શું તમને પણ આખો દિવસ ટેન્શન રહેતું હોય છે?…તો આજે જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો તમારુ ટેન્શન ઓછું કરવામાં મદદ કરશે

Image Source

આજની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે કામ પ્રત્યે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે. કે જેના કારણે આપણા સ્ટ્રેસનો શિકાર બની જઈએ છે. સાથેજ આપણાને ભાગ દોડભરી જીવનશૈલીમાં માનસિક વિકારનો સામનો કરવો પડે છે. તો ઘણા લોકો તો માનસીક રીતે એટલા બધા થાકી જાય છે. કે જેના કારણે તેઓ અમુક દવાઓનું સેવન કરવા લાગે છે.

જોકે આપને જણાવી દઈએ કે માનસીક તાણમાં લીધેલી દાવાઓની લાંબા ગાળે ખરાબ અસર પણ જોવા મળતી હોય છે. જેથી આજે અમે તમને એવા ઘરેલું નુસ્ખા વીશે જાણાવીશું કે તમે દવા લેવાથી બચી શકશો, જેથી તમે પણ માનસીક રીતે તાણ અનુભવી રહ્યા છો. તો કેટલાક ઘરેલું નુસખાઓથી અજમાવીને તમે તમારા શરીરમાં રહેલો સ્ટ્રેસ દૂર કરી શકો છો..

ગાજરથી ફાયદો થશે

કાચુ ગાજર ખાવાથી આપણા શરીરને ગણા ફાયદાઓ થતા હોય છે. સાથેજ ગાજરને જો તમે સલાડ રૂપે ખાશો તો પણ તે તમારા માટે ઘણું લાભદાયક છે. ઉપરાંત તમે ગાજરમાંથી બનાવેલુ જ્યુંસ પીશો તો તેનાથી પણ તમારા શરીરમાં રહેલો તણાવ દૂર થઈ જશે. મહત્વનું છે કે ગાજરમાં વિટામિન એ, સી તેમજ પોટેશિયમ રહેલા હોય છે. જેનાથી તણાવ દૂર રહેતા હોય છે.

પાલકથી રાહત મળશે

પાલકમાં એન્ટી સ્ટ્રેસ તેમજ એન્ટી ડિપ્રેસિવ જેવા ગુણ રહેલા હોય છે. જે આપણા શરીર અને મગજ માંટે ઘણાજ ફાયદાકારક છે. કારણકે તેના કારણે આપણી ચિંતા અને તણાવ દૂર થતા હોય છે. જેથી જો તમે પાલકનું શાક બનાવીને ખાશો અથવા તો જ્યુંસ બનાવીને પીશો તો તમને ઘણી રાહત મળી રહેશે. ખાસ કરીને તમારી ચિંતા અને સ્ટ્રેસ પણ ઓછો થશે.

આવાકાડો પણ લાભદાયક

આવાકાડોનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલો તણાવ દૂર થાય છે. સાથેજ તેના ઓઈલથી આપણે હેડ મસાજ પણ કરી શકીએ છે. તેનાથી આપણાને રાહત મળી રહેશે. ઉપરાંત તેમા સેરોટોનિન સાથે ડોપામાઈન પણ રહેલા હોય છે. જેના કારણે આપણા હોર્મોન્સના સ્ત્રાવ વધતા હોય છે. જે આપણા મૂડને સારો બનાવશે.

બદામના તેલથી રાહત મળશે

માનસીક તણાવને દૂર કરવા માટે બદામ. લવેન્ડર અને મિશેલિયાનું તેલ પણ ઘણુંજ ફાયદાકારક હોય છે. કારણકે તેમા એન્ટી એગ્ઝાઈટી જેવા ગુણ રહેલા હોય છે. જેના કારણે તમને તણાવ તેમજ ગભરામણથી રાહત મળી રહેશે. મહત્વનું છે કે જો તમે આ તેલથી નિયમીત રીતે હેડ મસાજ કરશો તો પણ તમને રાહત મળી રહેશે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મ રહેલા હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી આપણી ચિંતામાં ઘટાડો થાય છે. તમે ખાલી સ્ટ્રોબેરી ખાવાની સાથે તેનું જ્યુંસ બનાવીને પણ પી શકો છો. તેનાથી પણ તમને ઘણી રાહત મળી રહેશે. જેથી જો તમને વધારે પડતો તણાવ લાગતો હોય ત્યારે તમે રિલેક્સ થવા માટે સ્ટોબેરી ખાઈ શકો છો.

જાયફળ

જાયફળ ખાવાથી તણાવ હંમેશા આપણા શરીરમાંથી દૂર રહેતો હોય છે. સાથેજ તેના કારણે તમારો મૂડ પર સારો રહેશે અને હળવો રહેશે. ખાસ કરીને તમે બપોરના તેમજ રાત્રીના ભોજન દરમિયાન જાયફળના પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ તમારો મૂડ સારો રહેશે. આ ઉપરાત સાંભળીને તમને નવાઈ લાગશે કે જાયફળના તેલને રૂમાલ પર લગાવશો તો તેને સુંઘવાથી પણ તમને રિલેકસ ફિલ કરી શકશો…

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *