શું તમે જાણો છો શનિદેવ પર તેલ ચડવા પાછળનું કારણ, જાણો તથ્ય

શનિ સંબંધી આપણને પુરાણોમાં અનેક આખ્યાન મળે છે.જે લોકો શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતીથી પીડાતા હોય છે, તેમને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમનું દરેક કામ બનતાં- બનતા બગડી જાય છે. એવામાં આ લોકોએ દરેક શનિવારે શનિદેવ પર તેલ ચડાવવાની સલાહ આપવામાં આવે છે. એવું કરવાથી તેમને શનિદેવના પ્રકોપથી રાહત મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શનિદેવ પર દરેક શનિવારે તેલ કેમ ચડાવવામાં આવે છે? આવો જાણીએ તેની પાછળ છુપાયેલા કારણોને…

જયારે હનુમાનજીએ શનિદેવને આપ્યું તેલ

શાસ્ત્રમાં લખ્યું છે કે રામાયણકાળમાં શનિને પોતાની શક્તિ પર ઘણો ઘમંડ થઈ ગયો હતો. તે દરમ્યાન હનુમાનજીના પરાક્રમના ઘણી ચર્ચા થઇ રહી હતી, જેને સાંભળીને શનિદેવે તેમને લડવા માટે પ્રેર્યા. પરંતુ હનુમાનજી શનિદેવથી લડાઈ કરવા નહોતા ઈચ્છતા છતા શનિદેવ માનવા તૈયાર નહોતા.

તેલ દ્વારા શનિદેવે પોતાના દુખથી રાહત મેળવી

હનુમાનજીએ શનિને હરાવી દીધા. જ્યારે શનિદેવ ઘણા ઘાયલ થઇ ગયા ત્યારે હનુમાનજીએ તેમને લગાવવા માટે તેલ આપ્યું. ત્યારથી શનિદેવને તેલ અર્પિત કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શનિદેવને તેલ દ્વારા પોતાના દુખથી રાહત મેળવી હતી. તેવી જ રીતે શનિવારે જે કોઈપણ વ્યક્તિ શનિવારે શનીદેવને તેલ ચડાવશે, તેના બધા કષ્ટો દૂર થઈ જશે.

જ્યારે રાવણે લગાવી લંકામાં આગ

પૌરાણિક કથાઓમાં જ્યારે રાવણ પોતાના ઘમંડમાં ચૂર હતો ત્યારે તેને બધા ગ્રહોને બંધી બનાવી લીધા હતા. અહીં સુધી કે શનિદેવને પણ તેણે બંદી બનાવી લીધા હતા. તે સમયે હનુમાનજી લંકા પહોંચ્યા હતા અને રાવણે હનુમાનજીની પૂંછમાં આગ લગવી હતી. પછી તેમને આખી લંકામાં આગ લગાવી દીધી હતી અને બધા ગ્રહો મોકો જોઈને ત્યાંથી આઝાદ થઈ ગયા. પરંતુ શનિજી દોડી ના શક્યા અને શરીરમાં ભયંકર પીડા થવાના કારણે તે દર્દથી કણસી રહ્યા હતા.

શનિ પર તેલ ચડાવવાથી મળશે દરેક સમસ્યાઓમાંથી મુક્તિ હનુમાનજીએ શનિદેવના શરીર પર તેલ લગાવ્યું જેનાથી તેમને પીડામાંથી છુટકારો મળે. તે સમયે શનિદેવે કહ્યું હતું જે કોઇપણ વ્યક્તિ શ્રદ્ધા ભક્તિથી મારી પર તેલ ચડાવશે તેને બધી સમસ્યાઓથી મુક્તિ મળશે. ત્યારથી શનીદેવ પર તેલ ચડાવવાની પરંપરા શરૂ થઈ ગઈ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment