શું તમે ઉનાળામાં કુલ ત્વચા મેળવવા ઇચ્છો છો?? તો ટ્રાય કરો આ 10 નુસખા

તપતી ગરમીની ઋતુમાં સારસંભાળ રાખવી એટલી સરળ નથી હોતી. આ ઋતુમાં ત્વચા ખૂબ જલ્દી બળે અને મૂર્જાય છે. અમે તમને એવા 10 ઘરેલુ ઉપાય જણાવીએ છીએ જે ઉનાળામાં તમારી ત્વચાની સંભાળ રાખશે.

1.જાયફળને પાણીમાં કે દૂધમાં ઘસીને કરચલીઓ પર લગાવો.

2.હળદરનું ચૂર્ણ, ચણાનો લોટ તથા મુલતાની માટી સમાન માત્રામાં ભેળવી પાણીમાં ઘોળીને પેસ્ટ બનાવો તથા આ પેસ્ટથી કરચલીઓ પર લેપ કરો. અડધો કલાક પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.

3.એલોવેરા એટલે કે કુંવારપાઠું ગાયના દૂધમાં ભેળવી કરચલીઓ પર લેપ કરો. આ લેપ લગાવ્યા પછી અડધો કલાક રહેવા દો. ત્યારબાદ હૂંફાળા પાણીથી સાફ કરી લો. આ ઉપરાંત ચંદન વગેરેના લેપનો પણ ઉપયોગ કરી શકાય છે.

4.ત્વચાને સુંદર અને તરોતાજા બનાવી રાખવા માટેનું સૌથી ખાસ માધ્યમ આપણો ખોરાક પણ છે. તેથી ખાટો, નમકીન, તીખો, ગરમ, ભારે, લાંબા ગાળે પાચન થતાં, પિત કુપિત કરનારા, મસાલેદાર પદાર્થોનું સેવન બંધ કરવું.

5.પાણી ભરપુર પીવું અને અન્ય તરલ પદાર્થો નું સેવન કરતાં રહેવું. તેનાથી તમારું લોહી સાફ રહેશે અને શરીરમાંથી હાનિકારક તત્વો બહાર નીકળી જશે, જેનાથી ત્વચાની અંદરથી સફાઈ થશે.

6.કાકડીને પીસીને ચહેરા પર લગાવો અને થોડા સમય સુધી રહ્યા પછી મસાજ કરો. થોડા જ દિવસોમાં કરચલીઓ દૂર થઈ જશે અને ત્વચા સાફ દેખાશે.

7.સવારે ભૂખ્યા પેટે એક તાજો મૂળો અને તેના કોમળ પાન ચાવો. થોડો મૂળો પીસીને ચહેરા પર ઘસો. આ બંને પ્રયોગ એક સાથે એક મહિના સુધી કરો તેમજ ફરક જુઓ.

8.આદુને પીસીને કરચલીઓ પર લેપ કરો તેમજ એક બે કલાક રહેવા દો. નહાતી વખતે તેને હળવા હાથેથી કાઢતા જાઓ, ત્યાર પછી નારિયેળનું તેલ લગાવી લો. થોડા દિવસ આ રીતે કરવાથી કરચલીઓ દૂર થાય છે.

9.ડુંગળીના બીજ પીસીને મધ સાથે ભેળવીને ચહેરા પર લગાવી ધીમે ધીમે ઘસો. બે ત્રણ દિવસ આ ક્રિયા પુનરાવર્તિત કરતા રહો, તેનાથી કરચલીઓ દૂર થશે અને ત્વચાની કાંતિ પાછી આવશે.

10. 15 ગરમ હળદર ચૂર્ણને વડ કે આંકડા કે પીપળના દૂધમાં ભેળવીને બાંધી લો. રાત્રે સૂતી વખતે ચહેરા પર તેનો લેપ કરો તથા સવારે ચહેરો ધોઈ લો. થોડા દિવસો આવૃત કરવાથી કરચલીઓ દૂર થઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment