શું તમે તમારા હોઠ પર લિપ ટીન્ટ લગાવો છો? તો લિપ ટીન્ટ લગાડતા પહેલા જાણીલો આ ખાસ વાત

Image Source

જો તમારી પાસે પણ લિપ ટીન્ટ છે તો તેને લગાવવાની યોગ્ય રીત પણ જાણી લો લિપ ટીન્ટ તમને નેચરલ મેકઅપનો લુક આપશે.

હોઠ પર લિપસ્ટિક લગાવવાનું ચલણ આજકાલ ખૂબ જ છે પરંતુ હવે લિપ ટીન્ટનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. તેના ઘણા કારણો માંથી એક કારણ એ પણ છે કે માસ્કની અંદર પણ તે ખરાબ થતી નથી અને જો તમને પોતાની સ્કિનના હિસાબથી યોગ્ય લિપ ટીન્ટ લગાવ્યું છે તો તમારા હોઠને નેચરલ કલર ની સાથે સાથે તમારો લૂક પણ શ્રેષ્ઠ બનાવશે. જો તમે એ લોકોમાંથી એક છો જેમને લિપસ્ટિક સારી લાગતી નથી પરંતુ તે એવું વિચારે છે કે હોઠ ઉપર રંગ રહેતો લિપ ટીન્ટ ખૂબ જ યોગ્ય સાબિત થઈ શકે છે.

હા,તે એટલો ગાઢો રંગ આપતી નથી જેટલી લિપસ્ટિક આપે છે. પરંતુ ઘણી લિપ ટીન્ટ તમને નેચરલ લુક આપવામાં જરૂર મદદ કરશે. પરંતુ લોકોનું કહેવું છે કે લિપ ટીન્ટ જલદી છૂટી જાય છે અથવા તો તેના કારણે હોઠ યોગ્ય દેખાતા નથી. એવામાં કેમ નહીં આપણે લિપ ટીન્ટ વિશે અમુક માહિતી જાણી લઈએ અને જાણકારી લઈએ કે તેને કેવી રીતે લગાવી શકાય છે.

Image Source

શું છે લિપ ટીન્ટ ના ફાયદા?

લિપ ટીન્ટ ના ઘણા બધા ફાયદા હોઈ શકે છે અને તેમાં સૌથી પહેલો ફાયદો એ છે કે તે તમારા હોઠને મોઇશ્ચરાઇઝ કરે છે. અને તેથી જ ડ્રાય સ્કિન વાળા લોકો માટે તે યોગ્ય સાબિત થઈ શકે છે.

  • તે એવા લોકો માટે સારું સાબિત થઇ શકે છે જેમને સામાન્ય લોક જોઈએ છે.
  • જો તમે લિપ ટીન્ટ લો છો તો તે આઈલિડ મેકઅપનું પણ કામ કરી શકે છે.
  • તે ખૂબ જ સસ્તી હોય છે. અને અલગ-અલગ સ્કિન ટોન ના હિસાબથી ઉપલબ્ધ હોય છે.
  • તેને આંગળી થી પણ એડજસ્ટ કરી શકાય છે અને તેથી જ તે ખૂબ જ સારા હોય છે.
  • જોવામાં આવે તો લિપ ટીન્ટ ના ફાયદા ખૂબ જ છે. પરંતુ તેને લગાવવાની યોગ્ય રીત પણ હોવી જોઈએ. તે રીત કઈ છે તે પણ આપણે જાણી લેવું જોઈએ.

કેવી રીતે લગાવવી લિપ ટીન્ટ

લિપ ટીન્ટ્સ વિશે એ તો તમને જણાવી દીધું કે તેને લગાવવું આસાન છે. પરંતુ તેને લગાવવાની એક યોગ્ય રીત છે જેને તમારે નજરઅંદાજ કરવી જોઈએ નહીં.

સૌપ્રથમ હોઠ પરથી ડેડ સ્કિન હટાવો

સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે કે એક નરમ રૂમાલ અથવા તો ટીશ્યુ પેપર ની મદદથી હોઠ ઉપરની ડેડ સ્કિનને દૂર કરો. આમ કરવાથી તમારા હોઠ પર લિપસ્ટિક અથવા તો લિપ ટીન્ટ યોગ્ય રીતે લાગી શકશે. હોઠ ને વધુ તેજીથી ન કરશો નહીં તો હોઠની સ્કિનને નુકસાન પહોંચી શકે છે અને તે ખરાબ પણ લાગી શકે છે.

હોઠને કરો મોઇશ્ચરાઇઝ

આ એ લોકો માટે ખૂબ જ યોગ્ય સાબિતથઈ શકે છે જેમની ડેડ સ્કિન છે કારણકે હોઠને મોઇશ્ચરાઇઝ કરવો ખૂબ જ જરૂરી છે. નહીં તો એવું થશે કે થોડાક જ સમય પછી તમારા હોઠ માં તકલીફ થશે અને તેના ઉપર ફરીથી ડ્રાય સ્કિન આવી જશે.

Image Source

સૌથી છેલ્લે લગાવો ટીન્ટ

તમે સંપૂર્ણ મેકઅપ કરી લો.ત્યારબાદ લિપ અને ચિક ટીન્ટ લગાવો. આ એટલા માટે કારણ કે તમે તેને જો પહેલા લગાવી લેશો તો તેની ખરાબ થવાની શક્યતા વધુ હોઈ શકે છે અને વારંવાર એપ્લિકેશન કરવાથી હોઠ ખૂબ જ ખરાબ લાગશે.

Image Source

લિપ ટીન્ટ લગાવ્યા બાદ ગ્લોઝ ન લગાવો

લિપ ટીન્ટ માં પહેલેથી જ ગ્લોસી ઇફેક્ટ હોય છે અને તેને લગાવીને તેને સેટ થવા માટે રાખવું જોઈએ. જો તમે તૈયારીમાં લિપ ગ્લોસ લગાવી લેશો તો તેનો નેચરલ લુક નહીં મળે જે તમારે જોઈએ છે.

લિપ ટીન્ટ ખૂબ જ સસ્તું હોય છે અને તે તમારી સ્કિન ટોન ના હિસાબથી ઘણા બધા ટીન્ટ્સ મેળવી શકો છો. તેવામાં તમે પોતાના માટે પરફેક્ટ લિપ અને ચિક ટીન્ટ પસંદ કરવું જોઈએ.હા, એ વાતનું જરૂર ધ્યાન રાખો કે મેકઅપ પ્રોડક્ટ પસંદ કરતી વખતે રૂપિયાથી વધુ તેની અસર અને તમારી સ્કિન પરનું રિએક્શન જોવું જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment