શું તમને સ્કિન પ્રોબ્લેમ છે? તો આ આસાન અને ઘરેલુ સામગ્રીથી બનાવો મેથી-લીંબુનું ફેસપેક 

ચમકતો અને સાફ ચહેરો દરેક વ્યક્તિની પહેલી પસંદ છે.પરંતુ વધતા પ્રદુષણ અને તણાવની સૌથી વધુ અસર આપણા ચહેરા પર જ જોવા મળે છે, પ્રદુષણ અને વાતાવરણ માં બદલાવ આપણી ત્વચાના રંગને ફીકો પાડી નાંખે છે, અમુક લોકો ને ગરમીના વાતાવરણમાં પિમ્પલ્સ, એક્ને, ચહેરાપરના ડાઘાની સમસ્યા પણ થઇ જાય છે.દરેક વ્યક્તિ પોતાના ચહેરાનો નિખાર લાવવા તથા તેને ડાઘ રહિત રાખવા માટે જુદી જુદી પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે પરંતુ અમુક વખત આ બ્યૂટી પ્રોડક્ટમાં ઉપસ્થિત રસાયણ આપણા ચહેરાને ખૂબ નુકસાન પહોંચાડે છે. જેનાથી આપણી ત્વચા વધુ સેન્સિટિવ થઈ જાય છે તો આવો જાણીએ કેવી રીતે તમે તમારા ચહેરાનું ધ્યાન રાખી શકો છો.

તમે ઈચ્છો તો આખી રાત મેથીને ગુલાબજળમાં પલાળીને રાખી શકો છો ત્યારબાદ પલાળેલી મેથી ને પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો હવે આ પેસ્ટમાં બે ચમચી હળદર એક ચમચી લીંબુનો રસ ઉમેરીને એક પેક તૈયાર કરો મેથી લીંબુ થી બનેલા આ પેકને તમારા ચહેરા પર અને ગરદન ઉપર સારી રીતે એપ્લાય કરો, ત્યારબાદ 15 થી 20 મિનિટ સુધી તેને સૂકાવવા દો, ત્યારબાદ તેને હલકા હાથે ત્વચા પર ગોળ ગોળ મસાજ કરો ત્યાર બાદ તાજા પાણીથી ચહેરાને ધોઈ લો તમે આ નુસખાનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો.

મેથી લીંબુનો આ ફેસપેક તમારા ચહેરા પરના પિમ્પલ્સ, આંખ નીચેના કાળા કુંડાળા, સનબર્નની સમસ્યામાં છુટકારો આપવામાં મદદરૂપ સાબિત થાય છે, આવી પરિસ્થિતિમાં તમે પોતાની સ્કિન નું ધ્યાન રાખવા માટે કેમિકલ યુક્ત બ્યુટી પ્રોડક્ટની જગ્યાએ ઘરેલૂ નુસખાઓની મદદ લઈ શકો છો. અને તેની માટે મેથી લીંબુ ખૂબ જ કારગર સાબિત થાય છે જેમાં મેથીમાં ઉપસ્થિત વિટામિન સી, કે  સ્કિન પ્રોબ્લેમથી છુટકારો અપાવે છે અને ત્યાં જ લીંબુ ત્વચાની સેન્સેટિવીટી ને ખલાસ કરે છે. મેથી એન્ટી એજીંગની સમસ્યાઓ જેમ કે કરચલી પડવી તેને પણ દૂર કરવામાં મદદરૂપ છે, ત્યાં જ લીંબુમાં બ્લીચીંગ ઉપસ્થિત હોય છે જે ત્વચાની ટોન ને સામાન્ય કરે છે.

એલોવેરા

 કેમ પ્રોબ્લેમ થી છુટકારો મેળવવા માટે એલોવેરા પણ ખૂબ જ કારગર સાબિત થાય છે એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર એરોવેલા જેલ ત્વચાપર ઉપસ્થિત પિમ્પલ્સ ની તકલીફ માં પણ છુટકારો અપાવે છે, તમે તમારી સ્કિન કેર રૂટિનમાં એલોવેરા જેલને સામેલ કરી શકો છો, એલોવેરા ગરમીમાં પણ ખૂબ રાહત આપે છે, જો તમને સનબર્ન થઇ જાય તો એલોવેરા જેલનું મસાજ કરીને સનબર્નને દૂર કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment