શું તમે જાણો છો વેફરના પેકેટમાં આટલી હવા શા માટે ભરેલી હોઈ છે ? જાણો તેની પાછળનું કારણ

જયારે પણ આપણે ચિપ્સ નું પેકેટ ખરીદીએ છીએ ત્યારે ચિપ્સના ફૂલ પેકેટમાંથી ફક્ત ચોથા ભાગની જ ચિપ્સ નીકળે છે. ત્યારે અમુક લોકો કહે છે કે આ પેકેટ ચિપ્સનું છે કે હવાનું. પરંતુ કોઈ એ નહીં કહી શકે ચિપ્સના પેકેટમાં કઈ હવા ભરી છે. તો તમે વિચારતા હોય કે આ પેકેટમાં ઓક્સીઝ્ન હશે તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. આ હવા ભરવા પાછળનું લોજિક માનવામાં આવે છે.  હકીકતમાં વેફરના પેકેટને અડધું ખાલી રાખવાનું પણ કારણ હોય છે.

 

image source

વેફરને ફ્રેશ અને ક્રંચી કરવા માટે પેકેટ્સમાં નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નાઈટ્રોજન ગેસથી વેફર્સ લાંબા સમય સુધી ખરાબ નથી થતી અને ના તો તેમાં ભેજ આવે છે.તમે ધ્યાનથી જોયું હશે તો વેફરના પેકેટને થોડીવાર માટે ખુલ્લી છોડી દો તો તે સુકાઈ જાય છે બસ આ જ કારણ છે કે વેફર્સના પેકેટમાં નાઈટ્રોજન ગેસ ભરીને તેને અડધું ખાલી રખાય છે.

image source

વેફરને તૂટવાથી બચવા માટે પેકેટમાં હવા ભરવામાં આવે છે. પેકેટમાં હવા ન હોય તો ચિપ્સને હાથ લગાડવાથી કે સામાન અથડાવાથી ચિપ્સ તૂટી જાય છે.ઓક્સિજન ખુબ જ રિએક્ટિવ ગેસ હોય છે. જેના કારણે આ ગેસ જો ભરવામાં આવે તો જલ્દી બેક્ટિરિયા આવી શકે છે. જેના કારણે ખાવા-પીવાની વસ્તુઓના પેકેટમાં ઓક્સિજનને બદલે નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નાઈટ્રોજન ઓછો રિએકિટવ ગેસ છે, જે બેકટેરિયા અને બીજા કિટાણુઓને દૂર રાખે છે.

 

image source

1994માં આ અંગે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું જેમાં નાઈટ્રોજન ચિપ્સને લાંબા સમય સુધી ક્રિસ્પી બનાવી રાખે છે તેવું સાબિત થયું હતું. જ્યારે આપણે હવાથી ભરેલા નાસ્તાના પેકેટની ખરીદી કરીએ છીએ ત્યારે ચિપ્સ એકદમ ક્રન્ચી નીકળે છે. એટલે કે પેકેટમાં હવા હોય તો તે વાતની ગેરંટી છે કે ચિપ્સ એરટાઈટ પેકમાં છે.નાઈટ્રોજન ભરેલો હોવાથી પેકેટની સાઈઝ મોટી દેખાય છે અને ગ્રાહક પણ વિચારે છે કે તેમાં વધારે ચિપ્સ હોય છે. પરંતુ કંપની જે ગેસ ભરે છે, તે આપણા હેલ્થને ધ્યાનમાં રાખીને જ ભરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment