મોટી અને બેડોળ જાંધને લીધે શું તમને ચાલવા – ફરવા અને કામ કરવામાં તકલીફ થાય છે? તો કરો દરરોજ આ ૨ કસરતો

Image Source

પીઠની નીચેના ભાગને મજબૂત કરવા, જાંઘ, હિપ્સ અને પગની ટોનિંગ માટે સ્કવોટસ અને લેગ રેંજેસ એક્સરસાઇઝ એક અસરકારક કસરત છે. પરંતુ, શરૂઆતમાં લોકોને ઘણીવાર સ્ક્વોટ આસન કે તેને યોગ્ય રીતે કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ જે લોકો મોટા અને બેડોળ જાંઘથી પરેશાન રહે છે, તેના માટે આ બંને જ ફાયદાકારક કસરત છે. ખરેખર, ઘણી સ્ત્રીઓ અને પુરુષોની જાંઘ (થાઈ) ઘણી મોટી હોય છે. તેના કારણે શરીરનો ઉપરનો અને નીચેનો ભાગ જોવામા ઘણો બેડોળ લાગે છે. મોટી જાંઘ હોવાને કારણે જીન્સ પહેરીને પણ કદરૂપા લાગે છે. તેમજ તેનાથી ઘણીવાર પરસેવો પણ થાય છે, જેના કારણે દાગ અને ખંજવાળની સમસ્યા શરૂ થઈ જાય છે. તેવામાં જરૂરી છે કે તમે તમારા જાંઘની ચરબીને ઓછી કરો.

જાંઘની ચરબી ઓછી કરવા માટે:

Image Source

૧. બોક્સ સ્કવોટ:

લેગ સ્વિંગ એક્સરસાઇઝ જાંઘને આકર્ષિત લુક આપે છે. તેને કરવાથી તમારી જાંઘ ખૂબ ઝડપથી પાતળી થઈ શકે છે. પરંતુ જો તમે વધારે ઝડપથી જાંઘની ચરબીને ઓછી કરવા ઈચ્છો છો, તો તમે બોક્સ સ્કવોટની મદદ લઈ શકો છો. તેને કરવા માટે…

  • પગને તમારા ખંભાથી સીધા રાખો અને પગની આંગળીઓથી સંતુલન બનાવવાનો પ્રયત્ન કરો.
  • એક વસ્તુનું ધ્યાન રાખો કે બોક્સ સ્કવોટનો પ્રયત્ન કરતી વખતે ઘૂંટણ પગની આંગળીને પાર કરવી ન જોઈએ.
  • તમારી પીઠને સીધી રાખવા માટે તમારા હાથને સીધા રાખો અને ખંભાને આરામ આપો.
  • તેમજ તમે તેના માટે એક બોક્સથી બીજા બોક્સ પર જમ્પિંગ સ્કવોટ પણ કરી શકો છો.

જમ્પ, લૈડ, હોલ્ડ, સ્કવોટ અને રિવસૅ જમ્પ આ પાંચ સ્ટેપ એક બોક્સ સ્કવોટ કરે છે. અને આ બધા ચાલમાં તમારા પગના સ્નાયુઓની મુખ્ય ભૂમિકા હોય છે. દરેક ચરણ કરતી વખતે તમારા પગના દરેક સ્નાયુઓ સંકોચાય જાય છે. કેમકે તમારા સંપૂર્ણ શરીરનો ભાગ તમારા પગ પર હોય છે, તેથી તમે તમારા બટ અને જાંઘમાં તે અસ્પષ્ટ સેલ્યુલાઇટને બાળે છે. જેનાથી તમારા પગને સારી રીતે આકાર મળે.

૨. લેગ રેજેસ એક્સરસાઇઝ :

લેગ રેજેસ એક્સરસાઇઝ કરવાથી તમે તમારા જાંઘની ચરબી સરળતાથી ઓછી કરી શકો છો. લેગ રેજેસ એક્સરસાઇઝ તમારી કોરને મજબૂત કરવા માટે સારો વ્યાયામ છે. લેગ રેજેસ એક્સરસાઇઝનો અભ્યાસ તમે દરરોજ કરશો, તો જાંઘ થોડાજ મહિનામાં પાતળી કરી શકો છો. તેને કરવા માટે…

  • એક્સરસાઇઝ મેટ પાથરીને તેના પર સીધા સુઈ જાઓ.
  • બંને હાથને શરીરની સમાંતર ફર્શ પર સીધા રાખો.
  • હવે તમારા બંને પગને એક સાથે ઉઠાવો અને કમરને ૯૦ ડિગ્રીનો ખૂણો બનાવો.
  • પછી ધીમે ધીમે બંને પગને જમીન પર પાછા લઈ જાઓ. આ ક્રિયાને વારંવાર અજમાવો.

તેમજ જો તમારી પાસે ઓછો સમય છે, તો તમારી જાંઘની ચરબી અને કેલરી બાળવા ઇચ્છો છો, તો તમે કેટલાક યોગાસનની પણ મદદ લઈ શકો છો. તેમજ ચરબી બર્ન કરવા માટે હંમેશા આ કસરતને પસંદ કરો, જે તમારા હદયની ગતિને વધારવામાં મદદ કરે છે જેથી તમે વધારે પરસેવો પાડી શકો. સાથેજ તમારે તે પણ ન ભૂલવું જોઈએ કે લેગ રેજેસ અથવા બોક્સ સ્કવોટ એક સંપૂર્ણ શરીરની કસરત છે કેમકે તમારા કોરથી લઈને શરીરના નીચેના દરેક ભાગ સુધી સ્નાયુઓને સુધારવામાં મદદ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment