શું તમારે કેક પ્રેશર કુકરમાં બનાવવાની છે? તો આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું

Image Source

જો તમારે પ્રેશર કૂકરમાં કેક બનાવવાની ઇચ્છા હોય, તો તે માટે આ ટીપ્સને ચોક્કસપણે અનુસરો. આ ટીપ્સ તમારી કેકને ખરાબ નહિ થવા દે.

ઘરે કેક બનાવવી એ ઘણા લોકોને આવડતું હશે, પરંતુ ઓવન વગર કૂકરમાં કેક બનાવવાની કળા ઘણા ઓછા લોકો જાણતા હશે. ખરેખર, આ રેસીપી જેટલી સરળ લાગે છે, એટલી જ વધારે મુશ્કેલી તેને બનાવવામાં છે. કૂકરમાં કેક બનાવનારાઓની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમની કેક બરાબર ફૂલતી નથી, બીજી સમસ્યા એ છે કે તેમના કૂકરના તળિયે કાળાશ જામી જાય છે, જેને પછી સાફ કરવું મુશ્કેલ બને છે.

જો તમારે કેક કુકરમાં બનાવવી હોય તો તમારે કેટલીક ખાસ ટ્રિકસ અજમાવવી જોઈશે. આ તે ટ્રિકસ છે જેની મદદથી તમારી કેક ફુલશે પણ, કૂકર ખૂબ ગંદુ પણ નહીં થાય અને કેકમા પરસેવો નહીં આવે. જો તમે ઇંડા વગરની કેક બનાવવી હોય, ઇંડાવાળી કેક બનાવવી હોય કે બજારમાંથી કેક મિક્સની સહાય લેવી હોય, દરેક માટે આ ટીપ્સ ફાયદાકારક રહેશે.

https://images.herzindagi.info/image/2021/Jul/best-cooker-cake-tips-at-home.jpg

1. કૂકરના તળિયે મીઠું રાખીને કેક બનાવો:

જો તમે પહેલાં કૂકરમાં કેક બનાવી હોય, તો તમે જાણતા હશો કે તેમાં પાણી ઉમેરવામાં આવતું નથી. આ જ કારણ છે કે કુકર કેક બનાવતી વખતે તેનું તળિયું ખૂબ બળી જાય છે. સામાન્ય રીતે કેકવાળું વાસણ સીધુ કૂકરમાં મૂકતા પહેલા તેના પર બાઉલ અથવા સ્ટેન્ડ મૂકવામાં આવે છે જેથી કેકને નુકસાન ન થાય. આ સ્ટેપ તો બરાબર છે, પરંતુ તે સાથે જો તમે કૂકરના તળિયા ને મીઠાથી ઢાંકી દેવામાં આવે તો બિલકુલ બળશે નહિ.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

 • કુકર નું તળિયું સંપૂર્ણપણે મીઠાથી ઢંકાયેલું હોવું જોઈએ.
 • આ મીઠાનો વારંવાર તમે આ પ્રકારની વાનગીઓ બનાવવામાં ઉપયોગ કરી શકો છો.
 • કુકર કેક બનાવતી વખતે હંમેશા કુકરની સીટી કાઢી નાખો.
 • મીઠા ઉપર કોઈ સ્ટેન્ડ રાખો અને તેની ઉપર કેક વાળું વાસણ મૂકો.

Image Source

2. સ્પોંજી કેક બનાવવા માટે પ્રિ હિટ કુકર કરો:

કૂકરને પ્રી હિટ કરવું ખૂબ જરૂરી છે. માઇક્રોવેવ ઓવનમા કેક સ્પોંજી એટલા માટે બને છે કારણ કે તેમાં શરૂઆતથી જ બેટરને સરખું તાપમાન મળે છે. તેવું જ તમારે કુકરમાં પણ કરવાનું છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

 • કુકરની સીટી કાઢીને તેના તળિયે મીઠું નાખો.
 • હવે ઉપરથી ઢાંકણ બંધ કરો અને સાતથી દસ મિનિટ સુધી તેને ગેસ પર મૂકી દો.
 • હવે આ જ કુકરમાં સ્ટેન્ડ મૂકો અને તેની ઉપર કેકનું બાઉલ મુકો.
 • તમારી કુકર કેક 20 મિનિટમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.
 • જો કુકરમાં કોઈપણ પ્રકારનો ભેજ રહેશે તો કેકની ઉપરની સપાટી કડક થઇ જશે. તેથી ધ્યાન રાખવું કે કૂકરમાં પાણી ન રહે.

Image Source

3. કેકમાં પરસેવો ન આવે તે માટે આ વસ્તુઓ કરો:

કૂકર કેક બનાવતી વખતે લોકો એક મૂળભૂત ભૂલ એ કરે છે કે તેઓ તેને ઢોકળાની જેમ બનાવે છે જ્યાં ફક્ત સીટી કાઢવાથી કામ થાય છે. તેવું ન કરવું જોઈએ અને કૂકર કેક બનાવતી વખતે, ફક્ત સીટી જ નહીં પરંતુ કૂકરની રીંગ પણ કઢાવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેકને તંદુર ઓવન જેવું વાતાવરણ આપવાની આ જ રીત છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

 • કુકરને પ્રી હિટ કરતી વખતે ઢાકણની સીટી અને રબરની રીંગ બંને કાઢી લેવું.
 • જો તમે મીઠાનો ઉપયોગ કરો છો તો તેની ઉપર બટર પેપર પણ રાખી શકો છો.
 • કુકરને ધીમાથી મધ્યમ તાપે જ રાખો. ઝડપથી બનાવવા માટે તેને ઊંચા તાપમાને રાખવાની ભૂલ કરશો નહીં.

કૂકરમાં કેક બનાવતી વખતે આ બધી ટીપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. જો તમને આ બધી ટીપ્સ ગમતી હોય, તો તમારે તમારી મનપસંદ રેસીપી સાથે તેનો પ્રયત્ન કરવો જ જોઇએ. આ વાર્તાને ફેસબુક પર શેર કરો અને આવી વધુ વાર્તાઓ વાંચવા માટે તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment