શું તમારા જીવનમાં પણ આવ્યા કરે છે ચડતી-પડતી ? એકવાર અજમાવી જુઓ આ ઉપાય

દરેક વ્યક્તિના જીવનમાં ચડતી પડતી આવ્યા જ કરતી હોઈ છે, ક્યારેક સુખ હોઈ છે તો ક્યારેક દુખ. સમય બદલાય એમ પરિસ્થિતિઓ પણ બદલાય છે. જેમકે જયારે માણસના જીવનમાં દુખ આવે ત્યારે ચારે બાજુથી સમસ્યાઓ તેને ઘેરી વળે છે. તેમાંથી તે બહાર નીકળી શકતો નથી. પરંતુ આ બધાનું સમાધાન શક્ય છે. શાસ્ત્રો મુજબ આ કઠિનાઈને દુર કરવા અમુક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનાથી ખરાબ સમય દુર થઈ શકે છે.

image source

આ ઉપાયોનો અમલ કરવાથી તમને અંધકારમાંથી પ્રકાશ મળશે. જ્યારે પણ જીવનમાં કપરો સમય શરૂ થઈ જાય ત્યારે આ ઉપાયો અચૂક અજમાવવા. તમે થોડા જ સમયમાં અનુભવશો કે તમારી સમસ્યાઓ દૂર થવા લાગી છે.

image source

ઘરમાં વાસ્તુ દોષ હોય અને તેના કારણે સમસ્યાઓ આવતી હોય તો રાત્રે ઘરના દરેક ખૂણામાં એક એક ચપટી મીઠુ રાખી દેવું. સવારે આ મીઠાને એકઠું કરી અને પાણીમાં વહાવી દેવું. આ ઉપાય કરવાથી ઘરની દરેક સમસ્યા દૂર થવા લાગે છે.

image source

સંધ્યા સમયે શંખ વગાડવો ન જોઈએ. પરંતુ સંધ્યા સમયે ભગવાન સમક્ષ સવારથી રાખેલા જળનો છંટકાવ શંખમાં ભરીને ઘરમાં કરવો જોઈએ. આ ઉપાય પણ ઘરમાં પ્રવેશેલી નકારાત્મકતાને દૂર કરી દે છે.

image source

એક વાટકી પાણી સૂર્ય પ્રકાશમાં રાખી દેવી. આ વાટકીને એકાદ કલાક પછી ઘરમાં લાવવી અને આસોપાલવના પાનથી વાટકીમાં ભરેલા પાણીને ઘરની દરેક જગ્યાએ છાંટી દેવું. આ ઉપાય નિયમિત કરવો તેનાથી ઘરમાં આવેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે. મોટાભાગની સમસ્યાઓ ઘરમાં ફેલાયેલી નકારાત્મકતાથી જ વધતી હોય છે.

image source

જો ઘરમાં નાની-નાની વાતમાં કંકાશ થવા લાગે તો શનિવારથી શરૂ કરી અને રોજ સવારે અને સાંજે ઘરમાં લોબાનનો ધૂપ કરવો. લોબાન ઘરમાંથી ખરાબ શક્તિઓને દૂર કરી દેશે. રાત્રે ઘરમાં ઘી લગાવેલું કપૂર પ્રજ્વલિત કરવું. તેનાથી ખરાબ સપના નહીં આવે અને દિવસભરમાં ઘરમાં પ્રવેશેલી નકારાત્મકતા દૂર થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *