શું તમે જાણો છો એક જ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે?

સાતનો આંકડો માત્ર દુનિયાની અજાયબીઓ કે ભારતની ૭ અજાયબીઓ સાથે જોડાયેલો નથી. જાણો એક એકજ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે
ભારતીય સંકૃતિમાં ૭ નાં નાક્દાનું પૌરાણિક મહત્વ છે. એટલું જ મહત્વ ભૂગોળ અને ઇતિહાસમાં પણ છે. ઇતિહાસમાં ૭ અજાયબીઓ તો બહુ જ જાણીતી છે. એવીજ રીતે ભારતની ૭ અજાયબીઓ પણ બહુજ જાણીતી છે. એપણ એક જ આજયાબીની સાત પ્રતિકૃતિઓ છે. એ વિષે બહુજ ઓછાંને ખબર હશે
તો એ માહિતી આપું તમને !!!


દુનિયાની ૭ અજાયબીમાં તાજમહેલનું અનોખું સ્થાન છે. પણ એજ તાજમહેલની ૭ પ્રતિકૃતિઓ પણ હયાત છે અને દુનિયામાં નહિ પણ આપણા જ દેશ ભારતમાં જ. જેના વિષે દરેકે જાણી લેવું અત્યંત આવશ્યક છે !!!!

વિશ્વની ૭ અજાયબીઓમાં સામેલ આગ્રાના તાજમહેલની કથા સમગ્ર દુનિયાને પ્રેરણા આપે છે. ઘણા દેશોમાં તો આ રચનાથી પ્રેરિત થઇને તેની નકલ પણ ઉતારવામાં આવી છે. જેમકે કેનેડા, બાંગ્લાદેશ, મલેશિયા, ચીન વગેરે.

એ જ રીતે ભારતમાં પણ ઘણા લોકોએ તાજમહેલથી પ્રેરિત થઇને નાના નાના તાજમહેલ બનાવી દીધા. જો કે તે આબેહૂબ તાજમહેલ જેવા નથી, પરંતુ તેમની કથા અને તેમની ઝલક થોડી તાજમહેલ સાથે મળતી આવે છે. જે તાજમહેલથી પ્રેરિત થઇને બનાવવામાં આવી છે, તે પણ પોતાના જ દેશ ભારતમાં જ્યાં તાજમહેલ આપણા દેશની ઓળખ પણ છે.

આગ્રામાં સ્થિત તાજમહેલ :

મુઘલ શાસક શાહજહાં દ્વારા તેમની પત્ની મુમતાઝ મહલના મૃત્યુ બાદ બનાવવામાં આવ્યો હતો.
આ કહાનીથી પ્રેરિત થઇ નાના તાજમહેલ અને લાલ તાજમહેલનું નિર્માણ કરાવવામાં આવ્યુ.

1. બીબીનો મકબરો

બીબીનો મકબરો જેને ‘દક્કન તાજ’ ના નામથી ઓળખવામાં આવે છે તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાનું એક પ્રમુખ સ્મારક છે. ‘
આ સ્મારકની રચના ઔરંગઝેબના પુત્ર રાજકુમાર આઝમ શાહ દ્વારા પોતાની માતાની યાદમાં કરવામાં આવી હતી. આ રચનાની રસપ્રદ વાત એ છે કે જેણે બીબીના મકબરાની ડિઝાઇન તૈયાર કરી છે. તે બીજુ કોઇ નહિ પરંતુ અસલી તાજમહેલ બનાવનાર પ્રમુખ વાસ્તુકાર ઉસ્તાદ અહમદ લાહોરીના પુત્ર અતાહ-ઉલાહ જ હતા.

2. નાનો તાજમહેલ

નાના તાજમહેલની કહાની ખરેખરે બહુ રસપ્રદ અને ખાસ છે. કહાની એમ છે કે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં બનેલા
આ નાના તાજમહેલને એક સેવા નિવૃત પોસ્ટ માસ્ટર, ફૈઝુલ હસન કાદરી દ્વારા પોતાની બધી બચત ખર્ચ કરીને પોતાની પત્નીની યાદમાં નિર્માણ કરાવવામાં આવી હતી. આજે તેને ઉત્તર પ્રદેશના બુલંદ શહેર સ્થિત ‘નાના તાજમહેલ’ ના નામથી ઓળખવામાં આવે છે.

3. હુમાયુનો મકબરો

હુમાયુનો મકબરો તાજમહેલની જૂની રચના છે, જેને અકબર દ્વારા બનાવવામાં આવ્યો હતો. જો કે આ રચનાનું નિર્માણ લાલ પત્થરથી કરવામાં આવ્યુ છે. તેમ છતાં તે થોડો થોડો અસલી તાજમહેલ જેવો પ્રતીત થાય છે. કહેવાય છે કે તાજમહેલની ડિઝાઇન હુમાયુના મકબરાથી પ્રેરિત થઇને જ તૈયાર કરવામાં આવી હતી.

4. મહાબત મકબરા

મહાબત મકબરાનું નિર્માણ જૂનાગઢના નવાબ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ એક મહેલ સમાધિ છે જેનું નિર્માણ 18 મી સદીમાં કરવામાં આવ્યુ હતુ. આમાં ઇસ્લામ, હિંદુ અને યુરોપિયન વાસ્તુશૈલીનું મિશ્રણ છે. મહાબત મકબરો થોડો વિચિત્ર અને અલગ દેખાય છે
પરંતુ તેની મૂળ રચના તાજમહેલ સાથે ઘણી મળતી આવે છે.

5. લાલ તાજ

એક ખાસ રચના છે કારણકે આનું નિર્માણ એક પત્ની દ્વારા પોતાના પતિની યાદમાં કરાવવામાં આવ્યુ હતુ.
આ એક કબર છે. જેને ડચ સૈનિક જહોન વિલિયમ હેસિંગની યાદમાં તેની પત્ની એન હેસિંગ દ્વારા બનાવવામાં આવી હતી.
આ અસલી તાજમહેલની જેમ વિશાળ અને ભવ્ય ભલે નથી પરંતુ આ નાનકડી રચના પણ આગ્રાની મહત્વપૂર્ણ રચનાઓમાંની એક છે જેને તમે જોવાનું ભૂલતા નહિ.

6. એતમાદ-ઉદ-દૌલા

રાણી નૂરજહાંએ પોતાના પિતાની સ્મૃતિમાં આગ્રામાં એતમાદ-ઉદ-દૌલાનો મકબરો બનાવડાવ્યો હતો. તેના પિતા ઘિયાસ-ઉદ-દીન બેગ, જહાંગીરના દરબારમાં મંત્રી હતા. તેમની યાદમાં નૂરજહાંએ આ મકબરો બનાવડાવ્યો હતો. યમુના નદીના કિનારે સ્થિત બેબી તાજના નામે જાણીતા આ મકબરાની એવી ઘણી વસ્તુઓ છે. જે બાદમાં તાજમહેલ બનાવતી વખતે અપનાવવામાં આવી હતી.
લોકોનું કહેવુ છે કે ઘણી જગ્યાએ અહીંનું નક્શીકામ તાજમહેલથી પણ વધુ સુંદર લાગે છે.

7. લઘુ તાજમહેલ

તમને બેંગલોરમાં પણ એક નાનો તાજમહેલ જોવા મળશે. બીજો એક વ્યક્તિ પ્રેમના આ મહાન પ્રતીકથી પ્રેરિત થયો
અને પોતાની પત્નીની યાદમાં નાના તાજમહેલનું નિર્માણ કરી દીધુ. આ નાનો તાજમહેલ બેંગલોરમાં જયદેવા હોસ્પિટલની પાસે જ બન્નેરઘાટા માર્ગ પર સ્થિત છે.

અસલી તાજમહેલ ભલે ગમે તેટલી પ્રતિકૃતિઓ બનાવવામાં આવે. પરંતુ આગ્રાના અસલી તાજમહેલના આકર્ષણ અને ભવ્યતાને કોઇ હરાવી શકે નહિ. આ સ્મારક અને તેની પાછળની કહાનીએ વિશ્વભરમાં ઘણાને પ્રેરિત કર્યા છે, એમાં કોઇ શક કે આશ્ચર્યની વાત નથી કારણકે તેને ભારતમાં પ્રેમનું સૌથી અનમોલ પ્રતીક માનવામાં આવે છે.

આ સાતે સાત અજાયબીઓ બેનમુન છે. પણ તાજ એટલે તાજ એની મનોહારીતા કૈંક અલગ જ છે. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી !!!
બાકીની પણ એટલી જ સરસ છે હો કે !!!

——– જનમેજય અધ્વર્યુ

Leave a Comment