શું તમને નાસ્તા માટે ના ઓટ્સ બેસ્વાદ લાગે છે??? તો અજમાવો આ બ્રેકફાસ્ટ માટેની લાજવાબ રેસીપી

Image Source

જો તમે ઓટ્સ ને એક રસપ્રદ રીતે ખાવા ઇચ્છો છો તો તમે આ લાજવાબ રેસીપી બનાવી શકો છો.

બ્રેકફાસ્ટ એ દિવસ નું પહેલું ભોજન હોય છે, તેથી તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી હોવું પણ ખૂબ જરૂરી છે. આમ જ્યારે પણ હેલ્ધી બ્રેકફાસ્ટ ની વાત થાય છે ત્યારે ઓટ્સનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. તે ફક્ત ફાઈબરથી ભરપૂર હોતું નથી પરંતુ તેના સેવનથી પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ તેમજ પોટેશિયમ વગેરે પણ મળે છે. તે તમારું વજન ઓછું કરવાથી માંડીને શરીરનું એનર્જી લેવલ વધારવા માં પણ મદદ કરે છે. તેથી એવું કહેવામાં આવે છે તે દરરોજ ઓટ્સ કોઈપણ સ્વરૂપે ખાવા જોઈએ.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ જાણતો હોય છે કે ઓટ્સ એક હેલ્ધી વિકલ્પ છે, તેમ છતાં ઘણા લોકો તેને ખાવાનું ટાળે છે. કારણ કે તેઓને લાગે છે કે તેને ખાવું ખૂબ જ કંટાળાજનક હોય છે. જોકે એવું હોતું નથી. જો તમે ઈચ્છો તો ઓટ્સ ને એક નહીં પરંતુ ઘણી રીતે તમારા બ્રેકફાસ્ટ સામેલ કરી શકો છો અને આ રીતે દરેક દિવસે તમારા બ્રેકફાસ્ટને હેલ્ધી તેમજ ટેસ્ટી બનાવી શકો છો. તો ચાલો જાણીએ ઓટ્સ ની મદદ થી બનતી કેટલી લાજવાબ રેસીપી વિશે-

Image Source

ઓટ્સ એગ ઓમલેટ

ઓટ્સ સાથે ઈંડા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જો તમે નાસ્તામાં એક ફટાફટ, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવવા ઇચ્છો તો ઓટ્સ એગ ઓમલેટ બનાવી શકો છો.

ઓટ્સ એગ ઓમલેટ ની સામગ્રી

  • 2 ઈંડા
  • 1/4 કપ ઓટ્સ નો લોટ
  • 3-4 મોટી ચમચી દૂધ
  • મીઠું
  • હળદર
  • ઓર્ગેનો
  • મરી પાવડર
  • તેલ
  • બારીક કાપેલા કાંદા
  • બારીક કાપેલા ગાજર
  • બારીક કાપેલું શિમલા મરચું
  • બે લીલી મરચી કાપેલી
  • લીલા ધાણા

રીત

  • સૌપ્રથમ એક મોટુ બાઉલ લો.
  • તેમાં ઓટ્સ નો લોટ, હળદર, મીઠું, મરી, ઓર્ગેનો નાખીને મિક્સ કરો.
  • હવે તેમાં દૂધ નાખી અને ખીરું બનાવો.
  • ત્યારબાદ તેમાં ઈંડા ફોડીને નાખો અને સરખી રીતે ફેટી લો.
  • હવે વાસણ ગરમ કરો અને ઈંડાના મિશ્રણને નાખો.
  • તેની ઉપર એક સરખી રીતે મિક્સ વેજીટેબલ ફેલાવો.
  • જ્યારે ઓમલેટ એક બાજુ શેકાય જાય પછી તેને બીજી બાજુ ફેરવો.
  • બીજી બાજુ પણ તેને શેકો.
  • તમારું ઓટ્સ એગ ઓમલેટ તૈયાર છે, તેને ગરમ ગરમ પીરસો.

Image Source

ઓટ્સ ફ્રૂટ સ્મૂધી

ઘણીવાર એવું પણ બને છે કે બ્રેકફાસ્ટમાં કંઈપણ બનાવવાની ઈચ્છા થતી નથી. આવી સ્થિતિ તમે ઓટ્સ ની મદદથી હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ સ્મૂધી બનાવી શકો છો. તે તમને લાંબા સમય સુધી સંપૂર્ણ રાખશે.

સામગ્રી

  • 1 કપ કાપેલી કેરી
  • 1 મોટું કેળું કાપેલું
  • 2 મીડિયમ ચીકુ કાપેલા
  • 1/4 કપ ઇન્સ્ટેન્ટ ઓટ્સ
  • અડધો કપ ઠંડુ દૂધ
  • 1-2 ચમચી ખાંડ કે મધ કે ગોળ
  • થોડા બરફના ટુકડા વૈકલ્પિક

રીત

  • ઓટ્સ ફ્રૂટ સ્મૂધી બનાવવા માટે સૌ પ્રથમ ફળોની છાલ કાઢી કાપી લો.
  • જરૂરી નથી કે દર વખતે તમે આ જ ફળોનો ઉપયોગ કરો.
  • આ સ્મૂધી મા સફરજન, જાંબુ, અંજીર વગેરે જેવા અન્ય ફળોનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • હવે આ કાપેલા ફળોને બ્લેન્ડર જાર મા નાખો.
  • સાથે તમે 1/2 થી 2/3 કપ દૂધ અને 1/4 કપ ક્વિક કુકીંગ ઓટ્સ નાખો.
  • જોકે, ફળોમાં નેચરલ શુગર હોય છે, તેથી અલગથી મીઠાશ ઉમેરવાની જરૂર નથી.
  • જો તમને વધારે મીઠાશ પસંદ હોય તો તમે ખાંડ, ગોળ કે મધ સ્વાદ મુજબ ઉમેરી શકો છો.
  • હવે તેને સરખી રીતે બ્લેન્ડ કરો.
  • જો દૂધ ઠંડું ના હોય તો તમે તેને બ્લેન્ડ કરતી વખતે થોડા બરફના ટુકડા પણ ઉમેરી શકો છો.
  • તમારી ઓટ્સ ફ્રૂટ સ્મૂધી બનીને તૈયાર છે.
  • તમે આ સ્મૂધીને ગ્લાસ કે મગમાં નાખો અને પીવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શું તમને નાસ્તા માટે ના ઓટ્સ બેસ્વાદ લાગે છે??? તો અજમાવો આ બ્રેકફાસ્ટ માટેની લાજવાબ રેસીપી”

Leave a Comment