શું તમે પણ શરદી-ખાંસીથી પીડાવ છો ? હોટેલોમાં જતા પહેલા એકવાર આ લેખ જરૂરથી વાંચો

ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રીય બની છે. કોરોનાનો ફેલાવો ન થાય અને નાગરિકો કોરોનાની ઝપટમાં ન આવે તે હેતુસર અગમચેતીના પગલાંરૂપે રાજ્યના ખોરાક અને ષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા હોટલો અને રેસ્ટોરેન્ટના માલિકો માટે પગલાં લેવા માટે સૂચના જારી કરવામાં આવી છે.

કોરોનાને વધુ વકરતો અટકાવવાની નેમ સાથે રાજ્ય સરકારે હોટલ અને રેસ્ટોરેન્ટના સંચાલકો માટે ગાઈડલાઈન જારી કરી છે અને અટકાયતી પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલ સંસ્થાઓએ નીચે મુજબ દર્શાવેલ પગલાં લેવા આવશ્યક રહેશે.

FSS એક્ટ- ૨૦૦૬ અને પેટાકાયદા- ૨૦૧૧ અંતર્ગત જારી કરાયેલ નિયમોનું પાલન કરાવવા દરેક અધિકારીને સૂચના અપાઈ છે. ઉપરાંત હેલ્પલાઈન નં.- ૧૦૪, ૦૧૧-૨૩૯૭૮૦૪૬, ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર ફોન કરીને જાણકારી આપી શકાશે.

હોટેલ્સ, રેસ્ટોરેન્ટ્સને ખાસ સૂચનાઓ  

 1. શરદી-ખાંસીથી પીડાતા ગ્રાહકને રેસ્ટોરેન્ટમાં ન બેસવા દેવા, ઘેર જમવાની સલાહ આપવી.
 2. હોટલો, રેસ્ટોરેન્ટની દીવાલો સાફ- જંતુરહિત કરવી.
 3. જમવા માટેના ટેબલ, ખુરશી, સમગ્ર એરિયા સાફ- જંતુરહિત કરવી.
 4. નેપકીન, ટેબલ પરના કાપડ, વેઈટરના એપ્રન, સાફ- જંતુરહિત કરવા.
 5. કચરો, વધેલ ખાદ્યસામગ્રી, કીચન વેસ્ટનો નિયમિત નિકાલ કરવો.
 6. મીઠું, મરીની ડબ્બી, ચમચી, મેનુ કાર્ડ, કાંટા અને સ્ટેન્ડ સાફ- જંતુરહિત કરવા.
 7. વેક્યુમ ક્લીનરથી કાર્પેટ સાફ- જંતુરહિત કરવી.
 8. હોટલમાં આવનાર ગ્રાહકો માટે ઉચ્ચ ગુણત્તાનું Hand Sanitizerની વ્યવસ્થા કરવી.
 9. વિદેશી મહેમાનો સાથે ઉપર્યુક્ત સૂચનાનું વિશેષ ધ્યાનમાં રાખીને વાતચીત કરવી.
 10. વિદેશી મહેમાન શંકાસ્પદ જણાય તો સરકારી દવાખાના કે વહીવટીતંત્રને જાણ કરવી.
 11. ખાદ્ય વિક્રેતા કર્મીને શંકાસ્પદ લક્ષણ જણાય તો રજા આપીને સ્વાસ્થ્ય કેન્દ્રને જાણ કરવી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close