કેટલાક લોકોને પથારીમાં ગયા પછી પણ કલાકો સુધી ઊંઘ આવતી નથી તો કેટલાક લોકોને સુતા જ ઊંઘ આવી જાય છે. વેહલા સૂવું સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતનું કેહવુ છે કે ખૂબ ઝડપથી ઊંઘ આવવી પણ સ્વાસ્થ્ય માટે કેટલીક રીતે હાનિકારક હોય છે અને તે કેટલીક બાબતો સૂચવે છે.
સૂવામાં આટલો સમય લાગવો જોઈએ
જો તમે વેહલા સુવો છો, તો તે સારી અને ખરાબ બંને બાબત છે. સારી બાબત એ છે કે તમે તેવા કેટલાક લોકોમાંથી એક છો જે સરળતાથી સૂઈ જાય છે. ખરાબ બાબત એ છે કે તમારે ઊંઘની વધારે જરૂર હોય અને તેથી તમને તરત ઊંઘ આવી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતનુ કેહવુ છે કે મોટાભાગના લોકોને સુવા માટે લગભગ 5 થી 20 મિનિટની જરૂર હોય છે. પરંતુ તે દરેકના શરીર મુજબ અલગ અલગ પણ હોઈ શકે છે.
શું કહે છે નિષ્ણાત
અમેરિકાના બિહેવિયારાલ સ્લીપ મેડીસિન સાઇકોલોજિસ્ટ મિશેલ ડ્રેપ મુજબ જો તમને ત્રણ મિનિટમાં ઊંઘ આવી જાય છે અને જાગ્યા પછી ફ્રેશ અનુભવો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જોકે અમુક કિસ્સામાં તે આ વાતની પણ નિશાની હોઈ શકે છે કે તમારી ઊંઘ પુરી થતી નથી તેથી પથારીમાં સૂતા જ તમને ઊંઘ આવી જાય છે. આવું ત્યારે જ થાય છે જ્યારે તમે ખોટા સમયે ઊંઘો છો અથવા વહેલા ઉઠી જાવ છો પરંતુ સમયસર ઊંઘી શકતા નથી.
આ પ્રકારની સમસ્યાઓ હોઈ શકે છે
ખુબ વહેલી ઊંઘ આવવી એ સ્લીપ ડિસઓર્ડર સાથે પણ સંકળાયેલું હોઈ શકે છે. જો તમે રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ લો છો, તો ચોક્કસપણે તમે પૂરતી ઉંઘ લેતા નથી અને તેથી જ તમને ગમે ત્યારે, ગમે ત્યાં ઊંઘ આવી જાય છે. આહાર અને પાણીની જેમ તમારા શરીરને ઊંઘની પણ તેટલી જ જરૂરત હોય છે. નિષ્ણાંત મુજબ જે લોકોની ઉંઘ પૂર્ણ થતી નથી તે લોકોમાં ડાયાબિટીસ, હદય રોગ, સ્થૂળતા, હાઇ બ્લડપ્રેશર અને ડિપ્રેશનનું જોખમ પણ વધી જાય છે. તેથી કોઈપણ સંજોગે સાતથી આઠ કલાકની ઊંઘ ચોક્કસપણે લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team