શું તમે જાણો છો બ્લેડની વચ્ચે શા માટે હોઈ છે ડિઝાઈન ? જાણો તેની પાછળનું રહસ્ય

આપણે રોજિંદા જીવનમાં અઢળક વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે અને તે વસ્તુ વગર આપણને ચાલતું પણ નથી. પરંતુ ઘણીવાર રોજિંદી વસ્તુ વિષેથી આપણે માહિતગાર નથી હોતા. કારણ કે આપણે ક્યારેય એના વિષે જાણવાની તસ્દી જ લીધી નથી હોતી. શું તમને ખબર છે બ્લેડમાં વચ્ચે ડિઝાઇન કેમ હોય છે ? જો નથી ખબર તો અમે તમને જણાવીશું બ્લેડમાં વચ્ચે ડિઝાઇન કેમ હોય છે.

image source

ઘણી વખત આપણે ફ્રી હોય ત્યારે વિચારતા હોઈએ છીએ કે શા માટે દરેક પ્રકારની બ્લેડ ની અંદર એક સરખી ડિઝાઇન હોય છે. અને શા માટે આવી ડિઝાઇન આપવામાં આવી હોય છે. શું આ ડિઝાઇન પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે? તમને જણાવી દઈએ કે સૌ પ્રથમ બ્લેડ બનાવવાની શરૂઆત જીલેટ કંપની દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ ડિઝાઇન રાખવામાં આવી હતી. તેનું કારણ એ છે કે તે સમયે જે રેઝર આવતા હતા તેમાં આ પ્રકારની ડિઝાઇન વાળી બ્લેડ જ ફિટ થતી. તે કારણસર બ્લેડની વચ્ચે ડિઝાઇન રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

image source

જીલેટ બાદ બીજી ઘણી કંપનીઓ માર્કેટમાં આવી, જેઓએ અલગ અલગ ડિઝાઈનની બ્લેડ બહાર પાડી. પરંતુ તે બ્લેડ રેઝરમાં ફિટ ન થવાના કારણે બ્લેડ નો  બધો માલ વેસ્ટ જતો. આ ઉપરાંત અમુક વાર રેઝરમાં બ્લેડ ફિટ કરવામાં પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

image source

અને બીજા પ્રકારની ડિઝાઇનના કારણે ગ્રાહક ને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડતો. પરિણામે બીજી કંપનીઓએ પણ તેજ ડિઝાઇન રાખવાનું નક્કી કર્યું. જેથી કરીને પોતાની પ્રોડક્ટ ને આસાનીથી રેઝર મા ફીટ કરી શકાય. જેથી કરીને ગ્રાહકોને બ્લેડ ગોતવાની માથાકૂટ નહિ અને માલ પણ વેસ્ટ ના જાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment