શું તમે કડવા લીમડા અને મીઠા લીમડાના ફાયદાઓ વિશે જાણો છો?? તો હમણાં જ વાંચો 10 ફાયદાઓ

Image Source

મીઠા લીમડાના તાજા પાનમાં એક અલગ જ સુગંધ હોય છે.જે ભોજનના સ્વાદને પણ વધારે છે. તેમજ ઘણા સ્વાસ્થયને લગતા ફાયદા પણ પહોચાડે છે. તેમજ એન્ટી બાયોટિક તત્વોથી ભરપુર લીમડાને સર્વોચ્ચ ઔષધિ રૂપે જાણવામાં આવે છે. આમતો લીમડા પાસે તમારી દરેક સમસ્યાનો ઉકેલ છે. તે સ્વાદમાં ભલે કડવો હોય, પરંતુ તેનાથી થતા ફાયદા અમૃત સમાન હોય છે.

તો ચાલો આ લેખમાં કડવા લીમડા અને મીઠા લીમડાના 10 ફાયદાઓ વિશે જાણીએ.

કડવા લીમડાના ફાયદા:

1. વીંછી જેવા ઝેરિલા જંતુઓ ડંખ મારે ત્યારે લીમડાના પાનને પીસીને કરડેલા ભાગ પર તેનો લેપ લગાવવાથી આરામ મળે છે અને ઝેર ફેલાતું પણ નથી.

2. કોઈપણ પ્રકારની ઇજા થઇ હોય તો તેના પર લીમડાના પાનનો લેપ લગાવવાથી ઘણો ફાયદો થાય છે. આ ઉપરાંત જૈતુનના તેલની સાથે લીમડાના પાનની પેસ્ટ બનાવીને લગાવવાથી નાસુર પણ સારું થાય છે.

3. ધાધર અથવા ખંજવાળની સમસ્યા થવા પર , લીમડાના પાનને દહીંની સાથે પીસીને લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે અને ધાધરની સમસ્યા દૂર થાય છે.

4. પિત્તાશયમાં પથરી થવાની સ્થિતિમાં લીમડાના પાનની રાખને 2 ગ્રામ માત્રામાં લઈને, દરરોજ પાણી સાથે લેવાથી પથરી ગળવા લાગે છે અને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળવા લાગે છે.

5. મલેરીયા કે તાવ આવવા પર પણ લીમડાની છાલને પાણીમાં ઉકાળી, તેનો ઉકાળો બનાવી લો. હવે આ ઉકાળાને દિવસમાં ત્રણ વાર, બે મોટી ચમચી ભરીને પીવાથી તાવ સારો થાય છે અને નબળાઈ પણ સારી થાય છે.

મીઠા લીમડાના ફાયદા:

1. ઘણા લોકો મીઠા લીમડાના પાન શાકભાજીમાંથી બહાર કાઢી નાખે છે, પરંતુ તેને ખાવા જોઈએ. લીમડાના પાન ઘણા પૌષ્ટિક હોય છે. તેમાં મેગ્નીશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર અને વિટામિન પણ હોય છે.

2. લીવર શરીરનો ખૂબ મહત્વપૂર્ણ ભાગ હોય છે અને તેનું સતત અટક્યા વગર સારી રીતે કામ કરવું જરૂરી હોય છે. મીઠા લીમડાના પાન લીવરને સશક્ત બનાવે છે. તે લીવરને બેકટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. આ ઉપરાંત તે ફ્રી રેડીકલ્સ, હેપેટાઈટિસ, સિરોસિસ જેવી ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

3. મીઠા લીમડાના પાનમાં પૂરતા પ્રમાણમાં વિટામિન A હોય છે. વિટામિન A આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે. વિટામિન A ની ઉણપથી આંખોની રોશની ઓછી થવા જેવી ઘણી સમસ્યા થઈ શકે છે. તો વિટામિન A ની ઉણપને પૂરી કરવા માટે પણ તમારે મીઠા લીમડાના પાનનું સેવન કરવું જોઈએ.

૪. મીઠા લીમડાના પાનમાં આયર્ન અને ફોલિક એસિડ બંને જોવા મળે છે. તેથી તે શરીરમાં લોહીની ઉપણને પણ દૂર કરે છે.

૫. મીઠા લીમડાના પાનમાં વાળને મોઈશ્ચરાઈઝિંગ કરનારા ઘણા ગુણ હોય છે. જે વાળને ઊંડાણથી સાફ કરે છે અને તેને વધારવાની સાથે મજબૂત પણ બનાવે છે. મીઠા લીમડાના સૂકા પાનનો પાવડર બનાવી તલ અથવા નારિયેળના તેલમાં ભેળવી લો, પછી આ તેલને થોડું ગરમ કરી માથામાં મસાજ કરો. તેને આખી રાત લગાવેલું રેહવા દો અને પછી સવારે શૅમ્પુથી ધોઈ લો. આ પ્રકારે માલિશ કરવાથી વાળ ખરતાં બંધ થઈ જશે અને તે મજબૂત પણ થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment