શું તમે બળી ગયેલા દૂધના વાસણને સરળતાથી સાફ કરવા ઈચ્છો છો??? તો અજમાવો આ ટિપ્સ

Image Source

જો દૂધ ઉકાળતી વખતે તમારા વાસણમાં દૂધ બળી જાય છે, તો તેને અહીં જણાવેલી કેટલીક સરળ ટિપ્સથી સાફ કરી શકાય છે.

ઘણીવાર ધ્યાન ન આપવાને કારણે અથવા ઉતાવળને લીધે દૂધ ઉકાળતી વખતે વાસણમાં દૂધ બળી જાય છે તેના કારણે દૂધનું વાસણ સંપૂર્ણપણે ખરાબ થઈ જાય છે. બળેલા દૂધની વાસ દૂર કરવી જેટલી મુશ્કેલ છે તેનાથી વધારે મુશ્કેલ કામ બળેલા દૂધના ડાઘ દૂર કરવાનું છે. વાસણમાં જામેલા બળી ગયેલા દૂધનું સ્તર એટલું જાડું છે કે આપણી સખત મહેનત છતાં તેને સાફ કરવું મુશ્કેલ બની જાય છે.

જો આપણે કોઈ ચમચી કે અણીવાળા સાધનથી સાફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો તે વાસણ ખરાબ કરી શકે છે. તેથી, ચમક જાળવી રાખતા દૂધના બળી ગયેલા વાસણને કેટલીક સરળ રીત મિનિટોમાં સાફ કરી શકાય છે. ચાલો જાણીએ તે ટિપ્સ શું છે.

Image Source

મીઠાનો ઉપયોગ

બળેલા દૂધને વાસણમાંથી દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ એ એક ઉત્તમ રીત છે. તે માટે બળેલા વાસણમાં બે ચમચી મીઠું નાખો અને ડિશ લિકવીડના કેટલાક ટીપા બળેલા વાસણમાં નાખો અને ત્યારબાદ વાસણમાં પાણી નાખો, બળેલા ભાગને સંપૂર્ણ રીતે ડુબાડી દેવું. આ મિશ્રણને લગભગ એક કલાક સુધી પલળવા દો. ત્યારબાદ લાકડાની ચમચી અથવા સ્પેટુલાનો ઉપયોગ કરીને અવશેષોને ખોદો. તેને સારી રીતે સાફ કરી અને પાણીથી ધોઈ લો.

લીંબુનો ઉપયોગ કરો

લીંબુનો રસ વાસણોમાંથી જિદ્દી બળેલા ડાઘ સાફ કરવા માટે ફાયદાકારક છે. જો તમે બળી ગયેલી નોન-સ્ટીક પેનને દૂધથી સાફ કરી રહ્યા છો તો લીંબુનો રસ તમારા માટે વાસ્તવમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.. તમારે ફક્ત એટલું કરવાનું કે બળી ગયેલા દૂધના વાસણ પર પૂરતા પ્રમાણમાં લીંબુનો રસ લગાવવાનો છે અને તેને થોડા સમય માટે છોડી દો. લીંબુના રસમાં રહેલું એસિડ સરળતાથી ડાઘ ધબ્બા સાફ કરશે.

Image Source

બેકિંગ સોડા અને સરકો

બળેલા વાસણને ગેસ પર રાખી અને તેમાં સફેદ સરકો નાખો, જેથી વાસણનો બળેલો ભાગ બહાર નીકળી આવે. ત્યારબાદ મિશ્રણને લગભગ 10 મિનિટ સુધી ઉકાળો અને પછી વાસણને ઠંડી જગ્યાએ રાખો. થોડા ગરમ વાસણમાં બે મોટી ચમચી બેકિંગ સોડા નાખો. જો તમે વધારે જિદ્દી ડાઘને દૂર કરવા ઈચ્છો છો તો તમે મિશ્રણમાં વધારે મોટી ચમચી બેકિંગ સોડા ઉમેરી શકો છો. વાસણને સરખી રીતે સ્ક્રબ કરો અને દૂધના બળેલા ડાઘને દૂર કરવાનો પ્રયત્ન કરો.

સરકાનો ઉપયોગ

સરકો પણ એક ઉત્તમ સફાઈ એજન્ટ છે અને તે તમારા દૂધથી બનેલાં ભાગોને સાફ કરવામાં મદદ કરી શકે છે. વાસણમા બળી ગયેલા ભોજનમાંથી છુટકારો મેળવવા માટે અસરકારક રીતે કામ કરે છે. વાસણમાં બળેલા દૂધના ડાઘને સરકા મા થોડીવાર પલાળી દો, પછી ગરમ પાણી અને સાબુથી ધોઈ લો.

Image Source

ડિટર્જન્ટ નો ઉપયોગ કરવો

જો વાસણ પર દૂધના બળેલા અવશેષો છે, તો તેમાં એક ચમચી ડિટર્જન્ટ પાવડર નાખી તેને ઉકળતા પાણીમાં નાખો. પાણી જ્યારે સંપૂર્ણપણે ઉકળી જાય ત્યારે ગાઈડ બંધ કરી દો અને વાસણને બેથી ત્રણ કલાક કે પછી આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે લાકડાની ચમચી કે સ્પેટુલા થી કોઈપણ અવશેષોને દૂર કરી દો અને વાસણને ધોઈ લો.

અહી જણાવેલી ટિપ્સ અજમાવી ને તમે બળેલા દૂધના વાસણને સરળતાથી સાફ કરી શકો છો અને સાથે જ વાસણની ચમક પણ જાળવી રાખો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment