શું તમે પણ ટોયલેટમાં બેસીને વાપરો છો ફોન? તો તેના આ 5 કારણ જાણીને તુરંત બદલશો પોતાની આદત 

Image Source

આજના સમયમાં સ્માર્ટફોન તમારો એક સારો મિત્ર બની ગયો છે તમે દુનિયાથી ભલે કંઈક ને કંઈક છુપાવતા હો પરંતુ તમારા ફોનથી કંઈ જ છુપાવી શકતા નથી જો તમારો ફોન તમારી પાસે ન હોય તો તમને દરેક જગ્યાએ એકલું એકલું લાગે છે અને ખાલી ખાલી લાગે છે. જો તમે ટોયલેટમાં બેસીને ફોન વાપરો છો તો તેના આ 5 કારણ જાણીને તમે તુરંત પોતાની આદત બદલી નાખશો.

તમારો ફોન તમારી સાથે ન હોય તો તમને એવું લાગે છે કે તમારી પાસે કોઈ કામ જ નથી. અમુક લોકો તો એવા હોય છે કે જે ટોઈલેટમાં પણ ફોનની સાથે લઈને જાય છે. અને ત્યાં બેસીને તેનો ઉપયોગ કરે છે. અહીં તમને એવા અમુક કારણો જણાવવા જઈ રહ્યા છીએ જેના લીધે તમને તમારો ફોન બાથરૂમમાં લઈ જવા થી દૂર રહેવું જોઈએ. 90 ટકા લોકો ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરે છે. ખબર અનુસાર હાલમાં જ એક રિસર્ચ કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 90 ટકા લોકો બાથરૂમમાં પોતાના ફોનનો ઉપયોગ કરે છે.

આ છે તેના કારણ

1 ઇન્ફેક્શન થવાનો ભય વધી જાય છે

જ્યારે તમે પોતાના ફોનને ટોયલેટમાં લઈ જાઓ છો ત્યારે તમને ફોન નો સાલ્મોનેલા, ઈ. કોલાઈ અને સી. ડિફીસાઇલ જેવા કિટાણુંના સંપર્કમાં આવે છે જેનાથી ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

2 બાવાસીર નો ભય

જ્યારે તમે તમારો ફોન સાથે લઈને જાવ છો ત્યારે તમે ત્યાં વધુ સમય સુધી બેસો છો, જેનાથી તમારા મળાશય પર અનાવશ્યક દબાવ પડે છે જેનાથી બાવાસીર પણ થઈ શકે છે.

3 જઠર ની સમસ્યાઓ

મળાશય પર દબાણ પડવાથી તમે પહેલેથી જ ઉપસ્થિત જઠરની સમસ્યાઓને વધુ ખરાબ કરી શકો છો.

4 સમયનો બગાડ કરવો

 જ્યારે તમે સવારે પોતાના ફોનને ટોયલેટમાં લઈને જાવ છો ત્યારે તમે ત્યાં બેસીને ફોન ચેક કરતા રહો છો અને તમારો સમય પણ ખરાબ કરો છો જો તમે ફોન વગર ટોયલેટમાં જશો તો તમે જલ્દી પાછા આવી જસો.

5 તમને આદત પડી શકે છે

જો તમે તમારા ફોનને સૌચાલય સુધી પણ લઈ જાવ છો તો તેનો મતલબ એ છે કે તમે તમારા ફોન વગર રહી શકતા નથી અને તમને તેની આદત થઈ ગઈ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment