શુ તમને ખ્યાલ છે કે સ્ત્રીઓ ક્યારેય પણ જાહેરમા નથી કરતી આ પાંચ સમસ્યાઓ વિશે વાત?

image source

મિત્રો, એવી ઘણી શારીરિક સમસ્યાઓ છે કે જેના વિશે મહિલાઓ બોલતા શરમાતા હોય છે. જ્યારે આ શારીરિક સમસ્યાઓની ચર્ચા થવી જ જોઈએ અને જો જરૂર પડે તો નિષ્ણાતો નો પણ સંપર્ક કરવો જોઇએ. સમયસર સારવાર ને લીધે  આ સમસ્યાઓ ગંભીર થતી નથી. અહીં અમે તમને એવી અમુક બીમારીઓ વિશે જણાવી રહ્યા છીએ જે મહિલાઓ માટે શરમજનક બાબત બની રહે છે.

યોનિમાર્ગમાંથી દુર્ગંધ આવવી :

યોનિમાર્ગ ની ગંધ એ ચેપ નો સંકેત છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ગંધ યીસ્ટ ના કારણે આવે છે. કેટલીક સ્ત્રીઓ ને લાગે છે કે ફક્ત તેમની યોનિમાર્ગને દુર્ગંધ આવે છે અને તે તેમના માટે શરમજનક બાબત છે. આ સમસ્યા અન્ય સ્ત્રીઓમાં નથી હોતી એવું તેમને લાગે છે. તેમને એમ પણ લાગે છે કે, આ તેમની સેક્સ માટેની ઇચ્છાને અસર કરશે. આને કારણે તે અન્ય લોકો સાથે આ વાત કરવામાં ખચકાટ અનુભવે છે. જો તમે આવી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તુરંત ડોક્ટર નો સંપર્ક કરવો.

વારંવાર પેશાબ જવુ :

એવી ઘણી સ્ત્રીઓ હોય છે જેમને પેશાબ ને નિયંત્રિત કરવામા મુશ્કેલી આવે છે. તેમને વારંવાર પેશાબ થઇ જાય છે. આ સમસ્યા હોવા છતા તે આ સમસ્યા વિશે વાત કરવાનું પસંદ કરતી નથી. ખરેખર, તેમને લાગે છે કે આ પેશાબને કાબૂમાં રાખવાની જરૂર છે. તે આ વાત કોઈને પણ જણાવતી નથી. આ સમસ્યા વૃદ્ધાવસ્થા સાથે વધે છે. સામાન્ય રીતે તેનુ નિયંત્રણ કરવુ ખુબ જ  મુશ્કેલ હોય છે. આ સમસ્યા થાય ત્યારે તુરંત ડોક્ટર નો સંપર્ક કરી તેમની યોગ્ય સલાહ લેવી.

બવાસીર ની સમસ્યા :

હરસ એક સામાન્ય બીમારી છે. પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકો આ સમસ્યાથી વધુ પરેશાન છે. આ સમસ્યા હોવા છતા તે અન્ય લોકો સાથે આ વાતને શેર કરવી શરમજનક માને છે. બવાસીર એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યાના લક્ષણોમાં ખંજવાળ, દુખાવો, કબજિયાત, સ્ટૂલમાં લોહીની સમસ્યાઓ શામેલ છે. આવી ગંભીર સમસ્યા અંગે શરમ અનુભવવાને બદલે નિષ્ણાત સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે.

ગેસ ની સમસ્યા :

Image source

મોટાભાગના લોકો આ ગેસની સમસ્યાથી પીડાતા હોય છે. કેટલાક લોકો તેના વિશે ખુલ્લેઆમ વાતો કરે છે, જ્યારે કેટલાક લોકો તેમ કરતા નથી. ખાસ કરીને મહિલાઓ તેના વિશે વાત કરવામાં શરમ અનુભવે છે. જો તમને ગેસની સમસ્યા છે તો આ પ્રકારની વિચારસરણીને દૂર કરવી વધુ સારું છે. સામાન્ય રીતે ગેસની સમસ્યા તમારી ખોરાકની શૈલી પર આધારિત હોય છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે યોગ્ય ડાયટ અનુસરવું અત્યંત આવશ્યક છે.

Image Source

મોઢામાંથી દુર્ગંધ આવવી :

મોઢામા દુર્ગંધ આવવાની સમસ્યા ભોજન, મોઢામા શુષ્કતા, ધૂમ્રપાન વગેરે છે. લાંબા સમયથી ચાલતા રોગો ના કારણે બેક્ટેરિયા મોઢામા વિકસિત થવાનું શરૂ કરે છે, જેનાથી મોઢામા દુર્ગંધ આવે છે. સામાન્ય રીતે તમારા મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે તમારા મોઢાની સ્વચ્છતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. સ્ત્રીઓ માટે આ પણ એક વિષય છે કે જેના પર તે વાત કરવાનુ તે ટાળે છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ડોક્ટર ની મુલાકાત લઇ તેમની યોગ્ય સલાહ અનુસરવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *