શું તમે ઈચ્છો છો કે તમારા બગીચામાં રંગબેરંગી પતંગિયાઓ આવે? તેના માટે અહી આપેલી કેટલીક ટિપ્સ અનુસરો

Image Source

જો તમે પણ ઇચ્છો છો કે તમારા બાગમાં સુંદર પતંગિયા આવે તો આ ટિપ્સની મદદ લઈ શકો છો.

હંમેશા પતંગિયા જોઈને મન પ્રસન્ન થાય છે. ખાસકરીને જ્યારે સુંદર પતંગિયા જોવા મળે છે તો મન થાય છે કે તેને જોતા જ રહીએ. જો આ સુંદર પતંગિયા તમારા ગાર્ડનમાં પણ સવારે અને સાંજે ઉડતા જોવા મળે તો મન વધારે પ્રસન્ન થઈ જશે પરંતુ તેવું ઘણું ઓછું જોવા મળે છે. સરખું વાતાવરણ ન હોવાને કારણે પતંગિયા બાગમાં આવતા નથી. આ સ્થિતિમાં જો તમે પણ ઇચ્છો છો કે એકથી એક સુંદર પતંગિયા તમારા બાગમાં જોવા મળે તો અમે તમને આ લેખમાં કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવ્યા પછી તમારો બાગ પણ સુંદર પતંગિયાનું ઘર બની જશે, તો ચાલો જાણીએ.

Image Source

પતંગિયાઓ અનુરૂપ છોડ લગાવો

જી હા, જો બાગમાં પતંગિયાને જોવા ઇચ્છો છો, તો સૌથી પેહલા પતંગિયાઓ અનુરૂપ બાગમાં છોડ લગાવવાની જરૂર છે. જેમ તમે તેના અનુસાર છોડ લગાવો છો કે તે બાગમાં ફરવા લાગે છે. તેના માટે તમે તમારા બાગમાં ગલગોટા, લવેન્ડર, સૂરજમુખી, પોયણા વગેરેના છોડ તમે લગાવી શકો છો. આ છોડને બાગમાં લગાવવા પર પતંગિયા આવી શકે છે, કેમકે આ ફૂલો પર તે બેસવાનું પસંદ કરે છે.

Image Source

ભોજનનું પણ ધ્યાન રાખો

જો તમે ઈચ્છો છો કે બાગમાં પતંગિયા આવે તો તમારે તેના ખાવા પીવાનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં તમે એક માટીના વાસણમાં પીવા માટેનું પાણી અને એક બીજા માટીના વાસણમાં તેના ખાવા માટેની વસ્તુઓ રાખી શકો છો. આ ઉપરાંત તમે બાગમાં હોસ્ટ પ્લાન્ટ પણ લગાવવા જોઈએ, કેમેક સા તેવા છોડ છે જ્યાં પતંગિયાઓ તેનું ઘર બનાવવાનુ પસંદ કરે છે અને ઇંડા મૂકવાનું પણ પસંદ કરે છે.

કેમિકલ સ્પ્રેનો ઉપયોગ કરશો નહિ

જંતુનાશક સ્પ્રે છોડને નુકશાન તો પહોચાડે જ છે સાથે તેના છંટકાવથી પતંગિયા પણ આવતા નથી. આ સ્થિતિમાં જો તમે ઇચ્છો છો કે બગીચામાં પતંગિયા આવે તો તમારે કેમિકલ સ્પ્રેનો છંટકાવ કરવાથી બચવું જોઈએ. જંતુનાશક સ્પ્રેની સુગંધને કારણે બગીચામાં કયારેય પણ પતંગિયા આવશે નહિ. આ સ્થિતિમાં જો તમારા છોડમાં કોઈ સ્પ્રેનો છંટકાવ કરવો હોય તો તમે કુદરતી સ્પ્રેનો છંટકાવ કરી શકો છો.

Image Source

આ વાતોનું પણ ધ્યાન રાખો

  • વારંવાર બગીચાના વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ કેમકે, તેનાથી પતંગિયા ભાગી શકે છે.
  • આ ઉપરાંત તમારે બગીચામાં એવા ફૂલો રોપવા જોઈએ, જેનાથી ફૂલ ખીલેલા હોય. ખીલેલા ફૂલ પર સૌથી વધારે પતંગિયા આવીને બેસે છે.
  • આ ઉપરાંત બગીચામાં જેરીલા છોડને લગાવવાનું ટાળવું જોઈએ.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે તમારી પોતાની વેબસાઈટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment