ઘરેલુ હેર પેકનો ઉપયોગ કરવો એ એક યોગ્ય વિકલ્પ છે. તે માટે અરીઠા, આમળા અને શિકાકાઈ ને ચોથા ભાગના પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે આ પાણી ને ઉકાળો અને જ્યારે આ પાણી ઉકાળીને ચોથા ભાગ જેટલું રહે ત્યારે તેમાં ઈંડા અને એલોવેરા જેલ ભેળવો અને વાળમાં હેરપેક ની જેમ લગાવો. લગભગ એક કલાક પછી વાળને સાદા પાણીથી ધોઈ લો. આપ એક માં રહેલા અરીઠા, આમળા અને શિકાકાઈ થી વાળ ખરતા ઓછા થશે અને વાળનો ગ્રોથ પણ વધશે. આ ઉપરાંત ઈંડામાં રહેલા પ્રોટીન્સ વાળને પોષણ મળશે સાથે જ વાળને નેચરલ રીતે કન્ડિશનર કરશે. એલોવેરા જેલ ખોપરી ઉપરની ચામડી ની શુષ્કતા ઘટાડે છે જેનાથી વાળમાં ખોડો ઓછો થઈ જાય છે અને વાળની ચમક જળવાઈ રહે છે.

ડાયટ સોલ્યુશન

પચાસ વર્ષની ઉંમર પછી તમારા ડાયટની સીધી અસર તમારા વાળ પર પડે છે અને યોગ્ય ડાયટ કે પોષણની ઉણપના લીધે વાળ ઝડપથી ખરવા માંડે છે. વાળ હાર્ડ પ્રોટીન એટલે કે કેરાટીનથી બને છે, તેની પૂર્તિ માટે તમારા ભોજનમાં દૂધ, દહીં, અંકુરિત અનાજ, લીલા શાકભાજી તેમજ શક્ય હોય તો ઈંડા અને માછલી નો સમાવેશ કરવો. આ ઉપરાંત ડાયટમાં વિટામિન એ, સી તેમજ ઇ ની માત્રા પણ વધારો. વિટામીન એ વાળને પોષણ આપવામાં મદદ કરે છે, વિટામીન સી તેને ચમક પ્રદાન કરે છે અને વિટામિન ઈ થી વાળનો ગ્રોથ સારો થાય છે જેનાથી વાળની સુંદરતા જળવાઇ રહે છે.

ભારતી તનેજાજીની આ બધી ટીપ્સ 50 વર્ષની ઉંમર પછી પણ તમારા વાળની ​​ચમક સાથે સુંદરતા જાળવવામાં મદદ કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment