કળીયુગના દેવતા હનુમાનજીની કૃપા તમારા પર બનાવી રાખવા કરો આ ઉપાય
હનુમાનજી આ કળિયુગના જાગૃત દેવતા ગણવામાં આવે છે, તેઓ પોતાના ભક્તોના બધા જ કષ્ટો દૂર કરે છે. જો હનુમાનજીની ભક્તિ પુરી શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તેઓ ભક્તની બધી જ ઈચ્છાઓ પુરી કરે છે.  એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે.

image source

ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હનુમાન એક કુશળ પ્રબંધક પણ હતા. તેઓ માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું જાણતા હતા. રામચરિત માનસમાં અનેકવાર તેમની આ આવડતનું ઉદાહરણ જોવા મળ્યું છે.  હનુમાનજીના મેનેજમેન્ટથી ભગવાન રામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. હનુમાનજીએ સમુદ્ર પાર કરવા માટે જે રીતે સેનાનું સંચાલન કર્યું તે તેમની ચપળતાનું ઉદાહરણ પુરુ પાડે છે.  હનુમાનજીની કૃપાદ્રષ્ટિ મળી જાય તો જીવન પણ સુખ-શાંતિથી સમૃદ્ધ થઈ શકે છે. તેના માટે નીચે આપેલા ત્રણ ટુચકાઓમાંથી કોઈપણ એકનો પ્રયોગ પણ તમે કરી શકો છો.

image source

– શનિવારે અથવા મંગળવારે પ્રાત:કાળ અથવા તો સંધ્યા સમયે પીપળા નીચે તેલનો દીવો કરવો. દીવો પ્રગટાવ્યા બાદ જ્યારે ઘરે પરત ફરતાં હોય ત્યારે પાછળ ફરીને ન જોવું. આ ટુચકાથી ધનલાભના દ્વાર ખુલી જાય છે.


– જો ધન લાભ મળવા છતાં બચત ન થતી હોય તો મંગળવારે ગોપી ચંદનની નવ ટિકડી લઈ કેળાના ઝાડ પર બાંધી દેવી. ચંદન બાંધવા માટે પીળા દોરાનો ઉપયોગ કરવો.

image source

– શનિની પીડા ભોગવી રહ્યા હોય તો શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈ તલના તેલનો દીવો કરવો અને તેમાં લવિંગ નાખવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *