શું તમે દરેક સબ્જીમાં પરફેક્ટ ટેસ્ટ લાવવા માંગો છો??? તો આ રીતે બનાવો મસાલા પાવડર

Image Source

જો તમે ઘરે ખૂબ જ સ્વાદિષ્ટ મસાલા પાવડર બનાવવા માંગો છો, તો આ બે પદ્ધતિઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

ભારતીય ભોજનનો સ્વાદ મસાલાઓથી જ આવે છે. જો વિવિધ પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે તો તે ફક્ત સ્વાદિષ્ટ જ નથી બનતું પરંતુ તે પાચન માટે પણ ઉતમ છે. સામાન્ય રીતે મસાલા માર્કેટમાં સરળતાથી મળી જાય છે, પરંતુ ઘરે બનાવેલા મસાલા પાવડર નો સ્વાદ જ કંઈક જુદો હોય છે અને તે શુદ્ધ પણ હોય છે. ભોજનનો સ્વાદ વધારવા માટે તમારી પાસે જો કોઈ એવા મસાલા હોય જેનો દરેક શાકભાજીમાં ઉપયોગ કરી શકીએ તો તે ખૂબ સારી બની શકે છે.

જો તમને કહેવામાં આવે કે તમે બે અલગ અલગ પ્રકારના શાકભાજીના મસાલા ઘરે બનાવી શકો છો જે દરેક પ્રકારનો ખોરાક સારો બનાવશે? તો આજે અમે તમને આવા જ બે શાકના મસાલાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. જે મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને શાકભાજીને સ્વાદિષ્ટ બનાવી શકે છે.

Image Source

1. ડુંગળી અને લસણ નો મસાલો

મોટાભાગના ઘરોમાં શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા માટે લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારા માટે આ ખૂબ જ સારો સુકો મસાલો સાબિત થઈ શકે છે-

સામગ્રી

 • સૂર્ય પ્રકાશમાં સૂકવેલા 100 ગ્રામ ડુંગળી
 • 50 ગ્રામ લસણની કળીઓ
 • 1/2 નાની ચમચી જીરૂ
 • 1/2 નાની ચમચી લવિંગ
 • 1/4 ચમચી નાગ કેસર ( વૈકલ્પિક )
 • 1/2 નાની ચમચી મરી
 • 10-12 લીલી એલચી
 • 3 તાર વરિયાળી
 • 1 ઇંચનો તજનો ટુકડો
 • 1 ગ્રામ કાળુ જીરૂ
 • 1/2 ચમચી સફેદ તલ
 • 3 તમાલપત્ર
 • 1/2 કપ ધાણાના બીજ
 • 1 ચમચી તેલ
 • 1/2 છીણેલું ટોપરું
 • 100 ગ્રામ સુકા લાલ મરચા.

રીત

 • સૌથી પેહલા તમે બધા મસાલા જેમકે જીરું, લવિંગ, કેસર, મરી, લીલી એલચી, વરિયાળી, તજના ટુકડા, કાળુ જીરું, હિંગ, સફેદ તલ, તમાલપત્ર અને ધાણાના બિજને સરખી રીતે શેકી લો. જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવા લાગે નહિ ત્યાં સુધી તેને શે છે.
 • હવે કડાઈમાં તેલ ગરમ કરી અને તેમાં લસણ નાખી 1-2 મિનિટ શેકો અને ત્યારબાદ તેમાં સૂકી ડુંગળી નાખી 2-3 મિનિટ શેકવાનું છે. હવે તેને અલગ રાખી દો અને તે વાસણમાં લાલ મરચાને 1-2 મિનિટ માટે શેકી લો.
 • હવે બધી વસ્તુને ઠંડી થવા દો અને કોઈ મિક્સરમાં નાખી સરખી રીતે પાવડર બનાવી લો.
 • તમે એક પછી એક વસ્તુને ઉમેર્યા પછી એક સાથે પીસી પણ કરી શકો છો.
 • તેનો એર ટાઇટ કન્ટેનર મા સંગ્રહ કરો. ઘ્યાન રાખો કે આ મસાલા એક મહિનાથી વધારે ચાલશે નહીં અને તેને તમારે તેટલું જ બનાવવાનું છે જેટલું એક મહિનામાં ઉપયોગ કરી શકાય.

Image Source

2. કાશ્મીરી ગરમ મસાલા પાવડર

તમે મોટાભાગે બજારમાં મળતા ગરમ મસાલા પાવડર જ ઉપયોગ કર્યા હશે, પરંતુ તેમાં થોડો બદલાવ લાવીને કાશ્મીરી ગરમ મસાલા બનાવી શકાય છે.

કાશ્મીરી ભોજનમાં જાયફળ અને વરિયાળીનો ઉપયોગ પણ થાય છે અને આ મસાલા બનાવવામાં તેનો ઉપયોગ પણ થશે.

સામગ્રી

 • 1 મોટી ચમચી જીરૂ
 • 3 લીલી એલચી
 • 6 લવિંગ 2 ઇંચનો તજનો ટુકડો
 • 2 મોટી ચમચી ધાણાના બીજ
 • 2 મોટી ચમચી મરી
 • 1 મોટી ચમચી વરિયાળી
 • 2 તમાલપત્ર
 • 2 જાવંત્રી
 • 1/4 નાની ચમચી જાયફળ પાવડર.

રીત

 • આ મસાલા બનાવવા સરળ છે માત્ર તમારે બધી સામગ્રીઓ સુકી શેકવાની છે જ્યાં સુધી તેમાં સુંગંધ આવવા લાગે નહિ.
 • ત્યારબાદ તમારે તેને ઠંડુ કરીને પીસી લો.
 • તેને પણ સંગ્રહ કરવા માટે એર ટાઇટ કન્ટેનર નો ઉપયોગ કરો.

આ બંને રીતે મસાલા ઘરે બનાવવા સરળ પણ છે અને સાથેજ તેને તમે દરેક પ્રકારની શાકભાજીમાં ઉપયોગ કરી શકો છો. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment