શું તમને ખ્યાલ છે કે ભારતીય ભોજનમાં ખીચડી ધરાવે છે એક વિશેષ મહત્વ? નથી ખબર તો ચાલો જાણીએ…

મિત્રો, ખીચડી એ આપણા દેશની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ વાનગી લગભગ તમને તમામ ઘરોમા જોવા મળશે. જો તમે તેનું ઠંડીની ઋતુમાં સેવન કરો તો તમને અનેકવિધ ફાયદા થઇ શકે છે. અહીં અમે તમને તેના સેવનથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

આ વાનગી એ આપણા દેશની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. આપણા દેશના લોકો મગની દાળ અને ભાત ને એકસાથે મિક્સ કરી અને ઉકાળીને તેમાં ઘી , સબ્જી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવે છે. શિયાળા ની મૌસમમાં વાતાવરણમાં અનેકવિધ પ્રકારના પરિવર્તન આવે છે અને આ ફેરફારો આપણા શરીર થી લઈને જીવનશૈલી સુધીના  હોય છે. આવી સ્થિતિમા આપણે આ ઋતુમા ખાવાની આદતમા પણ ફેરફાર કરવા જોઈએ.

image source

આપણા ભારતીય ભોજનમાં બનતી આ ખીચડી અનેકવિધ સ્વાસ્થ્યપ્રદ પોષકતત્વો જેવા કે કાર્બોહાઈડ્રેટ , વિટામિન , ખનિજો , પાણી અને ફાઇબર ધરાવે છે. આ ખીચડીને દહી , પાપડ , ઘી અને અથાણા વગેરે સાથે પીરસવામા આવે છે. જો ખીચડી સાથે દહીં, પાપડ, ઘી અને અથાણું હોય તો તે વધુ સ્વાદિષ્ટ બને છે.

image source

ખીચડી ના હોય છે અનેકવિધ પ્રકારો :

આ વાનગી તમને અનેકવિધ પ્રકારોમાં મળી રહે છે જેમકે, મૂંગદાળ ની ખીચડી , અળદ દાળની ખીચડી , આખા અનાજ ની ખીચડી , આયુવેર્દિક ખીચડી , મસાલેદાર ખીચડી , ડ્રાયફ્રૂટ ખીચડી , બાજરી ની ખીચડી વગેરે છે.

image source

ખીચડી ના સેવનથી થતા લાભ :

જો આપણે ભારતીય ખીચડી ના લાભ વિશે વાત કરીશુ તો તે પુષ્કળ માત્રામા પોષકતત્વો ધરાવે છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓ દૂર થાય અને આપણુ બોડી પણ ડીટોક્સ રહે છે. તો ચાલો આજે આપણે આ વાનગીના સેવનથી થતા લાભ વિશે માહિતી મેળવીશુ.

ઠંડી ની ઋતુમાં મોટાભાગના લોકો અપચા ની સમસ્યાથી પીડાય છે. જો તમે આ ખીચડી નું નિયમિત સેવન કરો છો તો તમે કબજીયાત, ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો. જો તમે ગરમીની ઋતુમા ખીચડી ખાવ છો, તો તમારે તેને દહી સાથે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.

આજના સમયમા મોટાભાગના લોકો પાસે બેસવાની જોબ હોય છે. જો તમારી પાસે પણ આવી જ નોકરી છે, તો ખિચડી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ વિવિધ દાળ અને કઠોળ સાથે ખીચડી ખાવાથી શરીરના સ્વાસ્થ્ય ને ખુબ જ બહોળા પ્રમાણમા ફાયદો પહોંચે છે.

આ ઠંડીની મૌસમમા ઠંડા વાતાવરણના કારણે ઘણા લોકો કફ , તાવ વગેરેની સમસ્યાથી પીડાતા હોય છે. જો તમે નિયમિત ખીચડી ખાવ છો તો તે જરૂરી બધા જ પોષકતત્વો પૂરો પાડે છે અને તેના કારણે તમારુ શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. તેનું નિયમિત સેવન તમારું બોડી ડીટોક્સ કરે છે અને તમારા શરીરને કોઈપણ પ્રકારનો ચેપ લાગવા દેતો નથી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *