શું તમે જાણો છો કે બ્રેડ સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક થઈ શકે છે? સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે નુકશાન

Image Source

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જ્યારે તમે આવશ્યકતા થી વધુ બ્રેડનું સેવન કરો છો તો તેનાથી તમારું વજન વધવાની સમસ્યા થઈ શકે છે. ખરેખર બ્રેડમાં મીઠું,રિફાઇન્ડ ખાંડ,અને પ્રિઝર્વેટિવ્સ વગેરે સામેલ હોય છે જેના કારણે તમારું વજન વધી શકે છે.

બ્રેડ એ દરેક વ્યક્તિના ડાયટ નો એક મહત્વનો ભાગ છે સામાન્ય રીતે આપણે સવારે નાસ્તામાં બ્રેડ નો સમાવેશ કરીએ છીએ પરંતુ બ્રેડનું નિયમિત અને વધારે પડતો વપરાશ તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે ઘણા લોકોને આ વિશે માહિતી હોતી નથી પરંતુ વધારે પ્રમાણમાં બ્રેડ ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે તેથી આજે આ લેખમાં અમે તમને વધુ બ્રેડ ના ખાવાના ફાયદા વિશે જણાવીશું.

1. વજન વધવું

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જ્યારે તમે જરૂર કરતાં વધારે બ્રેડ નો વપરાશ કરો છો ત્યારે તમારું વજન વધી શકે છે. ખરેખર તો બ્રેડ માં કાર્બ્સ મીઠું, રિફાઇન્ડ ખાંડ અને પ્રિઝર્વેટિવ સામેલ હોય છે જેના કારણે તે તમારું વજન વધારી શકે છે. તેને થોડું ખાવું યોગ્ય છે પરંતુ તેનું વધુ સેવન ન કરવું જોઈએ.

Image Source

2. વધુ પડતું મીઠું

વધુ પડતી બ્રેડની વેરાયટીમાં ખાસ કરીને પ્રોસેસ્ડ બ્રેડ જે તમને સુપરમાર્કેટમાં થી ખરીદો તેમાં મીઠા ની માત્રા વધારે હોય છે તેથી જો તમે ઓછી માત્રામાં બ્રેડ ખાશો તો તમારા શરીરમાં સોડિયમની માત્રા નિયંત્રિત રહે છે તેથી તે સારું રહેશે કે તમે ઘરે જ તમારી બ્રેડ બનાવી તેમાં વધુ મીઠું ન નાખો.

3. ડાયાબિટીસ નું જોખમ વધી શકે છે

હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા મુજબ બ્રેડમાં વધુ પ્રમાણમાં ખાંડ હોય છે અને જો તમે તે વધારે ખાશો તો તમારું બ્લડ શુગર લેવલ વધી જશે. જ્યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે ત્યારે વધારાનું ઇન્સ્યુલિન લોહીના પ્રવાહમાં છૂટી જાય છે અને તે કોષો ઈન્સ્યુલીન પ્રતિરોધક બનાવી શકે છે જેના કારણે ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બની જાય છે.

Image Source

4. તૃષ્ણા વધે છે

બ્લડ સુગર સ્પાઇક્સ માત્ર ઈન્સ્યુલીન પ્રતિકાર નું કારણ નથી તે તમને ખાવાના અમુક મિનિટ પછી જ પછી ભૂખ મહેસૂસ કરાવે છે જ્યારે તમે બ્રેડ ખાવ છો ત્યારે લોહીમાં સુગરનું પ્રમાણ વધે છે અને તે તમને એનર્જી આપે છે પરંતુ ટૂંક સમયમાં જ શુગર ઓછી થઈ જાય છે. જેના કારણે તમે અશક્તિ અનુભવો છો અને આવી સ્થિતિમાં તમને ફરીથી ઊર્જા વધારવા માટે કોઈ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે.

5. પોષણની કમી

પોષણની કમી બ્રેડ ખાવાથી થવાવાળું એક મોટું નુકસાન છે. સામાન્ય રીતે આપણો આહાર એવો હોવો જોઈએ કે માત્ર પેટ ભરેલું જ નહીં પરંતુ તેના લીધે શરીરને જરૂરી પોષક તત્વો પણ મળતા હોવા જોઈએ. પરંતુ બ્રેડના સેવન સાથે કઈ જ થતું નથી તે ફક્ત તમારા પેટને ભરે છે પરંતુ તે તમારા શરીરમાં પોષણની ઘણી ખામીઓ નું કારણ પણ બને છે.

Image Source

6. ડિપ્રેશનમાં આવવાની સંભાવના

રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે સફેદ બ્રેડ માં જોવા મળતા શુદ્ધ કાર્બોહાઈડ્રેટ અને ડિપ્રેશન વચ્ચે એક પ્રકારનું જોડાણ છે ખાસ કરીને મેનોપોઝ પછી સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. વધારે પડતી બ્રેડ ખાવાથી તમારા હોર્મોન્સ માં બદલાવ આવી શકે છે અને તેના પરિણામે થાક, મૂડ સ્વિંગ, અને અન્ય હતાશા ના લક્ષણો પણ જોવા મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *