શું તમે બેબી સોફ્ટ ત્વચા મેળવવા ઈચ્છો છો???? તો નાહવાના પાણીમાં ઉમેરો આ વસ્તુઓ

Image Source

ઘણા લોકો એવા હોય છે જે થાક દૂર કરવા, તણાવ ઓછો કરવા અને મૂડ ફ્રેશ કરવા માટે મોડે સુધી સ્નાન કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે સ્નાના પાણીમાં કેટલીક કુદરતી વસ્તુઓને પણ ઉમેરો છો તો તે તમારી સમસ્યાને દૂર કરવાની સાથે ત્વચાને પણ બેબી સોફ્ટ બનાવવામાં તમારી મદદ કરી શકે છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે એવી કઈ વસ્તુ છે જેને પાણીમાં ઉમેરી સ્નાન કરી શકાય છે? તો ચાલો જાણીએ તેના વિશે.

શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે આ બાથ ટાઇપની મદદ લઈ શકો છો

ઓલિવ ઓઈલ

સ્નાન કરતા પેહલા તમારા બાથટબ અથવા ડોલમાં બે મોટી ચમચી ઓલિવ ઓઈલ નાખો. ત્યારબાદ બે મિનિટ માટે તેને તેમજ રેહવા દો. પછી તમારા શરીર પર ધીમે ધીમે નાખો. જેનાથી તમારું શરીર ઓઈલને સરખી રીતે શોષી શકે. આ પાણીથી સ્નાન કરવા પર તણાવ અને થાક તો દૂર થાય જ છે સાથેજ તમારી ત્વચા પણ ઉંડાણથી મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ થશે.

ટી ટ્રી ઓઈલ

સ્નાન કરવાના પાણીમાં ટી ટ્રી ઓઈલના કેટલાક ટીપા પણ મિક્સ કરી શકો છો. આ પાણીમાં સ્નાન કરવાથી તમને થાક અને તણાવથી તો છુટકારો મળશે જ, સાથેજ ત્વચા પર થતી બળતરા, ખંજવાળ અને ખોડા જેવી વસ્તુઓથી પણ તમને રાહત મળશે. ત્વચાને મુલાયમ બનાવવામાં પણ આ ઓઈલ તમારી મદદ કરશે. જેનાથી ત્વચાની શુષ્કતા દૂર થશે અને ત્વચા મોઇશ્ચરાઇઝ થઈ શકે.

કોકોનેટ ઓઈલ

કોકોનટ ઓઇલને પાણીમાં ઉમેરી સ્નાન કરવાથી ત્વચા મોઇશ્ચરાઇઝ થાય છે, જેનાથી સ્કિનમાં મુલાયમતા આવે છે. તેની સાથેજ તમારા શરીર પર રહેલા હાનિકારક બેક્ટેરિયાને પણ દૂર કરે છે. ત્વચાની શુષ્કતા, બળતરા અને ખંજવાળની સમસ્યાને દૂર કરવામાં પણ આ પાણી ઘણું મદદરૂપ છે.

ઓટ્સ

સ્નાન કરવાના પાણીમાં ઓટ્સ એટલે કે દલિયા ઉમેરવાથી ત્વચાની મુલાયમતા તો વધે જ છે. સાથેજ તે મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. આ પાણીને થોડું થોડું શરીર પર નાખી, તેને ત્વચા પર ધસવું જોઈએ. તેનાથી પિગમેંટેશન અને ત્વચ પરનું એક્સ્ટ્રા ઓઇલ પણ નીકળવા લાગે છે.

સિંધવ મીઠું

સિંધવ મીઠાનો ઉપયોગ પણ સ્નાન માટે લઈ શકાય છે. મીઠા ને સ્નાન કરવાના પાણીમાં ઉમેરવાથી થાક અને તણાવ તો દૂર થાય જ છે, સાથેજ ત્વચામાં મુલાયમતા આવે છે. આ પાણીમાં સ્નાન કરવાથી સ્નાયુઓમાં થતા દુખાવાથી પણ રાહત મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment