શું તમને ખબર છે પેટ્રોલ પંપ ઉપર આ દસ સુવિધાનાં મફત ઉપયોગ માટે કોઈ ના નથી કહી શકતું તમને

નાનામાં નાના ગામની અંદર પણ પટ્રોલ પંપ હોય છે. નાના સેન્ટરોથી લઈને મોટા મહાનગરોમાં પેટ્રોલ પંપની સુવિધા મળી રહે છે. એ સાથે શું તમે જાણો છો કઈ કઈ સુવિધાને ફરજીયાત પંપ માલિકને આપવી પડે છે? મતલબ કે અમુક ખાસ સુવિધા પેટ્રોલ પંપ પર મળવી ફરજીયાત છે. જો આટલી સુવિધા  ન મળે તો તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો.

તો જાણીએ આજના આર્ટીકલમાં રોચક જાણકારી. આ દસ સુવિધાનો ઉપયોગ તમે બિલકુલ ફ્રિ માં કરી શકો છો.

(૧)  સૌપ્રથમ સુવિધા છે હવા ભરવાની. દરેક પેટ્રોલ પંપ પર ટાયરમાં હવા ભરવાની સુવિધા મફતમાં આપવામાં આવે છે. તેના માટે કમ્પ્રેસર મશીન અને એક માણસને ખાસ ત્યાં એપોઇન્ટ કરવો પડે છે. જો આ સુવિધા ન મળે તો આપ પેટ્રોલ પંપ કંપનીને જાણ કરી ફરિયાદ નોંધાવી શકો છો.

(૨) ફર્સ્ટએડ બોક્સ દરેક પેટ્રોલ પંપ પર હોવું જરૂરી છે. જેથી સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરી શકે. એ બોક્ષમાં જીવનજરૂરી દવાઓ અને મલમપટ્ટી હોવી જરૂરી છે.

(૩) દરેક કંપનીના પંપ પર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા હોવી જરૂરિયાત છે. તે માટે પંપ માલિકે ફિલ્ટર મશીનની વ્યવસ્થાની ગોઠવણી કરવી એ જરૂરી છે.

(૪) સામાન્ય માણસને પણ ઉપયોગમાં લઇ શકાય એવા ફોન કોલની સુવિધા પેટ્રોલ પંપની અંદર હોવી જોઈએ. ત્યાંથી ઈમરજન્સીની પળમાં તમે ફ્રિ માં કોલ કરી શકો છો. જેના માટે કોઈ તમને કોઈ ના કહી ન શકે. જો આ બાબતે તમને સુવિધા ન મળે તો લેખિતમાં કમ્પલેઈન પણ કરી શકો છો.

(૫) વોશ રૂમની સુવિધા દરેક પંપ પર ઉપલબ્ધ હોવી ફરજીયાત છે. સાફ અને ચોખ્ખાઈની દ્રષ્ટિએ સારા વોશ રૂમની સુવિધા દરેક માણસને ત્યાં વિના મુલ્યે મળે છે.

(૬) પેટ્રોલપંપ પર કમ્પ્લેઇન બોક્સ હોવું ફરજીયાત છે. જેમાં તમે લેખિતમાં લખીને શિકાયત જણાવી શકો છો, તથા કમ્પ્લેઇન રજીસ્ટર હોવું જોઈએ.

(૭) અગત્યની વાત એ છે કે, દરેક વ્યક્તિનો અધિકાર છે કે તે પેટ્રોલ / ડીઝલની કિંમત જાણવાનો. બજાર કિંમત જે ચાલે છે, તે ભાવની પુછપરછ તમે પેટ્રોલ પંપ પર કરી શકો છો.

(૮) અગ્નિશામક સાધનો હાજરમાં હોવા જોઈએ. પેટ્રોલ-ડીઝલ જે અગ્નીશીલ પ્રવાહી છે તેથી આગ લાગવાના કેસમાં ઝડપથી આગને ઓલવી શકાય એ માટે અગ્નિશામક સાધનો હોવા ફરજીયાત છે.

(૯)  બિલ લેવાનો અધિકાર પણ બધાને મળે છે. કોઈપણ કિમતનું પેટ્રોલ ગાડીમાં ભરાવો ત્યારે તેનું બીલ આપવામાં કોઈ કર્મચારી અથવા પંપના માલિક તમને ‘ના’ કહી શકતા નથી.

(૧૦) પેટ્રોલની અને ડીઝલની ક્વોલીટી અને કવોન્ટિટી આપણે વગર સંકોચે તપાસી શકીએ છે. કવોન્ટિટી ચેકિંગ માટે પંપ પર પાંચ લીટરનું માપીયું ફરજિયાતપણે હોવું જોઈએ.

ઉપરોક્ત જણાવેલ દસ પ્રકારની સુવિધાનો લાભ દરેકને પેટ્રોલ પંપ પર ફ્રિ એટલે કે વિનામૂલ્યે મળે છે. જેના સુવિધાના ભંગ પર આપણે પેટ્રોલ કંપની પર કમ્પ્લેઇન પણ લખાવી શકો છો.

શું તમને ખબર હતી આ સુવિધાની? નહિ ને તો ચાલો હવે કયાંક તમારી સાથે છેતરામણી નહીં થાય. બરાબરને ….. “ફક્ત ગુજરાતી” પેઈઝ પર આવી જ માહિતી મળતી રહેશે તો અત્યારે જ લાઈક કરો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!