શું તમારા નાકને તમે સુંદર શેપમાં લાવવા ઈચ્છો છો? તો તેના માટે આ ૭ વ્યાયામ કરો.

 

Image Source

ચહેરાની સુંદરતા વધારવામાં નાકની ભૂમિકા પણ મહત્વની હોય છે. સુંદર નાક દરેક લોકોનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કરી લે છે. આ કારણ છે કે કેટલાક એક્ટર સર્જરીની મદદ લઈને તેમના નાકને સુંદર બનાવીને આકાર આપે છે અને તેને પાતળું બતાવવા ઈચ્છે છે. તેમના સુંદર નાકને જોઈને ક્યારેક તો મનમાં તે સવાલ જરૂર થાય છે કે નાકને સુંદર કેવી રીતે બનાવવું. આ વાતને ધ્યાનમાં રાખીને અમે ફક્ત ગુજરાતીના આ લેખમાં તમને જણાવી રહ્યા છીએ કે નાકને શેપમાં કેવી રીતે લાવવું.

લેખની શરૂઆત કરીએ નાકને શેપમાં લાવવા માટે કસરતની જાણકારી સાથે.

નાકને શેપમાં લાવવા માટેની કસરત -:

અહીં અમે તમને નાકને શેપમાં લાવવાના ઘણા પ્રકારના વ્યાયામ જણાવી રહ્યા છીએ. જી હા, નાકને શેપમાં લાવવા માટે નિયમિત રૂપે થતી કેટલીક કસરત અજમાવીને એક ઉત્તમ શેપનું નાક મેળવી શકો છો. તો ચાલો જાણીએ નાકને શેપમાં કેવી રીતે લાવવુ –

૧. નોઝ શેપીંગ -:

આ વ્યાયામ તે સ્ત્રીઓ માટે છે, જે હંમેશા તેમના નાકનો આકાર જોઈને દુઃખી થાય છે. જો નિયમિત રૂપે નાકને શેપમાં લાવવા માટે કસરત કરશો તો તેને શેપમાં આવવાની સંભાવના વધી શકે છે.

કેવી રીતે કરવું -:

 • સૌથી પહેલા યોગ મેટ પર આરામથી બેસી જાઓ અને કમર સીધી રાખો.
 • ત્યારબાદ લાંબો શ્વાસ લો અને છોડો.
 • હવે ફરીથી ઊંડો શ્વાસ લો અને તમારા બંને હાથની તર્જની આંગળીઓ એટલે અંગૂઠાની સાથેની આંગળીઓથી નાકને એકબાજુથી હળવું દબાવો.
 • ત્યારબાદ બળપૂર્વક નાકથી શ્વાસ છોડો.
 • તે વાતનું ધ્યાન રહે કે શ્વાસ વધારે જોરથી છોડવાનો નથી.
 • આ વ્યાયામને ક્ષમતામુજબ ૧૦ વાર કરો.

૨. નોઝ શોર્ટનિંગ -:

આ ઘણો સરળ વ્યાયામ છે, જેને કોઈપણ સમયે ગમે ત્યારે કરી શકાય છે. તેનાથી ન ફકત નાક શેપમાં આવી શકે છે, પરંતુ કાર્ટીબેજ ( નરમ અને મુલાયમ ટિશ્યુ ) ના નુકશાનથી બચવામાં પણ મદદ મળી શકે છે.

કેવી રીતે કરવુ -:

 • કોઈ સ્વચ્છ જગ્યા પર યોગ મેટ અથવા ચાદર પાથરીને બેસી જાઓ અને કમર સીધી રાખો.
 • પછી તમારી તર્જની આંગળીથી નાકની ટીપ એટલે નાકની ટોચ પર થોડું દબાણ આપો.
 • હવે આંગળીના માધ્યમે પેહલા નાકને નીચેની બાજુ અને પછી ઉપરની તરફ લઈ જાઓ.
 • શ્રેષ્ઠ પરિણામ માટે દિવસમાં જેટલી વાર ઇચ્છો ત્યાં સુધી આ વ્યાયામ કરી શકો છો.

૩. નોઝ સ્ટ્રેટનિંગ -:

નાકને સીધું કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ વ્યાયામ હોઈ શકે છે. નાના સ્મિત સાથે કરવામાં આવતા આ વ્યાયામ નાકને શ્રેષ્ઠ બનાવીને શેપ આપી શકે છે.

કેવી રીતે કરવું -:

 • તેના માટે હસો અને પછી આંગળીઓની મદદથી તમારા નાકને ઉપર ઉઠાવો.
 • આ પ્રક્રિયા નાકના કિનારાના સ્નાયુઓને નિર્માણમાં મદદ કરશે.
 • ઉત્તમ પરિણામ માટે દરરોજ આ પ્રક્રિયાને ૨૦ થી ૩૦ વાર કરો.

૪. શ્વાસ લેવાની કસરત -:

નાકને શેપમાં લાવવા માટે કસરતમાં શ્વાસ સંબંધી આસન ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ કસરત ફકત શરીર માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે નાકને પણ શ્રેષ્ઠ આકાર આપવામાં મદદ કરી શકે છે.

કેવી રીતે કરવું -:

 • ડાબા હાથના અંગુઠાથી તમારી ડાબી નાસિકાને બંધ કરો અને જમણી નાસિકાથી ઉંડો શ્વાસ લો.
 • હવે તમારા ડાબા હાથની વચ્ચે આંગળીથી જમણી નાસિકને બંધ કરો અને જમણા હાથના અંગુઠાને હટાવી ડાબી નાસિકાથી શ્વાસ છોડો.
 • ફરી ડાબી નાસિકાથી ઉંડો શ્વાસ લો અને પછી જમણી નાસિકાથી શ્વાસ છોડો.
 • આ રીતે આ બ્રિથીંગ કસરતનું એક ચક્ર પૂરું થાય છે.
 • તેમ દરરોજ ૧૦-૧૨ વાર કરી શકાય છે.

૫. નોઝ વિગલિંગ ( નાકને લચીલું કરવાની ) કસરત -:

આ યોગ નાકને શેપ આપવા કરતાં વધારે સ્નાયુઓ માટે ફાયદાકારક હોય છે. તે નિશ્ચિત રૂપે નાકના સ્નાયુઓને મજબૂત બનાવે, જેનાથી નાકના આકારમાં સુધારો થઈ શકે છે.

કેવી રીતે કરવું -:

 • તમારા ચેહરાને સ્થિર રાખીને તમારા નાકને તમારી આંગળીઓથી પકડી ધીમે ધીમે હલાવો.
 • શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આમ દિવસમાં થોડી વાર કરી શકાય છે.

૬. નોઝ મસાજ -:

શ્વાસના યોગની જેમજ નાકના માલિશના પણ ઘણા ફાયદા છે. તેનાથી કોઈપણ પ્રકારના માથાના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે અને નાક પણ આકારમાં આવી શકે છે.

કેવી રીતે કરવો -:

 • તેના માટે તમારા નાકના દરેક ભાગને માલિશ કરવો પડશે. સૌથી પહેલા નાકના ઉપરના ભાગને માલિશ કરો, પછી નીચેના ભાગને માલિશ કરો.
 • માલિશ કરવા માટે થોડા ટીપા નારિયેળ અથવા જૈતુનનું તેલ પણ લઈ શકો છો.
 • માલિશ કરતી વખતે તમારી આંગળીઓને ગોળાકાર દિશામાં ફેરવો.
 • દિવસમાં થોડી વાર આ યોગ કરી શકાય છે.

૭. સ્માઇલ લાઈનને દૂર કરવા માટે યોગા -:

ઉંમરની સાથે સ્માઇલ લાઈન વધારે ઘાટી થઈ જાય છે, જે જોવામાં ખરાબ લાગે છે. તેને દૂર કરવા માટે પણ યોગ કરી શકો છો.

કેવી રીતે કરવો -:

 • તેના માટે પેહલા તમારા મોઢાને ફુલાવી લો અને મોઢાના દરેક ભાગમાં હવાને ફેરવો. દરેક ભાગમાં હવા પાંચ સેકન્ડ માટે રાખો.
 • ત્યારબાદ મોઢું ખોલીને હવા છોડી શકો છો.
 • શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આ પ્રક્રિયાને દરરોજ કરવી.

Image Source

નોંધ-:

 • નોઝ શેપિંગ કસરતને લઈને અત્યાર સુધી કોઈ શોધ ઉપલબ્ધ નથી. લેખમાં આપવામાં આવેલ જાણકારી લોકોના અનુભવના આધાર પર આપવામાં આવી છે.
 • અહી અમે જણાવી રહ્યા છીએ નાકને શેપમાં લાવવા માટે યોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Image Source

નાકને આકારમાં લાવવા માટે કેટલીક સાવચેતીઓ -:

નાકને આકારમાં લાવવા માટે કસરતની સાથેજ કેટલીક સાવચેતીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ શું છે તે સાવચેતીઓ…

 • જો નાક બંધ છે, તો જણાવેલા યોગ કરવા નહિ.
 • નાક વહેતુ હોય તો તેને ટાળવું જોઈએ.
 • નાકની સર્જરી કરવામાં આવી હોય,તો આમાંથી એકપણ કસરત કરવી નહિ.
 • નાક નાનુ કરવાની રીત અજમાવ્યા પેહલા ડોકટરની સલાહ જરૂર લો.
 • યોગ્ય રીતે કરવામાં આવતા યોગા જ ફાયદાકારક થઈ શકે છે, તેથી યોગ કરતા પેહલા પૂરી જાણકારી લો અને યોગ કરતી વખતે કોઈપણ બેદરકારી ન કરવી.

આ લેખને વાંચ્યા પછી અમે આશા રાખીએ છીએ કે નાકને લાંબુ કેવી રીતે કરવું અને નાક પાતળુ કરવાના ઉપાય શું છે, જેવા સવાલના જવાબ તમને મળી ગયા હશે. આ લેખના માધ્યમ દ્વારા અમે નાકને પાતળુ કેવી રીતે કરવું, તે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. લેખમાં જણાવવામાં આવેલ નાકને પાતળુ કરવાની રીત અપનાવીને તમે એક સુંદર નાક મેળવી શકો છો. ધ્યાન રહે કે પરિણામ આવવામાં સમય લાગી શકે છે, તેથી સમય જરૂર આપો. સાથેજ આ નોઝ શેપિંગ કસરત કરવાથી પેહલા ડોકટરની સલાહ પણ જરૂર લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *