શું તમે પણ કરો છો કસરત, જાણો શું ખાવાથી થાય છે વધુ ફાયદો

એક શોધ ના અનુસાર કસરત કર્યા પછી ચોકલેટ મિલ્ક પીવું જોઈએ, કારણ કે તેમાં સ્નાયુઓની રિકવરી માટે જરૂરી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન હોય છે. તંદુરસ્ત અને શારીરિક રીતે મજબૂત રહેવા માટે, તમારે દરરોજ ઘરે અથવા તો જીમમાં કસરત કરતાં હશો. મોટાભાગના લોકો દરરોજ આવું  કરતાં હોય છે, પરંતુ ઘણી વખત તેઓ કસરત કરતા પહેલા કંઈક ના કઈક ખાઇ લે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે કસરત કરતા પહેલા વ્યક્તિએ ખાવાનું ટાળવું જોઈએ.

કસરત કરવા ના ફાયદા

  • જો તમે સવારે ખાલી પેટ પર કસરત કરો છો અને તે પછી કોઈ પણ ખોરાક લો તો તેનું ફેટ  તમારા શરીરને લાગશે નહીં. જ્યારે પણ તમે નાસ્તા પહેલા ખાલી પેટે  કસરત કરો છો ત્યારે તમારા શરીરને એનર્જી લીવર અને મસલ્સ માં રહેલ ફેટ માં થી મળે છે, જેનાથી શરીરમાં ચરબીનો વધુ ઉપયોગ થાય છે.
  • સાથે સાથે  સવારે કસરત કરવાથી તમારું શરીર વધુ ફીટ રહે છે, એટલે જ સવારે કસરત કરવી સારી ગણવામાં આવે છે. તમે કસરત કર્યા પછી ઠંડા પાણીને બદલે હુંફાળું ગરમ પાણી પીવો, કારણ કે કેટલાક લોકો એવા છે જેઓ કસરત પછીની તરસને છીપાવવા માટે ઠંડુ પાણી પીવે છે, જે શરીર માટે સારું નથી.
  • તમારા માટે એ જાણવું ખૂબ જ જરુરી છે કે કસરત પહેલાં શું ખાવું જોઈએ. જેનાથી તમારા સ્વાસ્થ્ય પર પોજિટિવ અસર જોવા મળે.

ડાયેટની ફિટનેસ પર ખૂબ અસર પડે છે. ખાસ કરીને જેઓ જીમમાં જાય છે તેમણે પોતાના ખાન પાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ખાન પાન ની સીધી અસર કસરત પર પડે છે. કસરત દરમ્યાન તમારે કઇ ચીજો ખાવી જોઈએ તે જાણો.

  • કસરત કરતા પહેલા એક સફરજન ખાઓ. સફરજનમાં રહેલા વિટામિન, પોષક તત્ત્વો, ખનિજો અને એન્ટીઓકિસડન્ટ્સ  લાંબા થી તમારું પેટ ભરેલું લાગશે.  સફરજન થી શરીર ને જરુરી ઉર્જા પણ મળી રહે છે.
  • કસરત દરમિયાન ઓટમીલ ખાવા પણ વધુ સારા ગણવા માં આવે છે. ઓટમીલ લોહીમાં ધીમે ધીમે શુગર ને સ્ત્રાવીત કરે છે. તમે તેને પ્રી-વર્કઆઉટ નાસ્તા તરીકે ખાઈ શકો છો. તમે તેમા તમારા પસંદ ના ફળ ઉમેરીને ખાઈ શકો છો. ફળ ઉમેરવાથી તેમાં તરલ પ્રવાહી નું પ્રમાણ વધે છે. જે તમને હાઇડ્રેટેડ રાખશે. કસરત કરતા પહેલા તેને પીવો.
  • માશપેશીઓ ને મજબૂત રાખવા પ્રોટીન ખૂબ જરુરી છે. જો તમે કલાકો સુધી કસરત  કરો છો, તો પ્રોટીનની જરૂરિયાતો પણ પૂરી કરવી પડશે. આવા માં સાલમાન માછલી ખાવી જોઈએ.તેમાં પ્રોટીન અને બાયોએક્ટિવ હોય છે. પ્રોટીનના નાના અણુઓ સોજા  અને ઇન્સ્યુલિનનું સ્તર ઘટાડે છે. આ માછલીમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ જોડવા માટે, તેમાં શક્કરીયા પણ ઉમેરવા માં આવે છે. કસરત કર્યા પછી, તે ખાવાથી વધુ લાભ થાય છે. જો તમને ટ્યૂના માછલી ભાવતી હોય તો તે પણ ખાઈ શકો છો. તેમાં કેલરી નથી હોતી  અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે છે. જો તમને સેન્ડવીચ ખાવાનું ગમતું હોય તો તમે પાલક ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો. તેને કસરત કર્યા પછી જ ખાઓ.
  • બધા જ પ્રકાર ના અનાજ માંથી બનેલ ટોસ્ટ ને કેળા સાથે ખાઓ. તેમાંથી તમને  કાર્બોહાઈડ્રેટ મળશે અને સાથે જ પચવામાં પણ સરળ છે. કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ તમને કામ કરવા માટે ઉર્જા આપશે. તમે કસરત પૂરી કર્યા પછી, જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.
  • એક સંશોધન મુજબ કસરત કર્યા પછી ચોકલેટ મિલ્ક નું સેવન કરવું તમારા માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં માશપેશીઓ ની  રીકવરી  માટે જરૂરી કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે. પસીના માંથી નીકળતા  સોડિયમ, શુગર  અને કેલ્શિયમની કમી ને ને પહોંચી વળવા સક્ષમ છે. કસરત કર્યા પછી તમે ગ્લાસ લઈ શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *