શું તમે લીલા મરચા વિશે જાણો છો!!! તો જાણો તેના ટોપ ૧૭ સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ, ઉપયોગ અને અન્ય ઘણીજાણકારી

Image Source

લીલા મરચા અને લાલ મરચા વગર ભોજનની દુનિયા અધુરી છે. તે તેના તીખાશ માટે જાણવામાં આવે છે અને તેને ભોજનમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા ભોજનની સાથે લીલા મરચાનું અથાણું પણ ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. લીલા મરચાની ખાસિયત ફકત તીખાશ સુધી મર્યાદિત નથી, પરંતુ ઘણા વૈજ્ઞાનિક સંશોધનમાં તેના ઔષધીય ગુણોની પુષ્ટિ થઈ છે. લીલા મરચાના આ તમામ ગુણોની ચર્ચા અમે આ લેખમાં કરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે જાણો લીલા મરચાના ફાયદા અને તેને ઉપયોગ કરવાની અલગ રીતો વિશે. સાથેજ લીલા મરચા ખાવાના નુકશાન વિશે પણ વિસ્તારમાં જણાવીશું. લીલા મરચા સ્વસ્થ રાખવાની સાથે બીમારીની અવસ્થામાં કેટલાક લક્ષણોને ઓછા પણ કરી શકે છે, પરંતુ તે કોઈ પણ રોગનો ઈલાજ માનવામાં આવતું નથી. તેથી, જો કોઈ ગંભીર રીતે બીમાર છે, તો તેને ડોડકર પાસે સારવાર કરાવવી જોઇએ.

Image Source

લીલા મરચાના ફાયદાઓ -:

લીલા મરચામાં જોવા મળતા ઔષધીય ગુણ અને પૌષ્ટિક તત્વોને કારણે તે સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં અમે તમને લીલા મરચાના ફાયદા વિશે વિસ્તારમાં જણાવવા જઈ રહ્યા છીએ.

Image Source

૧. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીલા મરચાં ખાવાના ફાયદાઓ -:

નબળી પ્રતિરક્ષા એટલે રોગ પ્રતિકારક ક્ષમતા ને કારણે શરદી-તાવ, એલર્જી અથવા શારીરિક નબળાઈની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં લીલા મરચાનો ઉપયોગ પ્રતિરક્ષા પ્રણાલીને સુધારવામાં ફાયદાકારક થઈ શકે છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે લીલા મરચામાં વિટામિન એ, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વ જોવા મળે છે. લીલા મરચામાં જોવા મળતા આ પોષક તત્વ પ્રતિરક્ષા પ્રણાલીને વધારવામાં ફાયદાકારક થઈ શકે છે. આ હકીકતની પુષ્ટિ એનસીબીઆઈ ( નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન ) ની સાઇટ પર ઉપલબ્ધ સંશોધન પેપરથી થાય છે.

૨. હદયના સ્વાસ્થ્ય માટે લીલા મરચાના ફાયદાઓ -:

હદયને સ્વસ્થ રાખવા માટે પણ લીલા મરચાનો ઉપયોગ કરી શકાય છે. એનસીબીઆઈ તરફથી ઉપલબ્ધ સંશોધનમાં જોવા મળ્યું છે કે લીલા મરચામાં કેપ્સાઇસિન નામનું સંયોજન જોવા મળે છે, જે મરચાને તીખા અને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે. આ સંયોજન હદય રોગની સમસ્યાને દૂર કરવા અને હદયની સુરક્ષા માટે ફાયદાકારક થઈ શકે છે. .

૩. ડાયાબિટીસની સમસ્યામાં -:

લોહીમાં ગ્લુકોઝના લેવલને વધારવાથી ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે લીલા મરચા ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીલા મરચામાં કેપ્સાઇસિન નામનું સંયોજન જોવા મળે છે, જેમકે ઉપર પણ જણાવવામાં આવ્યું છે. એક વૈજ્ઞાનિક સંશોધનમાં જોવા મળ્યું છે કે કેપ્સાઇસિન નામના સંયોજનમા એન્ટીડાયબિટીક ગુણ જોવા મળે છે. આ ગુણ ડાયાબિટીસને ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ સંશોધન પેપર એનસીબીઆઈની સાઈટ પર ઉપલબ્ધ છે. જે કોઈ દર્દી ડાયાબિટીસની દવા લઈ રહ્યા છે, તો તેવા લોકોએ લીલા મરચાનું સેવન ડોકટરની સલાહ લઈને જ કરવું.

Image Source

૪. એન્ટી ઓક્સિડન્ટથી ભરપુર -:

લીલા મરચા એન્ટી ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. એન્ટીઓક્સિડન્ટની અસર ઓક્સિકરણને રોકી શકે છે. ઓક્સિકરણ એક રાસાયણિક પ્રતિક્રિયા છે, જે ફ્રી રેડિકલ્સનું ઉત્પાદન કરી શકે છે, જેનાથી સ્નાયુઓને નુકશાન પહોંચી શકે છે. આ ઉપરાંત, તે ગુણ ઓકસીડેટિવ સ્ટ્રેસને પણ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે, જે જૂની બીમારીઓ જેમકે – અસ્થમા, ડાયાબિટીસ અને અલ્ઝાઇમર વધવાનું કારણ બને છે.

Image Source

૫. પાચન ક્ષમતામા સુધારો કરે છે-:

પાચનક્રિયાને સરળતાથી ચલાવવામાં પણ લીલા મરચા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સંશોધન મુજબ, લીલા મરચા જઠરાંત્રિય વિકાર પર સકારાત્મક અસરો બતાવે છે. ખરેખર જઠરાંત્રિય વિકારોમાં અપચો, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓના લક્ષણો શામેલ છે, જે ક્ષતિગ્રસ્ત પાચનતંત્રનું પરિણામ છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે મરચામાં કેપ્સાઇસિન નામનું સંયોજન જોવા મળે છે. કેપ્સાઇસિન ગેસ્ટ્રોઇંટેસ્ટીનલની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. એક અન્ય સંશોધનમાં જોવા મળ્યું છે કે લીલા મરચામાં કેપ્સીકમ નામનો પદાર્થ જોવા મળે છે, જે પાચન ક્ષમતાને સુધારવામાં મદદ કરી શકે છે.

૬. વજન ઓછું કરવામાં લીલા મરચાના ફાયદાઓ -:

મેદસ્વિતાને કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લીલા મરચા નો ઉપયોગ મોટાપણની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એનસીબીઆઈ તરફથી ઉપલબ્ધ સંશોધન મુજબ, લીલા મરચામાં જોવા મળતા કેપ્સાઇસિન સંયોજન આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. ખરેખર, કેપ્સાઇસિનમાં એન્ટીઓબેસિટી ગુણ હોય છે. તે ગુણ મેદસ્વિતાને દૂર કરવાની સાથે વજનને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકરક થઈ શકે છે. સાથેજ મરચા મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે.

૭. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે લીલા મરચાના ફાયદાઓ -:

વધતુ બ્લડ પ્રેશર હદયની સમસ્યા સાથે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. લીલા મરચામાં જોવા મળતું કેપ્સાઇસિન આ સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક થઈ શકે છે. તેમાં એન્ટીહાઇપરટેંસિવ ગુણ જોવા મળે છે. આ ગુણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક થઈ શકે છે.

૮. આંખો માટે લીલા મરચાના ફાયદાઓ -:

આંખને સ્વસ્થ રાખવા માટે લીલા મરચાં ફાયદાકારક થઈ શકે છે. મરચામાં બીટા કેરોટિન હોય છે જે આંખને સ્વસ્થ રાખવાની સાથે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે લીલા મરચામાં લ્યુટીન અને ઝેન્થિન જેવા પોષક તત્વોની સાથે એન્ટી ઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે. લીલા મરચામાં જોવા મળતા તે ગુણ અને પોષક તત્વ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક થઈ શકે છે. આ વય સંબંધિત આંખના રોગની સમસ્યાને અમુક હદ સુધી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

૯. તણાવ ને દૂર કરવા માટે -:

લીલા મરચા મૂડ સારો કરવા અને તણાવને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પશુઓ પર થયેલા સંશોધન પરથી આ વાત જાણવા મળે છે . મરચામાં જોવા મળતા કેપ્સાઇસિન નામના સંયોજન તણાવ ઓછું કરવા અને મૂડ ને સારું કરવામાં ફાયદાકારક થઈ શકે છે. પરંતુ આ વિષય પર વધારે સંશોધન ઉપલબ્ધ નથી.

Image Source

૧૦. બેક્ટેરિયલ સંક્રમણ -:

લીલા મરચા બેક્ટેરિયાને કારણે થનારા સંક્રમણને દૂર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. સંશોધન મુજબ, તેના કેપ્સાઇસિન નામના પદાર્થમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાઈરલ અને એન્ટી માઇક્રોબીયલ ગુણ જોવા મળે છે. તેમાં જોવા મળતા આ ગુણ બેક્ટેરિયાની સમસ્યા અને તેનાથી થનારા સંક્રમણને દૂર કરવામાં મદદ કરી શકે છે.

૧૧. હાડકા અને દાંત માટે -:

લીલા મરચા ખાવાના ફાયદામાં હાડકા અને દાંતને સ્વસ્થ રાખવાનું પણ શામેલ છે. માનવામાં આવે છે કે લીલા મરચામાં વિટામિન સીની સારી માત્રા જોવા મળે છે. વિટામિન સી હાડકા અને દાંતની સારસંભાળમાં ફાયદાકારક હોય છે. સાથેજ તે તેને મેંટેન કરવામાં મદદરૂપ થઈ શકે છે. એક અન્ય સંશોધનમાં પણ જાણવા મળ્યું છે કે લીલા મરચાના મુખ્ય કેપ્સાઇસિન સંયોજન નો ઉપયોગ કેટલીક ક્રીમમાં પણ કરવામાં આવે છે, જેને લગાવવાથી ઓસ્ટીયોપોરોસિસનો દુખાવો ઓછો થઈ શકે છે.

Image Source

૧૨. કેન્સર-:

કેન્સર એ જીવલેણ રોગ છે. લીલા મરચા કેન્સર જેવા જીવલેણ રોગોથી બચવા માટે ફાયદાકારક હોઈ શકે છે. લીલા મરચામાં રહેલ કેપ્સાઇસીનની ભૂમિકા પણ અહીં જોઇ શકાય છે. રિપોર્ટ અનુસાર કેપ્સાઇસીન અસરકારક એન્ટી કેન્સર તરીકે કામ કરી શકે છે . આ ગુણ હોવા છતાં, લીલા મરચાં કેન્સરની સારવાર તરીકે ગણી શકાય નહીં. તે ફક્ત કેન્સરને રોકવામાં અમુક હદ સુધી મદદ કરી શકે છે. ડોક્ટર દ્વારા આપવામાં આવતી સારવાર કેન્સરની રોકથામ માટે ફાયદાકારક હોઈ શકે છે.

Image Source

૧૩. સંધિવામાં ફાયદો-:

સંધિવાની સમસ્યાને કારણે સાંધાનો દુખાવો અને સોજો આવી શકે છે. લીલા મરચાંનો ઉપયોગ આ સમસ્યાથી બચવા માટે ફાયદાકારક હોઈ શકે છે. લીલા મરચામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી આર્થરાઈટસ ગુણ હોય છે. લીલા મરચામાં મળતી એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ સોજાની સમસ્યાને દૂર કરવામાં મદદગાર થઈ શકે છે. તે જ સમયે, એન્ટી આર્થરાઈટસ ગુણ સંધિવાની સમસ્યાને અમુક અંશે દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Image Source

૧૪. મગજનું સ્વાસ્થ્ય-:

મગજના સ્વાસ્થ્ય માટે પણ લીલા મરચાનો ઉપયોગ કરી શકાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે લીલા મરચાં કેપ્સાઈસિન મળી આવે છે. તે મગજની કાર્યપ્રણાલી અને અલ્ઝાઈમરની સમસ્યામાં ફાયદાકારક થઈ શકે છે. હાલમાં આ વિષય પર વધારે સંશોધનની જરૂર છે.

૧૫. શરદી અને સાઇનસ-:

લીલા મરચા તમને સામાન્ય શરદી અને સાયનસ સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે. અહીં લીલા મરચાં રહેલ કેપ્સાઈસિનનું મહત્વપૂર્ણ યોગદાન જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ, સતત બે અઠવાડિયા સુધી કેપ્સાઈસિન નોઝ સ્પ્રેનો ઉપયોગ બંધ નાક ઉપર અસરકારક અસર છોડી શકે છે.

૧૬. ત્વચા માટે-:

ત્વચા માટે પણ લીલા મરચાંના ઘણા ફાયદા છે. લીલા મરચા વિટામીન સી જેવા એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે. જેને ત્વચાના સ્વાસ્થ્ય માટે ખાસ પોષક તત્વ માનવામાં આવે છે. વીટામીન સી ત્વચામાં કોલેજનને વધારવાનું કામ કરે છે. વિટામીન સીનો ઉપયોગ ત્વચાને ચમકદાર, એન્ટી એન્જિગ અને સુરજના હાનિકારક કિરણોથી બચાવનારા કોસ્મેટીક ઉત્પાદનમાં પણ કરવામાં આવે છે.

૧૭. વાળ માટે ફાયદા કારક છે-:

સ્વાસ્થ્ય અને ત્વચા સાથે વાળના વિકાર માટે પણ મરચાનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે. તેમાં મળી આવતા કેપ્સાઈસિન સંયોજન ટાલની સમસ્યાને દૂર કરવા અને વાળના વિકાસમાં વધારો કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે.

Image Source

લીલા મરચાના પૌષ્ટિક તત્વો:

લીલા મરચામાં મળી આવતા પોષક તત્વોને લીધે જ તે સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક હોઈ શકે છે. જેની જાણકારી અમે તમને ઉપર આપી ચૂક્યા છીએ. અહીં આગળ અમે લીલા મરચામાં મળી આવતા પોષક તત્વો વિશે જણાવી રહ્યા છીએ.

  • પોષક તત્વો – માત્રા પ્રતી ૧૦૦ગ્રામ
  • પાણી- ૮૭.૭૪ ગ્રામ
  • કેલેરી – ૪૦ kcl
  • ઊર્જા – ૧૬૭ કિલોજુલ
  • પ્રોટીન – ૨ ગ્રામ
  • ચરબી – ૦.૨ ગ્રામ
  • કાર્બોહાઈડ્રેટ – ૯.૪૬ ગ્રામ
  • ફાઈબર – ૧.૫ ગ્રામ
  • શુગર – ૫.૧ ગ્રામ
  • કેલ્શિયમ – ૧૮ મિલિગ્રામ
  • આયર્ન – ૧.૨ મીલિગ્રામ
  • મેગ્નેશિયમ – ૨૫ મિલીગ્રામ
  • ફોસ્ફરસ – ૪૬ મીલીગ્રામ
  • પોટેશિયમ – ૩૪૦ મિલીગ્રામ
  • સોડિયમ – ૭ મિલિગ્રામ
  • ઝીંક – ૦.૩ મિલીગ્રામ
  • કોપર – ૦.૧૭૪ મિલીગ્રામ
  • મેંગેનિઝ – ૦.૨૩૭ મિલીગ્રામ
  • સેલેનિયમ – ૦.૫ માઇક્રો ગ્રામ
  • વિટામિન સી – ૨૪૨.૫ મિલીગ્રામ
  • થીયામીન – ૦.૦૯ મિલીગ્રામ
  • રાઈબોફ્લેવિન – ૦.૦૯ મિલીગ્રામ
  • નિયાસિન – ૦.૯૫ મિલીગ્રામ
  • ફોટોથેનિક એસિડ – ૦.૦૬૧ મિલીગ્રામ
  • વિટામિન બી 6- ૦.૨૭૮ મિલીગ્રામ
  • ફોલેટ – ૨૩ માઇક્રો ગ્રામ
  • કોલિન – ૧૧.૧ માઇક્રો ગ્રામ
  • વિટામિન એ RAE- ૫૯ માઇક્રો ગ્રામ
  • બીટા કેરોટિન – ૬૭૧ માઇક્રો ગ્રામ
  • વિટામિન ઈ IU – ૧૧૭૯ IU
  • લ્યુટિન + ઝેંથાઈન – ૭૨૫ માઇક્રો ગ્રામ
  • વિટામિન ઈ – ૦.૬૯ મિલિગ્રામ
  • ફેટી એસિડ ટોટલ સેચ્યૂરેટેડ -૦.૦૨૧ ગ્રામ
  • ફેટી એસિડ ટોટલ મોનોઅનસેચ્યૂરેટેડ- ૦.૦૧૧ ગ્રામ
  • ફેટી એસિડ ટોટલ પોલીઅનસેચ્યૂરેટેડ -૦.૧૦૯ ગ્રામ

લીલા મરચાના ફાયદા અને તેમાં રહેલા પૌષ્ટિક તત્વો પછી નીચે જાણો તેના ઉપયોગ વિશે.

Image Source

લીલા મરચાનો ઉપયોગ:

ભોજન માટે લીલા મરચાનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. નીચે જાણો, તમે કઈ રીતે લીલા મરચાનો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.

  • લીલા મરચાનો વધુ પડતો ઉપયોગ શાક તેમજ દાળ બનાવવા માટે કરવામાં આવે છે. જ્યાં હળવા અને વધારે તીખાશની જરૂર હોય છે. તમે જરૂરિયાત મુજબ મરચીની સંખ્યામાં વધારો કરી શકો છો.
  • ભોજન સાથે કાચા મરચાનો ઉપયોગ સલાડમાં કરી શકાય છે. જેમને વધારે તીખુ ભોજન પસંદ છે તેઓ કાચું મરચું બપોરે તેમજ સાંજના ભોજન સાથે લઈ શકે છે.
  • તમે તળેલા મરચાનું સેવન પણ વજન સાથે કરી શકો છો. તેના માટે તમે મરચાને વચ્ચેથી કાપી લો અને થોડું મીઠું છાંટીને તેલમાં સરખી રીતે તળી લો.
  • આ ઉપરાંત, તમે લીલા મરચાનું અથાણું પણ બનાવી શકો છો, જેની રીત અમે તમને નીચે જણાવી રહ્યા છીએ.

Image Source

લીલા મરચાના અથાણાની રેસીપી:

સામગ્રી:

  • ૧ કપ લીલા મરચા, ટુકડામાં કાપેલી
  • ૧ મોટી ચમચી વરીયાળી ના બીજ
  • ૨ ચમચી મેથીનાં બીજ
  • ૧ નાની ચમચી જીરૂ
  • ૧ મોટી ચમચી સરસવના દાણા કે રાઇના દાણા
  • ૧ નાની ચમચી હળદર પાઉડર
  • ૧/૪ ચમચી હિંગ
  • ૧/૪ કપ સરસવનું તેલ
  • દોઢ ચમચી સરકો
  • ૨ ચમચી મીઠું

રીત:

  • લીલા મરચાનું અથાણું બનાવવા માટે એક નાના પહોળા નોનસ્ટિક વાસણમાં વરીયાળી ના બીજ, મેથીનાં બીજ, જીરું તેમજ સરસવના બીજને ભેળવો અને ધીમા તાપે એક મિનિટ સુધી શેકો.
  • પછી આ મિશ્રણને ઠંડુ કરો અને મિક્સરમાં બારીક પીસી લો.
  • મિશ્રણને એક વાસણમાં કાઢી લો અને એમાં બાકી રહેલી બધી સામગ્રીઓને સરખી રીતે ભેળવી દો.
  • તમારા લીલા મરચાનું અથાણું તૈયાર છે. તેને એક હવાચુસ્ત બરણીમાં ભરી લો.

Image Source

લીલા મરચા અને લાલ મરચામાંથી કયા મરચા ઉત્તમ છે?

લાલ મરચાની સરખામણીમાં લીલા મરચા ફાયદાકારક હોઈ શકે છે. જ્યાં એક તરફ લીલા મરચા અલ્સર અને કેન્સરની સમસ્યાઓમાં ફાયદાકારક માનવામાં આવે છે, તેમજ લાલ મરચા આ બંને સમસ્યાઓનું કારણ બની શકે છે.

ચાલો હવે જાણીએ કે લીલા મરચાનું વધારે સેવન કરવાથી કયા કયા નુકસાન થઈ શકે છે.

Image Source

લીલા મરચાના નુકસાન:

લીલા મરચા એક ગુણકારી ખાદ્ય પદાર્થ છે, જે ઘણી રીતે તમને લાભ પહોંચાડે છે, પરંતુ તેનું વધારે સેવન ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. અહી અમે જણાવી રહ્યા છીએ લીલા મરચાના નુકશાન વિશે.

  • જેને વધારે તીખું પસંદ નથી અને જે વધારે સંવેદનશીલ હોય છે તેના માટે લીલા મરચાંનું વધારે સેવન નુકસાનકારક હોઈ શકે છે.
  • લીલા મરચાના વધારે પ્રમાણ ને કારણે ઝેરી સમસ્યા થઈ શકે છે.
  • કેટલાક લીલા મરચા વધારે તીખા હોય છે જે મોઢામાં વધારે બળતરા ઉત્પન્ન કરી શકે છે.

આ હતા લીલા મરચાથી થતા સ્વાસ્થ્યના લાભો. જો કોઈને લેખમાં જણાવેલી કોઈપણ સમસ્યાઓ છે, તો તેઓ ડોક્ટરની સલાહ મુજબ નિયમિત રૂપે લીલા મરચાનું સેવન શરૂ કરી શકે છે. સાથે આ બાબતનું ધ્યાન રાખવું કે જો તેના ઉપયોગ દરમિયાન કોઈ શારીરિક સમસ્યાઓ થાય તો તેનું સેવન કરવાનું ટાળવું અને ડોક્ટરનો સંપર્ક કરવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment