ભારતની કેટલીક વાનગીઓ છે જે વિદેશમાં લોકોની પહેલી પસંદ છે. ચાલો જાણીએ તે સ્વાદિષ્ટ વાનગીઓ વિશે.
ભારતીય વાનગીઓ હંમેશાં તેના શ્રેષ્ઠ મસાલા, સ્વાદની સમૃદ્ધિ અને તેના ઉત્કૃષ્ટ સ્વાદ માટે જાણીતું છે. એટલું જ નહીં, ભારતીય ભોજન સમયની સાથે વિદેશમાં પણ પહોંચ્યું છે. આથી જ તમને વિશ્વમાં ક્યાંય પણ અધિકૃત ભારતીય રેસ્ટોરન્ટ મળી જાય છે. ભારતની કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ દરેકને પસંદ છે અને વિશ્વના અન્ય દેશોમાં પણ પસંદ કરવામાં આવે છે. આ લેખમાં, અમે કેટલીક લોકપ્રિય ભારતીય વાનગીઓ વિશે વાત કરી રહ્યા છીએ કે જેમણે આખી દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
ચાટ:
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ માંથી લોકોનો મનપસંદ નાસ્તો ચાટ વિશ્વભરના બધા જ ખાદ્ય પ્રેમીઓના દિલને લૂટી શકે છે. તળેલી પાપડી, દહીં, બટાકા, ચટપટા મસાલા અને કેટલાક શાકભાજીઓનું મિશ્રણ, આ વાનગી સમયાંતરે વિશ્વભરની બજારો, ખાસ કરીને બ્રિટનમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેની સરળતા અને વર્સેટિલિટી તેને સફળ વાનગી બનાવે છે. તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ બ્રિટન સહિત વિશ્વના બીજા ઘણા દેશોમાં ચાટને એક સ્વાદિષ્ટ નાસ્તા તરીકે પસંદ કરવામાં આવે છે.
સમોસા:
બીજો એક લોકપ્રિય ભારતીય નાસ્તો છે જેણે ન જાણે ઘણાં મેળાવડા અને પાર્ટીઓમાં પોતાનું સ્થાન મેળવ્યું છે અને ચાના પ્રિય સાથી બની ગયા છે. હા, તમે સમજી જ ગયા હશો કે આપણે સમોસા વિશે વાત કરી રહ્યા છીએ. જ્યારે છૂંદેલા ચટપટા બટાકા ની સાથે ભરેલું કરકરુ તળવામાં આવતું આ મિશ્રણ ખબર પણ ન રહી કે ક્યારે આંતરરાષ્ટ્રીય બની ગયું. આ નાના લોટના બનાવેલા સમોસમાં મિશ્રણ રૂપે કંઈપણ ભરી શકો છો અને તે તીખા અને મીઠા બંને સ્વરૂપોમાં બનાવી શકાય છે. તેમને આમલીની ચટણી અથવા મસાલાવાળી કોથમીર અને લીલા મરચાની ચટણીમાં ડૂબાવો અને આ વાનગીનો ભરપુર આનંદ લો.
સાઉથ ઇન્ડિયન ફૂડ:
દક્ષિણ ભારતીય વાનગીઓએ સમગ્ર વિશ્વમાં તેમની ઓળખ મેળવી છે. જ્યારે અમુક જગ્યાએ દક્ષિણ ભારતીય વાનગીઓ વિશેષરૂપે પીરસવામાં આવે છે, વિદેશમાં મોટાભાગે ભારતીય રેસ્ટોરન્ટ મૂળ ચોખાના લોટની ઈડલી અને ઢોસા પીરસાય છે. નરમ બાફેલી ઈડલી ફક્ત સ્વસ્થ જ નહીં પરંતુ નાળિયેરની ચટણી અને સાંભાર સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ક્રિસ્પી ફ્રાઇડ ઢોસા એક મનપસંદ નાસ્તો છે અને તેને વ્યવહારિક રીતે કોઈપણ ગ્રેવી સાથે બનાવી શકાય છે. જોકે પારંપારિક રીતે નાળિયેર સાથે, ચટણીને ડુંગળી, ટામેટા, મરચાં અને કોથમીર સાથે તેનો સ્વાદ લઈ શકાય છે.
મલાઈ કોફતા:
કોફતા કોઈ પણ શાકભાજી જેમ કે દુધી કે કોબીજ નું બનાવી શકાય છે. તે હળવાથી લઈને વધારે મસાલાવાળા બનાવી શકાય છે. ટામેટા, ક્રીમ અને મસાલાઓ ની ગ્રેવી માં બનાવવામાં આવે છે, બોલને સ્વાદમાં પલાળવામાં આવે છે અને રોટલી કે ચોખા સાથે ખાઈ શકાય છે. તે મૂળ રૂપે એક પંજાબી વાનગી છે, તેની ભવ્ય અપીલને વિશ્વભરના ઘણા લોકોએ અપનાવી છે અને તેમની મનપસંદ વાનગી બનાવી છે.
પાણીપુરી:
આ એક સૌથી મનપસંદ અને અલગ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગીમાં એક પોલી, ગોળ પૂરી હોય છે. જે એક ઊંડી તળેલી ક્રેપ હોય છે અને બટાકા, ડુંગળી કે છોલે ની સાથે આમલીની ચટણી, ચાટ મસાલો અને સ્વાદિષ્ટ પાણી સાથે ભરવામાં આવે છે. તે સામાન્ય રીતે ઠંડી પીરસવામાં આવે છે અને તેનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે તેના નામથી જ મોઢામાં પાણી આવી જાય છે. ભારતનું આ સ્ટ્રીટ ફૂડ પણ ફૂડ સ્ટોર નો ભાગ બની ગયો છે અને સૌથી મનપસંદ નાસ્તા માંથી એક છે.
છોલે:
છોલે એક ભારતીય વાનગી છે જેને ભટુરે કે કુલચા સાથે પીરસવામાં આવે છે. મુખ્યત્વે પંજાબ ની આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં વિશ્વના ફૂડ જગતમાં એક સનસનીભર્યું બની ગયું છે અને તમે વિદેશના રેસ્ટોરન્ટના મેનુમાં આ વાનગીને સરળતાથી મેળવી શકો છો.
આ બતાવવામાં આવેલી વાનગીઓ દુનિયાભરની બધી લોકપ્રિય ભારતીય વાનગીઓમાંથી એક વિસ્તૃત સુચી નથી, પરંતુ આવી બીજી પણ ઘણી ભારતીય વાનગીઓ છે, જે વિદેશમાં લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને તેમના મેનુ પણ સામેલ હોય છે જેમ કે પાલક પનીર, દાલ મખની, બિરયાની અને બીજી પણ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને શેર જરૂર કરો તેમજ આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો
#Author : FaktGujarati & Team