શું તમે જાણો છો, કે રાત્રે સૂતા પહેલા ચહેરા પર શું લગાવવું જોઈએ?

શિયાળાની ઋતુ પોતાની સાથે સ્વાસ્થ્યથી જોડાયેલી મુશ્કેલીઓ અને બીમારીઓની સાથે સાથે ત્વચા સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ પણ લઈને આવે છે. પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે કે તમે સારા ભોજનનું સેવન કરવાની સાથે સાથે સાચી બ્યુટી રૂટિન અને ત્વચાની સરખી સંભાળ પણ રાખો. આ ઉપરાંત દરરોજ તણાવ અને પ્રદૂષણની સ્થિતિ પણ આપણા ચહેરાઅને ત્વચા પર અસર કરે છે અને એવું લાગે છે કે આપણી સુંદરતા પૂર્ણ થઈ ગઈ હોય.

Image source

પરંતુ હેરાન થવાની જરૂર નથી. અમે તમને ત્વચાની સંભાળ સાથે જોડાયેલા ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જેના માટે તમારે ખૂબ વધારે સમય આપવાની જરૂર નહિ પડે અને મોંઘા બ્યુટી પ્રોડક્ટ પર પૈસા ખર્ચ કરવાની જરૂર પણ નહિ પડે. ફકત રસોડામાં રહેલ વસ્તુઓનો ઉપયોગ કરી ફેસ માસ્ક બનાવો અને તેને આખી રાત ચહેરાપર લગાવી રાખો. આ પ્રકારના ઓવરનાઈટ ફેસ માસ્ક તમારા ચેહરાને સુંદર બનાવી દેશે.

આખી રાત ચહેરા પર ફેસ માસ્ક લગાવીને રાખવાના ફાયદા:

Image Source

સામાન્ય રીતે આપણે જે ફેસ માસ્ક લગાવીએ છીએ તેને આપણે ચહેરાપર થોડી મિનિટ અથવા વધુ થી વધુ ૧ કલાક માટે લગાવેલ રહેવા દઈએ છીએ અને પછી ફેસ માસ્ક ને પાણીથી ધોઈ નાખીએ.

પરંતુ અમે અહી જે ફેસ માસ્ક ની વાત કરી રહ્યા છીએ તેને તમારે રાત્રે સૂતા પહેલા લગાવવાનું છે અને તેને આખી રાત ચહેરા પર લગાવી રાખવાનું છે. પછી આગળના દિવસે સવારે ઊઠીને ચેહરો ધોવાનો છે. આ પ્રકારના ફેસ માસ્ક ને ઓવરનાઇટ ફેસ માસ્ક કહેવાય છે અને તેના ઘણા ફાયદા પણ છે…..

  • •  જ્યારે ફેસમાસ્ક આઠથી દસ કલાક સુધી ત્વચા પર રહે છે ત્યારે તે ત્વચાને જરૂરી ભેજ આપવાનું કામ કરે છે.• આપણું શરીર રાત્રે સૂતી વખતે રીપેર મૂડમાં હોય છે અને તેથી જ ત્વચા પણ તે સમયે પોતાને હિલ કરવા એટલે કે ફરીથી સરખી કરવાનો પ્રયત્ન કરી રહી હોય છે. એવામાં કોઈ ફેસ માસ્કને આખી રાત ચહેરાપર લગાવીને છોડી દેવામાં આવે તો તે ત્વચાની ઊંડાણ સુધી જઈને સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.• જ્યારે આપણું શરીર ઊંડી ઊંઘમાં હોય છે ત્યારે ત્વચાનો મેટાબોલિઝમ વધી જાય છે અને સ્નાયુઓના નવીનીકરણની પ્રક્રિયા ઝડપી થવા લાગે છે.• ઓવરનાઈટ ફેસ માસ્ક એટલે કે આખી રાત ચહેરાપર લગાવવાનું માસ્ક અવરોધક અને ત્વચાના રોમ છિદ્રો ને સીલ કરવાનું આ બંને કામ કરે છે.

રાત્રે ચહેરાપર દૂધ અને હળદર લગાવો:

Image Source

આપણા રસોડામાં જોવા મળતું સૌથી સામાન્ય ઉત્પાદન દૂધ અને હળદર જ છે. હળદર વાળુ દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ, તેમજ ચહેરા પર દૂધ અને હળદર નિયમિત રૂપે લગાવવામાં આવે તો તે તમારી ખોવાયેલી સુંદરતા અને પ્રાકૃતિક ચમકને પાછી મેળવવામાં મદદ કરે છે. દુધમાં રહેલ લેક્ટિક એસિડ સરળતાથી ત્વચામાં પ્રવેશ કરે છે અને તેને હાઇડ્રેટ કરીને એક સુંદર ચમક આપે છે તેમજ હળદરમાં જોવા મળતા એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચામાં રહેલ અસ્વસ્થ બેક્ટેરિયાને મારીને ત્વચામાં રહેલ કોઈ પણ પ્રકારના દાગ ધબ્બા અને નિશાનને દૂર કરવામાં મદદ કરે છે.

શું જોઈએ:

  1. 1.ચમચી હળદર
  2. ચમચી દૂધ

કેવી રીતે લગાવવું:

એક નાની વાટકી માં હળદર પાઉડર અને દૂધને મિક્સ કરો અને આ મિશ્રણને આખા ચહેરાપર સરખી રીતે ફેલાવી ને લગાવો અને તેને આખી રાત ચહેરાપર લગાવેલું રહેવા દો. સવારે ઉઠ્યા પછી તમારા ચહેરાઅને ઠંડા પાણીથી ધોઈ લો.તમે દૂધ અને હળદરના આ ફેસ માસ્કને અઠવાડિયામાં બેથી ત્રણ વાર રાત્રે સુતા પહેલા ચહેરાપર લગાવી શકો છો.

રાત્રે ચહેરાપર નારિયેળનું તેલ લગાવો:

નારિયેળનું તેલ ચહેરાને તેલીયા લુક આપવાને બદલે ત્વચાને ભેજ આપે છે અને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. સાથેજ નારિયેળના તેલમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણવત્તા પણ ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત જ્યારે તમે સુતા હોય છો ત્યારે ત્વચાને અંદરથી સાફ કરવાનું પણ કામ કરે છે નારિયેળનું તેલ.

શું જોઈએ:

  • એક ચમચી નાળિયેરનું તેલ

કેવી રીતે બનાવવું:

નારિયેળના તેલને ચહેરાપર સરખી રીતે લગાવો અને થોડા સમય માટે હળવા હાથથી ફેશિયલ માલિશ પણ કરો અને પછી તેલ ની આખી રાત ચહેરાપર લગાવેલું રહેવા દો અને સવારે ઊઠીને સાદા પાણી અને એક સૌમ્ય ફેસવોશથી ચેહરો ધોઈ લો. તમે ઈચ્છો તો અઠવાડિયામાં ત્રણ વાર નારિયેળના તેલથી ચહેરાપર માલિશ કરી શકો છો.

રાત્રે ચહેરાપર લીંબુ અને મધ લગાવો:

Image Source

લીંબુ વિટામીન સી નો ઉત્તમ સ્ત્રોત છે જે ત્વચા માટે ખૂબજ સારુ માનવામાં આવે છે અને તે ત્વચાને રીપેર કરવાની સાથે કોઈપણ પ્રકારના નુકસાનથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તો બીજી બાજુ હળદરની જેમ જ મધમા પણ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ચહેરાપર ખીલ અને ફોડલીઓ થતી રોકે છે. સાથે જ મધ એક કુદરતી આદ્રક છે તેથી તે ત્વચાની તૈલીયા બનાવ્યા વગર તેના ભેજને જાળવી રાખવામાં મદદ કરે છે.

શું જોઈએ:

  1. બે ચમચી લીંબુનો રસ
  2. એક ચમચી મધ

કેવી રીતે બનાવવું:

લીંબુ અને મધ ને સરખી રીતે ભેળવીને રૂની મદદથી આ મિશ્રણને આખા ચહેરાપર સરખી રીતે લગાવો અને તેને આખી રાત ચહેરાપર લગાવેલું રહેવા દો. સવારે ઉઠીને તમારા ચેહરાને સાદા પાણીથી ધોઈ લો. તમે જોશો કે ચહેરાપર તમને ફરક જોવા મળશે. લીંબુ અને મધવાળા આ માસ્કનો પણ તમે અઠવાડિયામાં ત્રણ વાર ઉપયોગ કરી શકો છો.

રાત્રે ચહેરાપર લગાવો ઓલિવ ઓઈલ:

Image Source

ઓલિવ ઓઈલ એટલે કે જેતુનનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે ત્વચા માટે પણ લાભદાયક માનવામાં આવે છે. જો તમને ખીલની સમસ્યા હોય તો તમારે ચહેરાપર ઓલિવ ઓઈલ જરૂર લગાવવું જોઈએ કેમકે તે ખીલ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાને મારીને ત્વચાને હાઈડ્રેટ પણ કરે છે અને ભેજ આપવામાં પણ મદદ કરે છે.

શું જોઈએ:

  • એક ચમચી ઓલિવ ઓઈલ

કેમ બનાવવું:

ઓલિવ ઓઇલને ચહેરાપર લગાવો અને સર્કુલર મોશનમાં લગભગ બે મિનિટ સુધી ચહેરાપર સરખી રીતે માલિશ કરો અને પછી આ તેલને આખી રાત ચહેરાપર લગાવેલું રહેવા દો. સવારે ઉઠીને હળવા કલીંજર થી ચહેરાને સાફ કરો અને ચહેરાને પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ તેલથી ચહેરાપર માલિશ કરી શકો છો.

રાત્રે ચહેરાપર એલોવેરા જેલ લગાવો:

ચહેરાપર ખીલ ની સમસ્યા હોય, રેશંસ હોય કે પછી શિયાળાની ઋતુમાં શુષ્ક ત્વચા ની સમસ્યા -બધા પ્રકારની સમસ્યામાં કુવારપાઠું ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે કેમકે તેમાં ત્વચાને હાઈડ્રેટ કરવાની તાકાત હોય છે. એલોવેરા જેલ ને આપણી ત્વચા સરળતાથી શોષી લે છે અને ત્વચામાં થતી બળતરાની સમસ્યાને પણ દૂર કરે છે.

શું જોઈએ:

  1. એક ચમચી એલોવેરા જેલ

કેવી રીતે લગાવવું:

એલોવેરા જેલને ચહેરાપર સરખી રીતે લગાવો અને સરખી રીતે ફેલાવી ને એક પાતળું પડ બનાવી લો અને તેને લગાવીને સુઈ જાઓ. સવારે ઉઠીને ચહેરાને પાણીથી ધોઈ લો અને તમે ઈચ્છો તો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર કુંવારપાઠાને આખી રાત માટે ચહેરાપર લગાવી શકો છો.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *