તમારા ખુદમાં આટલા પ્રકારની હિંમત ભરેલી છે જે તમને ખુદને જ ખબર નથી..

તકલીફ. કોઈને નાની અમથી અને કોઈને મોટા પહાડ જેવડી. કોઈ આશ્વાસનને આધારે જીવે છે, કોઈ કોઈના આધારે પણ જિંદગી છે તો આ બધું ચાલતું જ રહેવાનું. જિંદગી જીવવાનો મૂળ અર્થ જ એ છે કે તકલીફના સ્ટેપને પાર કરીને જીવનની મજા માણતું જવાનું. આ સમગ્ર વિશ્વમાં એટલી બધી ટાઈપના લોકો છે કે બધાની યાદી કરવા બેસીએ તો ખાસ્સો એવો સમય પસાર થઇ જાય. એ બધાની કોઈ અલગ તકલીફ છે, બધાના એક અલગ જ પ્રશ્ન છે એ બધાના સોલ્યુશન છે અને એ પણ એક જગ્યાએ..ખુદમાં, ખુદમાં રહેલી હિંમતમાં.. પણ અમે તમને હિંમત આપાવવા માટે આજે આ લેખ તૈયાર કર્યો છે જે તમને બહુ કામ આવશે. આ લેખમાં જીવનની તકલીફ સામે લડવાની હિંમત પીરસવામાં આવી છે તો ધ્યાનથી વાંચજો.

  • દિલ તૂટતી વખતે

સમજીએ છીએ આ સ્થિતિમાં હર કોઈ વ્યક્તિ માયુશ થઇ જાય છે અને ગમગીન બનીને ફરતા હોય છે કારણ કે અહીં વાત છે દિલની લાગણીઓ માટેની. પણ એ માટેનો એક રસ્તો છે..ખુદને મજબૂત બનાવો. કોઈ એક વ્યક્તિ લાઈફમાંથી જાય અથવા લાઈફનો હિસ્સો ન બને ત્યારે લાઈફ સાવ અટકી જતી નથી પણ લાઈફને આગળ લઇ જવાનો વિકલ્પ શોધીને જિંદગી પાર કરી શકાય છે. હાથમાંથી અને નસીબમાંથી જે છૂટી જાય છે એ ક્યારેય આપણું હોતું જ નથી.

  • ભૂતકાળની પરિસ્થિતિ માટેનો તણાવ

દુનિયાના દરેક માણસનો એક ભૂતકાળ હોય છે અને આમ પણ આજનો દિવસ એ આવતીકાલ માટે ભૂતકાળ બની જવાનો જ છે એમાં આપણે કાંઈ જ કરી શકવાના નથી. તો ભૂતકાળને યાદ કરીને ખુદને નાખુશ ન કરીએ બલકે આગળ વધવાની દૌડ શરૂ રાખીએ અને વર્તમાનને ગળે લગાવી લઈએ. 

  • પ્રિય વ્યક્તિની દુર્ઘટના

જો તમને કોઈ તમારા ગમતા વ્યક્તિના અકસ્માત કે મૃત્યુ પ્રત્યે વધુ દુઃખ થતું હોય અને ઉદાસીનું કારણ બનતું હોય તો શક્ય હોય ત્યાં સુધી તમે પણ એ કાર્ય કરવાનું ટાળો. કારણ કે એ જ કારણ ફરીથી તમારી લાઈફમાં ન બને તેનું ધ્યાન રાખો. બાકી જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. કોઈ ઘટના કે દુર્ઘટના તો માત્ર એક નામ ખાતર બને છે. 

  • નજીકની વ્યક્તિનું અચાનક નિધન

સારું ચાલો માન્યું કે તમને તમારી નજીકના વ્યક્તિ સાથે અત્યંત લગાવ છે પરંતુ તમે શું તેની ઉંમર વધતા કે મોત આવતું રોકી શકો એમ છો? જવાબ છે નહીં. તો પછી એ વાત દિમાગમાં ફીટ કરી લો કે આ દુનિયામાં જેટલા પણ સજીવ છે તેની આયુષ્ય થતા અને મોતનો સમય આવે ત્યારે એ જરૂરથી મૃત્યુ પામશે જ. નજીકનું વ્યક્તિ મૃત્યુ પામ્યું છે તો તેના વિચારમાં સમય ન કાઢો તેની સાથેની ખુશીની પળને યાદ કરીને જીવનની એકલતામાં પણ મજા માણો.

  • અઘરી પરિસ્થિતિ સામે લડાઈ

જો તમે નબળા દિલના વ્યક્તિ છો અને પરિસ્થિતિથી ડઘાઈને તેની લડત કરવાથી ડરી જાવ છો તો તમે માણસ કહેવાને લાયક નથી કારણ કે માણસ તો એ કહેવાય જેને બધી પરિસ્થિતિ મંજૂર હોય. આજીવન લડવાનું છે અને લડતું જ રહેવું પડે અને એમાંથી ઘણું શીખવાનું હોય છે જેને આપણેઅનુભવ કહેતા હોય છીએ. અનુભવ ખુદની જાતે જ કરવો પડે. બીજાનો અનુભવ આપણને કાંઈ જ કામ ન લાગે એટલે અનુભવ કરવા માટે સ્થિતિ-પરીસ્થિતિને બાથ ભીડી લો. આવવા દો જે પરિસ્થિતિને આવવું હોય તેને, યાદ રાખો તમે મજબૂત છો બધું કરી શકો એમ છો.

  • ધંધામાં ઝટકો લાગવો

વેપારમાં બે પાસા ફરજીયાત પણે રહેવાના જ છે. એક નફો અને બીજું નુકસાન. આ બે સિવાય ત્રીજી પરિસ્થિતિ છે જ નહીં અને આવનારા સમયમાં આવવાની પણ નથી. દુનિયામાં એવી કોઈ ત્રીજી પરિસ્થિતિ આજ સુધી પેદા થઇ જ નથી. અર્થાત્ ધંધાને લઈને વધુ ચિંતા અને તણાવમાં ફરવા કરતા પ્રશ્નના સોલ્યુશન માટે મથતા રહો તો આપમેળે પરિસ્થિતિને કાબૂમાં કરી શકાય છે. કરોડપતિ બનવાના સપના જુઓ એ પહેલા એવી મહેનત કરો અને જો મહેનત નથી કરી શકતા તો એ સપનાને સાઈડમાં મૂકી દો. અહીં વાસ્તવિકતા જે સ્વીકારીને ચાલે છે એ હળવાશથી જિંદગી જીવી શકે છે.

  • ફાઈનાન્શીયલ લોસ

માનવ જીવનમાં ઉપર વાત કરી એમ ડગલે પગલે અનુભવ મળે છે અને કંઈક શીખવા મળે છે. તો એ યાદ રાખવા જેવું છે કે તમે જે લોસ કરીને અનુભવ કર્યો અને એમાંથી કંઈક શીખ્યા એ ઈશ્વરે બનાવેલી જિંદગી નામની પાઠશાળાનો પેઈડ કોર્ષ હતો, જેને ફી ભરીને કરવો પડે એમ હતો એ ફી તમે લોસ કરીને અથવા એ ફોરમેટમાં ચૂકવી છે. નેક્સ્ટ ટાઈમ તમને ખબર પડી ગઈ કે હવે કઈ રીતે ચાલવું? બસ એ જ અનુભવ કહેવાય..

હજુ ઘણા એવા કારણો છે જે તમને જિંદગીનો કંટાળો લાવી દે ત્યાં સુધી પરેશાન કરે છે કારણ કે તમે એક માણસ છો અને માણસની ડિક્શનરીમાં લખેલું છે કે તકલીફ તો રહેવાની જ…હસતા-હસતા સમયને પસાર કરી નાખો અને પસાર થયેલા સમયમાંથી જ્ઞાન મેળવી લો એ જ્ઞાન બીજી વખત કામ આવશે. એ જ જીવનની મૂડી બનશે જે તમને તકલીફથી બચવા માટે શીખવાડશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close