શું તમારે કોરોના વાયરસથી બચવું છે ? તો ATMમાંથી પૈસા નીકાળતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન

પૂરી દુનિયામાં કોરોનાથી સંક્રમિત થતા આંકડાઓ વધી રહ્યા છે. હાલ તેનાથી બચવા એકમાત્ર ઉપાય છે સાવધાની રાખવી. કોરોનાના ઘણા મામલાઓ એવા પણ સામે આવ્યા છે કે જે ATMથી પૈસા નીકાળતી વખતે ફેલાયા છે. એવામાં ATMમાંથી પૈસા કાઢતી વખતે ઘણી સાવધાની રાખવી. આવો જાણીએ આ સાવધાનીઓ વિષે..

સાથે રાખો સૈનિટાઈજર

ઘરમાંથી જયારે પણ બહાર નીકળો, ત્યારે તમારી સાથે સૈનિટાઈજર જરૂર રાખવું, જો તમે કોઈ પણ વસ્તુને અડક્યા હોઈ તો તુરંત સૈનિટાઈજરથી હાથ સાફ કરવા.

તમારી વારીની પ્રતીક્ષા કરો

ATM રૂમમાં જો કોઈ પહેલેથી જ મોજુદ હોઈ તો અંદર ના જવું, જ્યાં સુધી તે વ્યક્તિ પૈસા નીકાળી બહાર ના આવે. તમારી વારીની પ્રતીક્ષા કરવી.

 ભીના વાઈપ્સ અને ટીસ્યુ રાખો

તમારી સાથે ભીના વાઈપ્સ અને ટીસ્યુ લઈને જ ઘરમાંથી બહાર નીકળવું. ATM લાઈનમાં ઉભા રહેતા તમારો ચેહરો, નાક અને મોઢાને ના અડકવું. લાઈનમાં લોકોથી એક મીટરની દુરી રાખવી.

સપાટીને સ્પર્શશો નહીં

ATM ચેમ્બર માં કઈ પણ અડકવા પહેલા બચવું. ભૂલથી પણ કોઇ સપાટી ને સ્પર્શી લીધું હોઈ તો તુરંત વાઈપ્સ અને સૈનિટાઈજરથી હાથ સાફ કરવા કેમકે વાયરસ કોઈ પણ સપાટી પર હોઈ શકે છે.

કોઇથી હાથ ના મેળવવો

ATM લાઈનમાં ઉભા રહ્યા દરમ્યાન જો કોઈ જાન પહેચાન વ્યક્તિ મળી જાય તો તેને હાથ સ્પર્શ કરવાને બદલે દુરથી જ હાય હેલો કરવું.

છીંક આવવા પર મોઢું ઢાંકવું

જો તમને સર્દી ઉધરસ છે તો બહાર બિલકુલ ના નીકળવું. જો ATMમાં ઉભા હોઈ અને તે દરમ્યાન અચાનક છીંક આવે તો મોઢાને બાજુ અથવા ટીસ્યુ થી ઢાંકવું.

ATMના કચરાપેટીમાં ટીસ્યુ ના નાખવું

ઉપયોગમાં લીધેલ ટીસ્યુ અને માસ્કને ATMના કચરાપેટીમાં બિલકુલ ના ફેંકો. તેનાથી બીજાને સંક્રમણ ફેલાય શકે છે, તેને ઘરના બંધ કચરાપેટીમાં નાખો.

ડીજીટલ પેમેન્ટ કરો

આ સમયમાં પૂરી રીતે ડીજીટલ હોવું જ જરૂરી છે, બધા જ પેમેન્ટ અને ટ્રાન્જેક્શન ઓનલાઈન જ કરવા, જેટલું બની શકે કેશ ના લેણ-દેણથી બચવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment