શું તમે બાળકને સ્તનપાન કરાવો છો! તો જાણો કે તમારું ભોજન કેવું હોવું જોઈએ?

માતા બન્યા પછી બાળકને તેના શરીર સાથે લગાવતા જ માતાપેહલુ જે કામ કરે છે તે છે બાળકને તેનું દૂધ પીવડાવવું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એ પણ તે સલાહ આપી છે કે દુનિયાભરના બધા જ બાળકોને જન્મથી લઈને શરૂઆતના છ મહિના સુધી ફક્ત માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ કેમકે સ્તનપાન કરવું અને કરાવવું, માતા અને બાળક બંનેનાં સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. હવે તમારા મનમાં તે પણ સવાલ થતો હશે કે બાળકને પોતાનું દૂધ પીવડાવતી વખતે તમારું ભોજન કેવું હોવું જોઈએ? શું ખાવું જોઈએ અને શું નહીં જેથી બાળકને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. સાથે જ ગર્ભાવસ્થા અને ડિલિવરી પછી તમારી તાકાત પાછી મેળવવામાં મદદ મળે અને સ્તનપાન કરાવવા માટે તમારા શરીરમાં જરૂરી પોષક તત્વો હોય. ઉદાહરણ માટે- તમે તે પણ જાણવા ઈચ્છશો કે સ્તનમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે તમારે શું ખાવું જોઈએ અને તમે જે ખાઓ છો તેની અસર તમારા દૂધ પર કેવી રેહશે.

Image Source

સ્તનપાન દરમ્યાન કેટલાક ખાદ્ય પદાર્થોના સેવનથી બચવું

સ્તનપાન વિશે જે સૌથી પહેલી વસ્તુ તમારે જાણવાની ખૂબ જ જરૂર છે તે એ કે આ સંપૂર્ણ રીતે એક કુદરતી પ્રક્રિયા છે. ખરેખર તમે જેટલું જલ્દી બાળકને તમારું દૂધ પીવડાવવાનું શરૂ કરશો તમે તેટલું જ વધારે દૂધનું ઉત્પાદન કરી શકશો. પરંતુ, તે ત્યારે સંભવ છે જ્યારે તમને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ન હોય અને લેક્ટેશનમાં કોઈ સમસ્યા ન હોય. આમતો સ્તનપાન સંબંધિત કોઈ ખાસ અથવા સ્પેશ્યલ ભોજન નથી, છતાં તેના ઘણા એવા ખાદ્ય પદાર્થ છે, જેને તમારે સ્તનપાન કરતા પેહલા સેવન કરવું જોઈએ અને કેટલાક એવા ખાદ્ય પદાર્થ પણ છે જેના સેવનથી બચવું જોઈએ.

સ્તનપાનથી તમારું અને બાળકનું સ્વાસ્થ્ય સારું રહેશે

જો તમે બાળકને સ્તનપાન કરાવતી વખતે તમારી ખાણીપીણી યોગ્ય રાખશો, તરલ પદાર્થોનું પણ ભરપૂર માત્રામાં સેવન કરશો તો નિશ્ચિતરૂપે તમારું અને તમારા દૂધ પીતા બાળકનું પણ સ્વાસ્થ્ય સારુ રહે છે. ઘણીવાર જોવામાં આવ્યું છે કે ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા પછી તરત તેમનું વજન ઘટાડવાનો પ્રયત્ન કરવા લાગે છે અને આ કારણે તે ઓછું ભોજન કરે છે. વજન ઓછું કરવું ખોટું નથી પરંતુ તેમ કરતી વખતે તમારા શરીરને જરૂરી પોષક તત્વોથી વંચિત રાખવું ખોટું છે. કેમકે તેમ કરવાથી તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે બાળકને સ્તનપાન કરાવતી વખતે તમારી ખાણીપીણી કેવી હોવી જોઈએ

Image Source

1. શું સ્તનપાન કરાવતી વખતે વધારે કેલેરી જોઈએ?

અમેરિકાના સેન્ટર ફોટ ડિજીજ કંટ્રોલ અને પ્રિવેંશન સીડીસી મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રી દરરોજ જેટલી કેલેરીનું સેવન કરે છે, તેની સરખામણીમાં બાળકને સ્તનપાન કરાવનાર સ્ત્રીને દરરોજ 450 થી 500 કિલો કેલેરીની વધારે જરૂર હોય છે. ઉદાહરણ માટે માની લો જો તમે ગર્ભાવસ્થા દરમિયાન 2 હજાર કેલરીનું સેવન કરી રહ્યા હતા તો બાળકને સ્તનપાન કરાવતી વખતે તમારે દરરોજ 2500 કેલેરીનું સેવન કરવું જોઈએ.

પરંતુ, સીડીસીનું માનીએ તો બાળકને સ્તનપાન કરાવનાર કોઈપણ સ્ત્રીને કેટલી વધારે કેલેરીની જરૂર છે તે સ્ત્રીની ઉંમર, બોડી માસ ઈંડેકસ, કસરત અને ફિટનેસ ના સ્તર પર આધાર રાખે છે. આ સ્થિતિમાં તમારે તમારી કેટલી કેલરી વધારવી અને શું ખાવું જોઈએ, તે વિશે તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. બોડી માસ ઈંડેકસ તમારી હાઇટ અને વજનના વચ્ચેના અનુપાત ને કહે છે. સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિના બી રેન્જ 18.5 થી 24.9 ની વચ્ચે હોવી જોઈએ.

2. સ્તનપાન દરમિયાન શું અને કેટલું પીવું જોઈએ?

જો તમે પણ ક્યારેક કોઈના મોઢેથી તે વાત સાંભળી હોય કે સ્તનપાન કરાવવાથી માતા અને બાળક બંનેને ડીહાઈડ્રેશન અથવા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓ થઈ શકે છે તો અમે તમને જણાવી દઈએ કે તે વાત સંપૂર્ણ રીતે મિથ્યા છે. પશ્ચિમી દેશોની સ્ત્રીઓ પર થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી હતી કે સ્તનપાન કરાવતી વખતે ઘણી સ્ત્રીઓને ડીહાઈડ્રેશનની સમસ્યા થઈ હતી, પરંતુ તેનાથી સ્ત્રીઓ દ્વારા સ્તનના દૂધ ઉત્પાદન પર કોઈપણ પ્રકારની કોઈ અસર પડી હતી નહિ. પરંતુ, ભારતીય અને દક્ષિણ એશિયાની સ્ત્રીઓમાં સ્તનપાન અને ડીહાઈડ્રેશન વચ્ચે શું લિંક છે તે જાણવા માટે અભ્યાસની જરૂર છે.

અમેરિકન જનરલ ઓફ હ્યુમન બાયોલોજી માં જણાવેલ એક અભ્યાસનું માનીએ તો બાળકને પોતાનું દૂધ પીવડાવનાર સ્ત્રીઓને તરસ વધારે લાગે છે અને આ કારણે તરલ પદાર્થો નું સેવન 12 થી 16 ટકા સુધી વધી જાય છે. તરસ વધવાથી માતાના શરીરમાં પ્રોલૈકટિન અને ઑક્સીટોસિન જેવા હોર્મોન્સનું પ્રમાણ પણ વધે છે. આ સ્થિતિમાં સ્તનપાન કરાવનાર માતાઓને સામન્ય થી વધારે તરસ લાગવી એ સામાન્ય બાબત છે. સ્તનપાન કરાવનાર માતાઓએ દિવસભરમાં ખૂબ વધારે પાણી પીવું જોઈએ અને સાથેજ બાળકને દૂધ પીવડાવતી વખતે ગ્લાસ અથવા બોટલમાં પાણી પણ પોતાની પાસે જ રાખવું જોઈએ.

3.સ્તનપાન કરાવતી વખતે શું શું ખાવું જોઈએ?

બાળકને દૂધ પીવડાવતી સ્ત્રીઓને હેલ્ધી ડાયટનું સેવન કરવું જોઈએ જેમાં કાર્બોહાઇડ્રેટસ, ફળ અને શાકભાજી, પ્રોટીન, બીજ અને સૂકા મેવા જેવી વસ્તુઓનો સમાવેશ હોય. જોકે તમે તમારા બાળકની સંભાળ રાખવાની સાથે ગર્ભાવસ્થા અને ડિલિવરી પછી તમારા શરીરની જરૂરતને પૂરી કરવામાં લાગેલા હોય છે, આ સ્થિતિમાં તમારે તમારા ભોજનમાં કેટલાક સુપરફૂડનો પણ સમાવેશ કરવો જોઈએ જે પોષક તત્વોથી ભરપુર હોય અને તમારી અનહેલ્ધી વસ્તુ ખાવાની ભૂખ અને ઈચ્છાને પણ શાંત રાખે. આ સ્થિતિમાં અમે તમને જણાવી રહ્યાં છીએ તેવા ખાદ્ય પદાર્થો વિશે, જેને તમારે સ્તનપાન કરાવતી વખતે તમારા ભોજનમાં જરૂર શામેલ કરવા જોઈએ.

આખું અનાજ

બ્રાઉન રાઈસ, બર્લી, જુવાર, ઓટ્સ, કિન્વા કેટલાક એવા આખા અનાજ છે જેમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત મોટાભાગના આખા અનાજમાં ફાઈબર ઉપરાંત વિટામિન બી અને આયર્ન પણ હોય છે જે સ્તનના દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે. સાથેજ તેમાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જેનાથી તમારું પેટ ભરેલું રહે છે અને ઝડપથી ભૂખ લાગતી નથી.

માછલી

સાલમ્ન, સાર્ડીન, ટોર્ટ અને મૈકેરેલ આ એવી માછલીઓ છે જે પ્રોટીન, વિટામિન બી 12, વિટામિન ડી અને ઓમેગા 3 ફૈટી એસિડથી ભરપૂર હોય છે. સાલમ્ન અને સાર્ડીન આ બંને માછલીઓ સ્તનના દૂધ ઉત્પાદન વધારવામાં મદદ કરે છે અને સાથેજ ગર્ભાવસ્થા પછી થનાર સમસ્યા પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ને દુર કરવામાં પણ મદદ કરે છે.

ઈંડા

પ્રોટીન, લ્યુટિન, રાઈબોફલૈવિન, ફોલેટ, વિટામિન બી 12 અને વિટામિન ડી થી ભરપુર ઈંડા સસ્તા પણ છે અને ઘણી સરળતાથી મળે પણ છે. સ્તનપાન દરમિયાન તમારે તમારા ભોજનમાં ઈંડાનો જરૂર સમાવેશ કરવો જોઈએ, જેથી તમને ભરપૂર પોષણ મળી શકે.

લીલા પાંદડાવાળી શાકભાજી

બ્રોકલી, પાલક, લેટસ અને મેથી આ ઘણી એવી લીલા પાંદડાવાળી શાકભાજી છે જેમાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. સાથેજ તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન કે ઉપરાંત ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે. ઉપરાંત લીલા પાંદડાવાળી શાકભાજીનું પણ સેવન ચોક્કસ કરો.

દાળ પણ જરૂર ખાઓ

રાજમા, કાબુલી ચણા અને બધા પ્રકારની દાળ પ્રોટીન, આયર્ન, ફાઈબર અને ફાઈટોકેમિકલ્સ થી ભરપુર હોય છે. દાળને પણ તમારા ભોજનમાં જરૂર સમાવેશ કરો. પરંતુ, આ વસ્તુને ખાધા પછી ગેસની પણ સમસ્યા થઈ શકે છે, તેથી જો તમને ગેસની સમસ્યા હોય તો આ વસ્તુને ઓછી ખાવી.

નટ્સ અને સીડ્સ

બધા પ્રકારના નટ્સ અને સીડ્સમાં પ્રોટીન, ફાઇબર, હેલ્દી કાર્બોહાઈડ્રેટ, ફૈટ, વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. સાથેજ તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ હોય છે, જેની સ્તનપાન કરાવનાર સ્ત્રીઓને ઘણી જરૂર હોય છે.

દહી

તેમતો બાળકોને સ્તનપાન કરાવતી વખતે તમારે કેટલાક ડેરી ઉત્પાદનથી દુર રેહવું જોઈએ કેમકે પેટ ફૂલવું અને પેટમાં ગેસ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ એક ડેરી ઉત્પાદન જેનું સેવન તમારે જરૂર કરવું જોઈએ તે છે દહી. દહીં, પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર હોય છે. સાથેજ તેમાં પ્રોબાયોટિક પ્રોપર્ટી પણ હોય છે, જેનાથી સ્તનપાન કરાવતી વખતે તમારું પાચન સારું રહે છે.

4.સ્તનપાન કરાવતી વખતે શું શું ખાવું જોઈએ નહીં?

સામાન્ય રીતે તમે બાળકને તમારું દૂધ પીવડાવવા દરમિયાન કંઇપણ ખાઈ પી શકો છો, પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે જે પણ ખાઓ અને જે પણ ખાદ્ય પદાર્થ તમારા શરીરની અંદર જઈ રહ્યા છે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય અને તમારા સ્તનના દૂધને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચે નહિ. ખરેખર અમે તમને કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન સ્તનપાન કરાવતી વખતે કરવું જોઈએ નહીં.

કૈફીન

જર્નલ પીડિયાટ્રિકસમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, કૈફીન માતાના શરીર માંથી થઈને તેના સ્તનના દૂધ સુધી પહોંચી શકે છે અને જ્યારે નવજાત બાળક તે કૈફીન વાળું દૂધ પીવે છે ત્યારે તે કૈફીનને પચાવી શકતું નથી, કેમકે બાળકના પેટમાં તેટલું ગૈસ્ટ્રિક જ્યુસ બનતું નથી જેટલું વયસ્કો ના પેટમાં બને છે. બાળકોને દૂધ પીવડાવતી વખતે તમારે કૈફીનના સેવનથી બચવું જોઈએ. કોફી ઉપરાંત ચા, સોડા, એનર્જી ડ્રીંક અને ચોકલેટમાં પણ કૈફીન હોય છે. આવી સ્થિતિમાં આ વસ્તુને પણ મર્યાદામાં જ ખાવું પીવું જોઈએ.

આલ્કોહોલ

કૈફીનની જેમ આલ્કોહોલ પણ ઘણી સરળતાથી સ્તનના દૂધ સુધી પહોંચી જાય છે. બાળકને પોતાનુ દૂધ પીવડાવતી વખતે ખૂબ જરૂરી છે કે તમે આલ્કોહોલ થી સંપૂર્ણ રીતે દૂર રહો. તમે ઇચ્છો તો ક્યારેક ક્યારેક કોઈ ખાસ અવસર પર બાળકને દૂધ પીવડાવવાથી 6 થી 8 કલાક પેહલા 1 ગ્લાસ વાઇન પી શકો છો. સાથેજ બાળકને જન્મ આપીને 6 થી 8 મહિના સુધી આલ્કોહોલનું સેવન કરશો નહિ.

સીફૂડ

એક તરફ જ્યાં માછલી સ્તનપાન કરાવતી વખતે સરળતાથી ખાઈ શકાય છે તેમજ, કેટલાક સીફૂડ એવા પણ હોય છે જેમાં મર્કરી ની માત્રા વધારે હોય છે. સ્તનપાન દરમિયાન તેનું સેવન કરવું જોઈએ નહીં. જેમાં ટ્યુના, સ્વડફિશ, માર્લિન, લોબસ્ટર જેવી વસ્તુઓનો સમાવેશ છે.

5. સ્તનપાન કરાવતી વખતે ક્યાં વિટામિન અને મિનરલ્સનું સેવન કરવું?

જો તમે બેલેન્સ્ડ ડાયેટ અને હેલ્ધી ફૂડનું સેવન કરો છો તો તમારે કોઈપણ પ્રકારના વધારે ડાયટ્રી સ્પલીમેંટ્સની જરૂર નથી. પરંતુ, જો તમે વેજીટેરિયન અથવા વીગન છો અને કોઈપણ કારણોસર તમારા ભોજનના માધ્યમે તમને જરૂરી પોષક તત્વ મળી શકતા નથી ત્યારે તમારે સ્તનપાન કરાવતી વખતે તમારા ભોજનમાં કેટલાક વિટામિન અને મિનરલ્સના સ્પલીમેન્ટનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ તમારી ઈચ્છાથી કંઇપણ ખાવાને બદલે ડોકટરની સલાહ લઈને જ સપ્લીમેન્ટસનું સેવન કરો.

વિટામિન બી 12

નવજાત બાળકના મગજના વિકાસ માટે લાલ રક્ત કોશિકાઓને સ્વસ્થ બનાવવા માટે આ વિટામીનની જરૂર હોય છે. જો તમારા બાળકના શરીરમાં વિટામિન બી 12 ની ઉણપ હોય તો તમારે તમારા ભોજનમાં આ સ્પલીમેન્ટનો સમાવેશ કરવો જોઈએ. તેમ ન કરવા પર બાળકના મગજનું જોખમ રહે છે.

વિટામિન ડી

વિટામિન ડી હાડકાઓના વિકાસ માટે ખૂબ જરૂરી છે અને રીકેટસની બીમારી થવાથી પણ બચે છે. ખરેખર જો બાળકના શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય તો તેના હાડકા નબળા અથવા વિકૃત થઈ શકે છે.

કેલ્શિયમ

કેલ્શિયમ પણ ખૂબ જરૂરી ન્યુટ્રિઅંટ છે અને શરીરના હાડકાઓની સાથે દાંતના વિકાસ માટે પણ તેની જરૂર હોય છે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો જીવનભર બાળકોને ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

આયોડિન

શરીરમાં રહેલ 2 પ્રકારના થાઈરોઈડ હોર્મોન્સ – થાઈરોકસિન અને ટ્રાઇઓડોથાઇરોનાઈનને નિયંત્રિત કરવા માટે આયોડિનની જરૂર હોય છે. જો શરીરમાં આયોડિનની ઊણપ હોય તો બાળકના સંપૂર્ણ વિકાસ અને સાથે તંત્રિકા તંત્ર સંબંધી વિકાસમાં અડચણ આવી શકે છે.

સેલેનિયમ

નવજાત બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા અને થાઈરોઈડ હોર્મોન્સ સાથે જોડાયેલ મેટાબોલિઝમને નિયંત્રિત કરવા માટે નિશ્ચિત માત્રામાં સેલેનિયમની જરૂર હોય છે. જો નવજાત બાળકના શરીરમાં સેલેનિયમની ઉણપ હોય તો બાળકના વિકાસ પર તેની ખરાબ અસર પડે છે.

6. જો નવજાતને કોલીક હોય તો સ્તનપાન કરાવનારી માતા નું ભોજન કેવું હોવું જોઈએ?

જો તમારા બાળકને કોલિક છે અથવા પેટમાં દુખાવાની સમસ્યા છે તો તે થોડી થોડી વારમાં રડતું રેહશે અને તેને ચૂપ કરાવવું મુશ્કેલ બની શકે છે. કોલિકની સમસ્યા સામાન્ય રીતે બાળકના જન્મના 3 થી 6 અઠવાડિયા પછી શરૂ થાય છે અને એક વાર બાળક 12 અઠવાડિયાનું થઈ જાય ત્યારે તે સમસ્યા તેની જાતે સારી થઈ જાય છે. જો તમારું બાળક દરરોજ 3 કલાક અથવા તેનાથી વધારે રડે છે, તો તમે સમજી શકો છો કે તમારા બાળકને પેટનો દુખાવો એટલે કે કોલિકની સમસ્યા છે.

નવજાત બાળકના પેટના દુખાવાનું કારણ શું છે તેની ઘણી વાર જાણ પણ થઈ શકતી નથી. પરંતુ, ઘણા લોકો એ માને છે કે ઘણીવાર બાળકને તેનું દૂધ પીવડાવનાર માતાએ કોઈ એવી વસ્તુ ખાધી હોય, જેના કારણે બાળક સરળતાથી પચાવી શકતું નથી અને તેના પેટમાં દુખાવો થવા લાગે છે. તેમ થવાથી બાળકના પાચનતંત્રમાં સમસ્યાઓ થવા લાગે છે અને તે ખૂબ રડવા લાગે છે આવી સ્થિતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે, જેને તમારે તમારા ભોજનથી ત્યાં સુધી દૂર રાખવું જોઈએ જ્યાં સુધી બાળકને કૉલિકની સમસ્યા હોય.

 • લસણ
 • કાંદા
 • કોબી
 • બીટ
 • મૂળા
 • બ્રોકલી
 • લીલા ફળ
 • તાજા ફળ
 • ગાયનું દૂધ
 • કૈફિન

તમને જણાવી દઈએ કે તેમતો આ ખાદ્ય પદાર્થ સ્તનપાન કરાવનારી સ્ત્રીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તો જો બાળકના પેટમાં દુખાવો અને કૉલિકની સમસ્યા છે તો આ વસ્તુઓ ખાશો નહિ. જો તમને લાગે છે આ વસ્તુ ખાવાની બંધ કરવાથી બાળકના કૉલિકમાં સુધારો થઈ રહ્યો છે તો તમે ડોકટર સાથે વાત કરી કેટલાક વિટામિન અને મિનરલ્સ સપ્લિમેન્ટ વિશે પૂછી શકો છો. સાથે જ જો બાળકને કૉલિકની સમસ્યા હોય તો તેને ગ્રાઇપ વોટર આપશો નહિ.

Image Source

7. સ્તનપાન કરાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

નવી માતાઓ માટે ખૂબજ જરૂરી છે કે તે તેમના ભોજનનું પૂરું ધ્યાન રાખે કેમકે ભોજનમાંથી મળનારા પોષણ માતાના દૂધના માધ્યમથી બાળકના શરીર સુધી પહોંચે છે. તેવી સ્ત્રીઓ જે 6 મહિના સુધી બાળકને ફક્ત તેમનું દૂધ જ પીવડાવી રહી હોય તેમણે તો તેના ભોજનનું વધારે ધ્યાન રાખવું જરૂરી છે. ઉપરાંત આ જરૂરી વાતોનું ધ્યાન રાખો –

 • તમારા ભોજનમાં પોષક તત્વોથી ભરપૂર હેલ્ધી ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરો.
 • જ્યાં સુધી ડોક્ટર તમને ન કહે ત્યાં સુધી તમારે વધારે કેલરીનું સેવન કરવાની જરૂર નથી.
 • ખૂબ વધારે પાણી પીવું પરંતુ કોફી, સોડા અને એનર્જી ડ્રીંક થી દુર રહેવું.
 • કૈફિન, આલ્કોહોલ અને મર્કરી થી ભરપૂર સીફૂડ થી દુર જ રહો.
 • બાળકના શરીરમાં કોઈપણ પ્રકારના પોષક તત્વોની ઉણપ ના હોય, તેના માટે જરૂર પડે તો કેટલીક ડાયટ્રી સપ્લિમેન્ટ્સ પણ સેવન કરો.
 • હંમેશા તમારા ડોક્ટર સાથે વાતચીત કરો કે તમારે કયા સપ્લિમેન્ટ નું સેવન કરવું અને ક્યા ખાદ્ય પદાર્થોથી સંપૂર્ણ રીતે દૂર રહેવું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment