શું તમને પણ Work From Home માં આવે છે કંટાળો ? શરીરમાં નવી ઉર્જા ભરવા અપનાવો આ રીત

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેને લીધે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેના લીધે ઓફિસો બંદ થતા કર્મચારીઓ ને ઘરમાં બેઠા જ કામ કરવું પડી રહ્યું છે. જેથી કર્મચારીઓ ચાર દીવાલ માં કેદ રહી ગયા છે, જેના લીધે તણાવ ની સમસ્યા વધી ગઈ છે. આજે અમે જણાવીશું કે કોરોના વાયરસ દરમિયાન ઘરમાં બેઠા જ કેવી રીતે તમારા શરીરને ઉર્જા આપી શકો અને તેની સાથે જ સારી પરર્ફોમન્સની સાથે તણાવમુક્ત કેવી રીતે રહી શકીએ. આવો જાણીએ આવા લોકડાઉન વચ્ચે પણ તમે કેવી રીતે પોતાના શરીરમાં નવી ઉર્જા ભરી શકો છો.

ઓફિસમાં દિવસભર કામ કર્યા બાદ થાક લાગી જાય છે, તેથી બાદમાં ઘરના એવા ઘણા કામ છે જે અધૂરા રહી જાય છે. ત્યારે આ બધા કામ પૂરા કરવા માટે તમારી પાસે પૂરતો સમય છે. ઘરમાં રહેતાની સાથે જ આ બધા અધુરા કામ પર પોતાનું ધ્યાન આપો.વધારે પડતા લોકો કામથી ફ્રી થયા બાદ પણ મિત્રો અને સંબંધીઓની સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ફોન પર વાતચીત કરતા ઘરમાં વોકિંગ કરતા રહો. જેથી તમારી બોડી પણ રિલેક્સ થશે અને તણાવ પણ વધશે નહી.

જો તમારા ઘરમાં બાળકો છે તો, આ સમયે સૌથી વધારે તે જ તમારા કામમાં આવી શકે છે. તેથી સમય કાઢીને બાળકોની સાથે મસ્તી કરો, તેમની સાથે રમો અને ખુશ રહો.

જો તમને ઘરમાં રહીને કંટાળો આવે છે તો, તેનાથી દૂર રહેવા માટે તમારે કંઈક નવુ ટ્રાઈ કરવુ જોઈએ. ઘરમાં યોગા અથવા મેડિટેશનની ટ્રેનિંગ શરુ કરી શકો છો. તેને કરવા માટે તમને ઓનલાઈન ઘણા ટયૂટોરિલ પણ મળી જશે.

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, શરીરમાંથી પરસેવો બહાર આવવાથી તણાવની સમસ્યા દૂર થઈ જાય છે, પરંતુ ઘર નાનુ હોવાના કારણે આ પ્રકારનું કરવુ મુશ્કેલ છે તેથી જો તમે ઈચ્છો તો, સ્ટેયર્સ રનિંગ એટલે કે, સીડીઓ પર વર્કઆઉટ શરુ કરી શકે છે. ધ્યાન રાખો કે, તમારે તમામ સીડિઓ પર નથી ભાગવાનું, પરંતુ પ્રથમ સીડિ પર એક જ દિશામાં જોઈને ઉપર-નીચે દોડવાનું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment