શું લગ્ન પ્રસંગ માં તમારે પણ ખર્ચો વધી જાય છે? ભારે ખર્ચા માં બચત કરશો તો નહીં બગડે તમારું બજેટ

આપણાં જીવન માં લગ્ન એક એવો પ્રસંગ છે જેને યાદગાર બનાવા માંટે આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ. હા એ વાત છે કે કેટલીક વખત બીજા ને ખુશ કરવાની ઈચ્છા માં આપણે આપણું જ નુકશાન કરી બેસીએ છીએ.

Image Source

કોઈ કે સાચું જ કીધું છે કે જ્યાં સુધી લગ્ન ઘર માં મસ્તી મજાક, રિસાઈ જવું, બાળકો નો અવાજ ના હોય તો મજા ના આવે. જ્યાં એક બાજુ ઘર માં જાત જાત ના પકવાન બનતા હોય, સજવું, છોકરીઓ નવા નવા કપડાં  પહેરવા માંટે ઉતાવળી હોય. તો ત્યાં જ ઘર ના મોટા બીજા લોકો ને ખુશ કરવા માંટે આખું બજેટ બગાડી દેતા હોય છે. ત્યારે ન જાણે તેઓ કેટલું દેવું કરી દેતા હોય છે. અમે એવું બિલકુલ પણ નથી કહેતા કે તમે બેન્ડ બાજા કે પછી બીજો કોઈ ખર્ચો ન કરશો. પણ સેલિબ્રેશન ના ચક્કર માં ખોટા  પૈસા પણ ન ગુમાવો.

એવા માં સમજવાની વાત એ છે કે જો તમારી પાસે સમિત બજેટ છે તો અને તમે એક ભવ્ય લગ્ન કરવા માંગો છો તો ગુણવતા માં કોમપ્રોમાઇસ કર્યા વગર એવા તો કયા ખર્ચા ને ઓછા કરવા જેથી  તમારો પ્રસંગ પણ સારો રહે સાથે જ ચાર લોકો ની વચ્ચે તમારી વાત પણ ખોટી ન લાગે. આમ તો લગ્ન ના બજેટ ને પહોંચી વળવું એ કોઈ સીધી વાત નથી. પરંતુ, આ વાતની પણ અવગણના કરી શકાતી નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય લગ્ન માં ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે. બે લોકોના મિલન ને બદલે હવે લગ્ન એક ખૂબ જ મોટો ધંધો બની ગયો છે,જેના કારણે લોકો ની જિંદગી પૈસા ચૂકવવા માં જ પૂરી થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમારે આ બધા કારણોને ટાળવું હોય તો આજે આ બાબતોને તમારા ધ્યાનમાં રાખો.

વેન્યુ પસંદ કરવા માં કરો છો ભૂલ

Image Source

જો તમે ખરેખર માં તમારા બજેટમાં તમારા લગ્ન કરવા માંગતા હોવ તો સૌ પ્રથમ તમારે યોગ્ય સ્થળ પસંદ કરવું પડશે. એવું એટલા માટે છે કે કેટલાક લોકો મહેમાનો ની સંખ્યા ગણ્યા વગર જ  સૌથી મોટા બગીચા કે પ્લોટ માં લગ્ન કરવાનું નક્કી કરે છે, જેમનો અડધો ભાગ કામ માં નથી આવતો.

તે હંમેશાં ભૂલી જાય છે કે તેના લગ્નમાં બહુ લોકો શામેલ નથી થવા ના તો પણ મોટો પ્લોટ કે બગીચો પસંદ કરે છે.અને પછી તેની વધુ  કિંમત ચૂકવવી પડે છે જેની જરૂર હોતી નથી. આટલું જ નહીં, શહેરની અંદર એક  હોટલ પસંદ કરવાને બદલે, બહાર ના ભાગ માં એક એવી જગ્યા પસંદ કરો જેમાં મૂળભૂત સુવિધાઓ છે જે સુંદર અને બજેટ માં પણ  છે.

શા માટે લગ્ન કાર્ડ ફેશનેબલ હોવા જોઈએ?

Image Source

લગ્નને યાદગાર બનાવવા માટે  ફેશનેબલ કાર્ડ્સ ની ફેશન આવી છે, જેના આધારે લોકોને ખબર નથી કે તેઓ કેટલા પૈસા ખર્ચ કરે છે. જો કે, આવા લોકો હંમેશાં ભૂલી જાય છે કે લગ્નને વિશેષ બનાવવા માટે, લગ્ન કાર્ડનો અર્થ ફક્ત લોકોને જાગૃત કરવા માટે હોય છે, જ્યારે તમારા જીવનના સૌથી ખાસ દિવસને વિશેષ બનાવવા માટે કાગળના બે પાના એટલા મોંઘા જરુરી નથી.

જો કે, અમે ઓળખીએ છીએ કે છોકરા અને છોકરીના ઘરે મોકલેલું પ્રથમ કાર્ડ એકદમ વિશેષ હોવું જોઈએ. પરંતુ જો તમે સંબંધ માં સિમ્પલ લુકિંગ કાર્ડ ચલાવો છો, તો તેમા કઈ ખોટું નથી.

મોંઘા ઘરેણાં પાછળ ખર્ચો શા માંટે?

Image Source

લગ્ન માટે જ્વેલરી ભાડે લેવી એ એક ઉભરતુ વલણ છે. ભાડેથી રાખેલી જ્વેલરી ફક્ત કન્યાને ડિઝાઇનર જ્વેલરી પહેરવાની જ મંજૂરી આપતી નથી. સાથે જ તેના કપડાં સાથે પણ મેચ થતું હોય છે. આટલું જ નહીં, જ્વેલરી ભાડેથી લેવાથી તમે લાખો લાખનું દેવું સરળતાથી બચાવી શકો છો.

આ જ નહીં, તમારે ઓનલાઇન જ્વેલરી પોર્ટલ્સને જાણવાની જરૂર છે જેમાં લગ્ન માંટે ના ઘરેણાં ફક્ત રૂ .2,500 થી શરૂ થઈ ને 15,000 રૂપિયા સુધી આરામ થી મળી રહે. આવી સ્થિતિમાં, તમે એવું ન વિચારશો કે ફલાણા ની છોકરી એ તેના લગ્ન માં આવા ઘરેણાં પહેર્યા હતા. તો મારે તેમના થી મોંઘા પહેરવા જ એવું જરુરી નથી. પણ એ વાત નું ધ્યાન રાખવું કે તમારા ઓછા બજેટ માં સારું દેખાવું છે.

કપડાં વિશે પણ વિચારો થોડું

Image Source

લગ્ન નો  સૌથી મોટો ખર્ચ એ દુલ્હન ના કપડાં પણ છે, જેના પર લોકો 50 હજારથી માંડીને લાખો-લાખ રૂપિયા ખર્ચવામાં અચકાતા નથી. જો કે, આવા લોકો ભૂલી જાય છે કે હવે મોટાભાગના લોકો લગ્નનાં કપડાં ભાડે પણ આપી રહ્યા છે. ઓછા બજેટમાં તેમને સારા કપડાં પણ મળી રહે છે એટલું જ નહીં પણ તે મેકઅપ માં પણ એટલા જ પૈસા ખર્ચે છે. કેટલાક લગ્ન વિયર સ્ટોર એવા હોય છે જે તમને તમારા બજેટ માં કપડાં બતાવે છે ના એ 60-70 % જેટલી છૂટ પણ આપે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment