શું તમારા રસોડાની ગટરની પાઈપ માંથી બહાર આવે છે કીડા મકોડા?  તેનાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ટિપ્સ

Image Source

રસોડા સાથે જોડાયેલી એવી ઘણી બધી સમસ્યા હોય છે જેનું નિરાકરણ લાવવું મહિલાઓને ખૂબ જ મુશ્કેલ કામ લાગે છે.નાનાથી મોટી એવી સમસ્યા હોય છે. જેનો મહિલાઓને દરરોજ સામનો કરવો પડે છે.પરંતુ આ તકલીફને દૂર કરવા માટે ઘણા ઘરેલુ ઉપાય છે.જેને આપણે થોડા થોડા સમય પર અપનાવી શકીએ છીએ અને તેનાથી છુટકારો મેળવી શકીએ છીએ. આજે એવી જ એક સમસ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ જેનો મહિલાઓને દર વખતે વરસાદના સમયે સામનો કરવો પડે છે. અમે વાત કરી રહ્યા છીએ રસોડાના ગટરની પાઈપ માંથી નીકળતા કીડા મકોડા વિશે.

ખરેખર રસોડાની પાઇપમાંથી માત્ર વંદાજ નહીં પરંતુ અન્ય ઘણા પ્રકારના કીડા મકોડા પણ બહાર આવે છે ઘણી વખત આ તકલીફ દર વખતે જોવા મળે છે અમુક લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ તમે ઈચ્છો તો ઘરેલુ ઉપાય અજમાવી નહીં આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. પરંતુ તેની પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે કે ખરેખર રસોડાની પાઇપ માંથી આ કીડા મકોડા કેમ આવી રહ્યા છે.

Image Source

કેમ આવે છે કીડા મકોડા

પાઈપ માંથી નીકળતા કેળા મકોડા ગંદકી અથવા તો પાઇપ લીકેજ હોવાના કારણે આવે છે તેથી એ દેખવું ખૂબ જ જરૂરી છે કે પાઈપ ક્યાંકથી લીક તો નથી થઈ.તે સિવાય એ ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે કે રસોડાના સિંકની પાઇપમાં ગંદકી વધુ દિવસ સુધી ફસાયેલી તો નથીને. થોડા થોડા સમયે તે પાઇપ ની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. અલગ પાડી શકાય તેવી પાઇપને આપણે આસાનીથી સાફ કરી શકીએ છીએ.પરંતુ જો તમારી પાઇપ સ્ટીલની છે તો ગરમ પાણીનો ઉપયોગ કરીને તેની સફાઈ કરો.તેની માટે વધુ માત્રામાં પાણી ગરમ કરો અને તેને ઉપરથી નાખો.અમુક સમય સુધી તેને બંધ રાખો.

Image Source

બ્લીચીંગ પાવડર નો ઉપયોગ

તમારી પાઇપની આસપાસ ઘણા બધા બ્લીચિંગ પાઉડરનો છંટકાવ કરો અને પાઇપને કોઈપણ વસ્તુથી ઢાંકો. થોડા સમયસુધી પાણીનું કોઈ જ કામ ન કરો જેથી તમારી પાઇપ ભીની ન થાય.તેનાથી કીડા મકોડા મરી જાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત તમારી પાઇપની આસપાસ અને પાઇપની અંદર બ્લીચીંગ પાઉડરનો છંટકાવ જરૂરથી કરો. તેનાથી ન માત્ર કીડા મકોડા મરી જાય છે પરંતુ તેમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ રહેતી નથી.

Image Source

હાઈડ્રોજન પેરોક્સાઈડનો કરો ઉપયોગ

હાઈડ્રોજન પેરોક્સાઈડ એક કેમિકલ યુક્ત ક્લીનર છે.  એક ઢાંકણું હાઈડ્રોજન પેરોક્સાઈડ પાઇપ ની આસપાસ નાખો અને ત્યારબાદ તેને અમુક સમય સુધી રહેવા દો. સિંક ઉપર અથવા તો પાઇપના બહારના ભાગમાં પણ હાઈડ્રોજન પેરોક્સાઈડ નો પ્રયોગ કરો અને અમુક સમય સુધી તેને બંધ કરીને રહેવા દો. થોડા સમય પછી આપની આસપાસના ભાગને કપડાં થી લૂછો અને પાઇપમાં પાણી નાખો.રાતના સમયે પાઇપને બંધ કરો અને તેને સવારે જ ખોલો.

Image Source

બેકિંગ સોડા અને વિનેગર નો ઉપયોગ

જો તમે કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવા માંગતા નથી તો બેકિંગ સોડા અને વિનેગર નો ઉપયોગ કરી શકો છો. તેની માટે સૌ પ્રથમ એક પેન માં ઘણું બધું પાણી ગરમ કરો અને તેમાં બેકિંગ સોડા અને વિનેગર મિક્સ કરો.હવે તેને પાઇપ માં નાખો ત્યારબાદ પાઇપને બંધ કરો. થોડા સમય પછી કીડા બહાર નીકળવા લાગશે. કોશિશ કરો કે આ કામ ત્યારે જ કરો જ્યારે તે જગ્યાએ સંપૂર્ણ રીતે ખાલી હોય.

આ દરેક ટિપ્સ તમારા રસોડાની પાઈપ માંથી નીકળતા કીડા મકોડા થી છુટકારો મેળવવા માટે આ અજમાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment