શું તમારે પાર્ટનર સાથે વારેવારે ઝઘડો થાય છે? તો વાંચીને જલ્દીથી અજમાવો આ 6 ટીપ્સ…

લગ્નજીવનમાં કેવી રીતે સુખી રહી શકાય એ માટે બજારમાં અનેક પુસ્તકો મળે છે અને ન્યુઝ પેપરમાં પણ અનેક લેખ આવતા રહેતા હોય છે પણ આ બધું રીયલ લાઈફમાં કેટલી હદે એપ્લાય કરી શકાય છે? સાચું ને મિત્રો… બધું વાંચેલું સાચું હોય એવું જ શક્ય નથી હોતું અને જે વાંચીએ એ સલાહ મુજબ કરી શકીએ એવું પણ બનતું નથી.

લગ્નજીવનને સુખી કરવાના અનેક નુસખા અજમાવવા છતાં પણ અમુક કપલ નાખુશ જ રહે છે અને વારેવારે બંને વચ્ચે ઝઘડાઓ થતા રહે છે. જ્યારે પાર્ટનર સાથે ઝઘડો થાય અને પરિવારમાં માહોલ ગરમ રહે આવું કોઈ ઇચ્છતું નથી છતાં થતું રહેતું હોય છે. હવે તો એ માટે કરવું શું? તો તમે બેસ્ટ કપલની શ્રેણીમાં આવવા ઈચ્છતા હોય અને પાર્ટનર સાથેના ઝઘડાને અંત આપવા માંગતા હોય તો આજનો આર્ટિકલ સ્પેશ્યલ તમારા માટે.

બે માણસો વચ્ચે પ્રેમ હોવો જોઈએ અને પ્રેમ હોય તો પણ નાના-મોટા ઝઘડા જીવિત પ્રેમને પણ મૃત બનાવી દે છે. એટલે તો આજના આર્ટિકલમાં અમે તમારા માટે જ પાર્ટનર સાથેના ઝઘડા થવાથી બચવા માટેની ટીપ્સ લઈને આવ્યા છીએ. તો જાણીએ વધુ વિગતથી આગળ…

એકબીજા માટેનું સમર્પણ :

પ્રેમમાં સમર્પણ એટલું જ જરૂરી છે, જેટલું જીવવા માટે શ્વાસ લેવું. તો પછી દુનિયાના દરેક કપલને આવું કરવું જ પડે છે. જે દિવસે પાર્ટનર માટે મનમાંથી સમર્પણની ભાવના નીકળી જાય ત્યારથી મેરેજ લાઈફ ડેમેજ થઇ ગઈ છે એવું ગણવું! હમસફર માટે મનમાં હંમેશા લાગણીઓ કુણી રહેવી જોઈએ. એમાં એ આ રસ્તો છે જે ઝઘડા થવાની સંભાવનાને ઘટાડે છે અને રીલેશનને મજબુત બનાવે છે. તો સૌથી પહેલા યાદ રાખો કે પાર્ટનર સાથેના ઝઘડાથી બચવું હોય તો મનમાં સમર્પણની ભાવના રાખો.

નિર્દોષ હાસ્ય :

જિંદગી જીવવા માટે મળી હોય છે પણ અમુક લોકો પોતાની જાતે જ જિંદગીને એક જેલમાં જીવતા કેદી માફક બનાવી દે છે. ખુલ્લેથી જીવવાના પ્રયાસ માણસને હંમેશા ખુશ રાખે છે અને પાર્ટનર સાથે પણ જીવવા જેવી લાઈફ બનાવે છે. તો પાર્ટનર સાથે ખુલ્લીને રહો, હસી-મજાક કરો અને સુખ-દુઃખને પણ એકબીજા સાથે શેયર કરતા રહો. મેરેજ પછીની લાઈફ તો મજાની હોય છે કારણ કે એક એવું વ્યક્તિ આપણી સાથે હોય છે જે ખરેખર આપણી સાથે જીવવા ઇચ્છતું હોય છે પણ એ માટે આપણે પણ તેને સપોર્ટ કરવો પડે છે. એટલે જો તમને ઓછું બોલવાની આદત હોય અથવા તો ઓછું હાસ્ય કરવાની આદત હોય તો મનની ગૂઢતાને અત્યારે જ દૂર કરો. ખુલ્લેથી પાર્ટનર નિર્દોષ હાસ્ય કરતા કરતા જીવન જીવો – ચોક્કસથી તમે જિંદગીના એક એક દિવસની મજા માણશો.

લોકો માટેનો ઝઘડો :

ઘરમાં ઘણી વખત એવું બનતું હોય છે કે બીજાના કારણે પાર્ટનર સાથે ઝઘડો થતો હોય છે. તો આવા સંજોગોમાં મેલ-ફીમેલ બંનેને સલાહ કે ક્યારેય સાર્વજનિક કારણને લઈને ઝઘડો હોય તો ત્યાં જ અટકાવી દેવો. આ દુનિયામાં બધાને તમાશો જોવો ગમશે પણ કોઈ આનંદથી રહેવાનું નહીં શીખવે અથવા કહે. બહારના કારણને ઘરમાં ક્યારેય ઘુસવા ન દો, અને બહારના કારણને બહારથી જ આવજો કહી દો. પાર્ટનર સાથે ગમે તે સ્થિતિમાં ઝઘડો ન થાય એ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણી વખત દિલ પર લાગેલ ચોંટના નિશાન નથી દેખાતા!!

ખરાબ દિવસ :

કપલમાં હંમેશા પુરૂષ તેના કાર્યને લઈને ગંભીર હોય છે અને જો નથી તો ફીલેમ પાર્ટનર તેને સલાહ આપીને સમજાવી શકે છે તેમજ તેને સપોર્ટ કરી શકે છે. ઘણા કપલ અહીં જ મોટી ભૂલ કરે છે અને દુઃખના દિવસોમાં પ્રેમને ખુદ જાતે જ મારી નાખે છે. ખરાબ દિવસો ટૂંક સમય માટે દરેક વ્યક્તિની જિંદગીમાં આવે જ છે. જ્યારે પણ આ સમય આવે ત્યારે ઝઘડા કરવાને બદલે એ સમયમાંથી પસાર થવાની તૈયારી દેખાડી પાર્ટનર સાથેના પ્રેમને કાયમ માટે ફ્રેશ રાખવો જોઈએ. ખરાબ મૂડ ન કરવો જોઈએ અને ખાસ તો મેલ હોય કે ફીમેલ બંનેને એકબીજાનો સપોર્ટ બનવો જોઈએ.

ભૂલની માફી :

જિંદગી જીવતા જીવતા ક્યારેક ભૂલ પણ થઇ જાય છે, તો આવી પરીસ્થિતિ જ્યારે પણ બને ત્યારે ભૂલને સ્વીકાર કરીને પાર્ટનરની માફી માંગી લેવી જોઈએ. પુરૂષને પોતાના પુરૂષ હોવાના ગુણને પણ બાજુ પર મૂકીને ભૂલ હોય તો માફી માંગી લેવી જોઈએ. માફી માંગવાથી પાર્ટનર સાથે ઝઘડો થતો અટકે છે અને પ્રેમને જીવિત રાખી શકાય છે. બીજી વાત કે પાર્ટનરની કોઈ ભૂલ હોય તો વાતને સમજીને તેને સાચો રસ્તો બતાવીને માફી આપતા શીખો. એક જ વાતને ચોંટીને બેસવાથી સારામાં સારા રિલેશનને પણ ખરાબ થતા વાર નથી લાગતી! પાર્ટનર સાથે જ જીવવું હોય તો પાર્ટનરની ભૂલ હોય તો માફી આપતા પણ શીખવું પડે કારણ કે એ જ લીસ્ટમાં સામેના પાર્ટનરનો પણ ક્યારેક વારો આવી શકે.

મનની વાત :

મોટાભાગના ઝઘડાનું કારણ એ હોય છે કે જે મનમાં હોય છે એ કહી શકાતું ન હોય. તો આવું કરવાની જરૂર પડે એવા કામ ન કરો અને ખાસ જો આવું કઈ હોય તો પાર્ટનરને મનની વાત ખુલ્લેથી કરો. આ ટીપ્સ એવી છે કે એ મેલ-ફીમેલ બંનેને લાગુ પડે છે. મનની વાત મનમાં રાખવી એ કરતા પાર્ટનરને કહી દેવામાં જ મજા છે. જો પહેલેથી જ આ આદત રાખવામાં આવે તો મોટાભાગના ઝઘડા એમ જ આપમેળે બંધ થઇ જાય છે.

આ 6 ટીપ્સ તમને પાર્ટનર સાથે ખુશી આપશે.પાર્ટનરને પણ શાંતિથી જીવવાનો મોકો મળશે. આમ પણ ઝઘડાથી કોઈને ફાયદો થયો હોય એવું નથી તો પછી ઝઘડા કરીને ફાયદો પણ શું? તમે પણ આ ટીપ્સને અજમાવજો, બેશક! તમને ફાયદો થશે અને પાર્ટનર સાથેનું જીવન ‘ધ બેસ્ટ’ બનાવી શકશો.

આજની માહિતી આપને પસંદ આવી? જો આ માહિતી આપને પસંદ આવી હોય તો આપના પાર્ટનર સાથે આ માહિતીને શેયર કરવાનું ભૂલતા નહીં. આવા અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

1 thought on “શું તમારે પાર્ટનર સાથે વારેવારે ઝઘડો થાય છે? તો વાંચીને જલ્દીથી અજમાવો આ 6 ટીપ્સ…”

Leave a Comment